Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ અપંગ, નથી સહેજે અશક્ત જે કૅન્સરને ગણકારે નહીં એને વળી આવી વેદનાનો શો ભય ? એણે ગોલ્ફની ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એકમાં તો વિજેતા પણ બની. આખરે બેબ ઝહરિયાસને દવાખાનામાં દાખલ થવું પડ્યું. એની કરોડરજ્જુનું ઑપરેશન કરવામાં આવ્યું. એક ઝઝૂમતી જિંદગીના અંતનો આરંભ થયો. જીવનની અંતિમ પળે બેબ ઝહરિયાસે પોતાના પતિને હસતાં હસતાં કહ્યું, “તમને જરૂર મારા જેટલો પ્રેમ રાખનારી અન્ય સ્ત્રી મળી રહેશે.” બેબ હરિયાસના આ શબ્દો સાંભળીને એનો પતિ ચોધાર આંસુએ રડવા લાગ્યો. આ સમયે બેબ હરિયાસે પોતાના પતિને હિંમત આપતાં કહ્યું, “આમ ન કરો. આવું રડવું શા માટે ? આ બીમારી દરમિયાન મને એક વાત શીખવા મળી. માનવીના આખા જીવનમાં આનંદની તો એકાદી પળ જ આવે છે, જ્યારે મારું જીવન તો આનંદથી ભરપૂર છે. એમાં કેટલી બધી ઘટનાઓ આનંદદાયક રહેલી છે !” કેન્સરનું દર્દ ભયંકર પીડા આપતું હતું. વારંવાર ઑપરેશન થવાથી આખું શરીર અશક્ત બની ગયું હતું. જગતભરમાં નામના મેળવી, પણ માત્ર બેંતાલીસ વર્ષની વયે જ મોત માગણી કરતું ઊભું હતું, છતાં પોતાના જીવનની આ સૌથી કરુણ ઘટનાને બેભ ઝહરિયાસે કેવા આનંદથી ખાવકારી ! મોતની મૂંઝવતી પળે આ નારી જીવનના આનંદની વાત કરતી હતી ! ઈ. સ. ૧૯૫૬ માં બેંતાલીસ વર્ષની વયે બેબ હરિયાસનું અવસાન થયું. તદ્દન કંગાળ સ્થિતિમાંથી આપત્તિઓને ઓળંગીને મહાન મહિલા રમતવીર બનનારી બેબ હરિયાસ જેવી બીજી ખેલાડી સ્ત્રી જોવા મળશે ખરી? સાવ જુદી જુદી રમતમાં આટલું બધું પ્રભુત્વ ધરાવનારી નારી થશે ખરી? ગૉલ્ફની રમતમાં એણે જે ટલા વિક્રમ નોંધાવ્યા, એવી નિપુણતા આ રમતમાં કોઈ સ્ત્રી બતાવી શકશે ખરી ? કદાચ આ બધુંય શક્ય બને, પરંતુ શરીરમાં આવા જીવલેણ રોગને સંઘરીને ગોલ્ફની મહેનતભરી સત્તર-સત્તર સ્પર્ધામાં સતત વિજય મેળવનારી દઢ મનોબળવાળી બીજી બેબ હરિયાસ તો જોવા નહીં જ મળે ! મુસીબતોને પાર કરનારા જવાંમર્દ માનવતાની મહેક ફેલાવે છે! આસાનીથી ઝૂકી જવાને બદલે જંગ ખેડનારા જવાંમર્દો જ જગતમાં ઇતિહાસ રચે ૨૦૦૮નું એ વર્ષ હતું. અમેરિકાની સુખસાહ્યબી ત્યજીને સ્પેન્સર વેસ્ટ માનવસેવા કાજે પહેલી વાર પૂર્વ આફ્રિકાના કેનિયા દેશમાં આવ્યો. એની પાસે અમેરિકાની ઉચ્ચ પદવી હતી. કોમ્યુનિકેશન્સ જેવા બહોળી માંગ ધરાવતા વિષયમાં સ્નાતક થયો હતો. વળી કૉર્પોરેટ કંપનીમાં ઊંચા પગારની નોકરી હતી. એની જિંદગીનું હર ખ્વાબ પૂરું થયું હતું. એની પાસે પોતાનું મકાન હતું, મોટર હતી અને સારી એવી સંપત્તિ એકઠી કરી હતી. માનવીને બીજું જોઈએ શું ? બધું હતું, પેન્સર વેસ્ટ 8 • તેને અપંગ, મન અડીખમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82