Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ એનું પ્રત્યેક કદમ એ પછીની ક્ષણે મોતનો પૈગામ પણ બની રહે. અફઘાનિસ્તાનની ધરતી પર પશ્ચિમી દેશોની સેના સાવધ બનીને આગળ ધપતી હતી. સાવ અજાણ્યા પ્રદેશ પર હુમલો, એ ખાંડાના ખેલ ગણાય. અફઘાનિસ્તાનના સંગિન શહેરમાં બ્રિટિશ રૉયલ આર્ટિલરીની પાંચમી રેજિમેન્ટમાં ફરજ બજાવતો જવાન જેમ્સ સિમ્પસન પેટ્રોલિંગ કરીને પગપાળા પાછો ફરતો હતો. પાછા વળતાં એના પગ દુશ્મનોએ છુપાવેલા અદ્યતન પ્રકારના વિસ્ફોટક પર પડ્યા અને એ સાથે પ્રચંડ ધડાકો થયો. જેમ્સ સિમ્પસન દૂર ફંગોળાઈ ગયો. ૨૦૦૯ની નવેમ્બરની આ ઘટના જેમ્સ સિમ્પસનને માટે અભિશાપરૂપ બની ગઈ. એના ઘૂંટણથી નીચેના બંને પગ માત્ર કપાઈ જ ન ગયા, પણ સાવ છુંદાઈ ગયા. એના બે હાથ પર ઈજા થઈ. હૉસ્પિટલની પથારીમાં પડેલો સિમ્પસન મનોમન વિચાર કરતો હતો કે એ હવે ફરી કઈ રીતે ચાલી શકશે ? એને અદ્યતન સારવાર મળી. લશ્કરી પુનર્વસવાટની આધુનિક પદ્ધતિને કારણે જેમ્સ સિમ્પસને થોડા જ સમયમાં કૃત્રિમ પગ પ્રાપ્ત કર્યા અને ત્વરાભેર ચાલવાની નિપુણતા હાંસલ કરી. પોતાનું રોજિંદું કામકાજ સ્વયં કરવા લાગ્યો. સેનાની કામગીરી સંભાળવા લાગ્યો, એણે વિચાર્યું કે હવે કોઈ દોડમાં ભાગ લેવો છે. આ જ ખમી સૈનિકનું દિલ બીજા જખમી સૈનિકો માટે અત્યંત કરુણા ધરાવતું હોવાથી એણે ઈજાગ્રસ્ત સશસ્ત્રદળના સૈનિકોના લાભાર્થે યોજાતી દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું. આ દોડનું નામ છે ‘વોરિઅર ગેઇમ્સ'. યોદ્ધાઓ માટે યોજાતી આ દોઢસો મીટરની દોડમાં આ હિંમતવાન યોદ્ધાએ ભાગ લીધો. એને માટે આ વિરાટ પડકાર હતો. વળી આ દોડ એ કોઈ સીધી સપાટ, સમતળ જમીન પરની દોડ નહોતી. કાદવથી ખીચોખીચ ભરેલા રસ્તા પર આ દોડ યોજાતી હતી. કેટલાક મહિના સુધી એણે ચાલવાની તાલીમ લીધી. કૃત્રિમ પગે કાદવમાં ચાલવું અતિ મુશ્કેલ ગણાય. ક્યારેક સરકી જવાય. ક્યારેક ગબડી પડાય, વારંવાર સમતોલન ચૂકી જવાય, પરંતુ જેમ્સ સિમ્પસનની દૃઢતા અને સાહસ સદાય એની વહારે આવતાં હતાં. એણે અકસ્માતની ઘટના પૂર્વે ક્યારેય દોડ અંગે વિચાર્યું નહોતું, એણે આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું એટલે દોડવાનું શરૂ કર્યું. પોતાની આ પહેલી દોડમાં જેમ્સ સિમ્પસનને અત્યંત આનંદ આવ્યો. આની સાથોસાથ એની લશ્કરી કામગીરી પણ ચાલુ હતી. લશ્કરના સૈનિકો સાથે એ કામ કરતો હોવાથી એનો જુસ્સો બરકરાર રહ્યો. પોતાના સાથીઓ સાથે એ ઉત્સાહભેર લશ્કરી આયોજનો કરતો હતો અને એ રીતે અત્યંત સક્રિય અને ઉત્તેજનાપૂર્ણ જિંદગી જીવતો હતો. એવામાં એણે કૃત્રિમ પગ સાથે જેમ્સ સિમ્પસન ટેલિવિઝન પર પોતાના કેટલાક સાથીઓ અમેરિકાની સ્પાર્ટન રેસમાં ભાગ લેતા હોય એવું દૃશ્ય જોયું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એ કૃતનિશ્ચયી બન્યો. આ ‘સ્પાર્ટન રેસ' એ કોઈ સામાન્ય દોડસ્પર્ધા ન હતી. આ દોડ-સ્પર્ધાને તો લોકો ‘સ્માર્ટન ડેથ રેસ' તરીકે ઓળખાવે છે. એમ કહેવાય છે કે આ સ્પર્ધામાં ભાગ લેતી વખતે ખેલાડીને અસહ્ય પીડા સહન કરવી પડે છે. પ્રસવની પીડા કરતાંય આ સ્પર્ધામાં ખેલાડીને વધુ પીડા થતી હોય છે. એમાં માત્ર શારીરિક તાકાતનો જ મહિમા નથી, શરીરબળ હોય એટલે વિજય મળે તેવું નથી, પરંતુ અત્યંત દૃઢ મનોબળ અને ચપળ ચિત્ત હોવું જોઈએ તથા મુશ્કેલીઓને પાર કરીને મોતની વચ્ચેથી જીવતા રહેવાની અદમ્ય જિજીવિષા હોવી જોઈએ. 34 * તેને અપંગ, મન અડીખમ હિંમતે મર્દા, તો... + 35

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82