Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ કામિયાબીની સાથોસાથ જીવન સંઘર્ષ ખેલવાની એની અપ્રતિમ તાકાત યાદ આવે છે. એક નહીં પણ અનેક રમતોમાં ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરનાર બેબ ઝહરિયાસ એક એવી ખેલાડી હતી કે એ જે રમતમાં ઝુકાવે એમાં સર્વશ્રેષ્ઠ બનીને જ જંપે. જ્યાં સુધી એ રમતમાં નવા વિક્રમો સર્જે નહીં ત્યાં સુધી એ બેચેન રહેતી, અથાગ પ્રયત્નો કરતી અને એક સિદ્ધિ મળે એટલે ફરી પાછી બીજી રમતમાં ઝંપલાવતી. આવી બેબ ઝહરિયાસ બીમાર પડી અને નિષ્ણાત ડૉક્ટરોએ એની ડૉક્ટરી તપાસ કર્યા બાદ કહ્યું, “અમને કહેતાં ઘણું દુઃખ થાય છે કે તમને કેન્સરનો રોગ લાગુ પડ્યો છે. હવે તમારે ઘણાં સાવધ બનીને જીવવું પડશે. શ્રમભર્યું જીવન ત્યજીને સંપૂર્ણ આરામ લેવો પડશે.” “એટલે ” બેબ ઝહરિયાસે પૂછ્યું. એનો અર્થ એ કે હવે તમે કોઈ પણ રમતમાં ભાગ લઈ શકશો નહીં. અરે ! થોડાય થાક લાગે તેવું કામ કરવાની તમને સખત મનાઈ છે. આ રોગ જીવલેણ છે. આને વધતો અટકાવવા હજી અમારે ‘કૉલોસ્ટોમી' (મોટું આંતરડું કાપીને પેટ પર કૃત્રિમ ગુદા બનાવવી) નામનું એક મોટું અને ગંભીર ગણાતું ઓપરેશન કરવું પડશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે એમાં અમે સફળ જઈએ.” પણ ગોલ્ફની રમતમાં નિપુણ બનવાની મારી તીવ્ર મહેચ્છાનું શું ? હું બધું છોડી શકું, પણ મારી પ્યારી ગોલ્ફની રમત ખેલવાનું છોડી શકું નહીં.” ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “શ્રીમતી ઝહરિયાસ, હવે એ સઘળું ભૂલી જાવ. તમારે તમારી પ્યારી રમત છોડવી જ પડશે. હવે તમે ક્યારેય ગૉલ્ફની રમતનાં ખેલાડી તરીકે નહીં, પણ માત્ર પ્રેક્ષક તરીકે જ રહી શકશો. માનવીની ઇચ્છા એક ચીજ છે, એની શક્યતા બીજી બાબત છે.” બેબ ઝહરિયાસના મુખ પર ચિંતાનું મોજું ફરી વળ્યું. એ ઊંડા વિચારમાં પડી ગઈ. ડૉક્ટરોને થયું કે ની આ રમતની મહારાણી રોગના મહારાજા કૅન્સરથી મૂંઝાઈ ગઈ. બેબ ઝહરિયાસના પતિ અને જાણીતા કુસ્તીબાજ જ્યોર્જ ઝહરિયાસ એને હિંમત આપવા લાગ્યા. બેબને જીવલેણ કૅન્સરનો ડર ન હતો. એને ગંભીર ઑપરેશનની ફિકર નહોતી. એને ચિંતા એટલી જ થતી હતી કે શું એ હવે પોતાની અતિ પ્રિય એવી ગૉલ્ફની રમત નહીં ખેલી શકે ? એમાં નામના મેળવવાનું પોતાનું સ્વપ્ન સાકાર નહીં થાય ? એ બધું છોડી શકે એમ હતી, પણ ગોલ્ફ નહીં. ગોલ્ફમાં પારંગત થવાની ઇચ્છા આગળ એ પ્રાણની પરવા કરે તેમ ન હતી. એના મનમાં એક પછી એક દૃશ્ય પસાર થવા લાગ્યાં. એની જિંદગી ક્યારેય સુંવાળી સેજ સમી ન હતી. એને ૧૯૩૨ની લૉસ એન્જલિસની ઑલિમ્પિક સ્પર્ધામાં ખુદને એશઆરામ કે ભાલાફેંકમાં વિશ્વવિક્રમ નોંધાવી સુવર્ણચંદ્રક મેળવનારી આળપંપાળ કદીય બેબ ઝહરિયાસ પસંદ ન હતાં. જીવનના માર્ગમાં ડગલે ને પગલે કંટકોનો અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આવી આપત્તિ અને યાતનામાંથી મૂંઝવણ થવાને બદલે એનો આનંદ ઓર વધતો હતો. એની સિદ્ધિના માર્ગે ચાલતી કૂચ બેવડા જોશ અને ઝડપથી ચાલવા માંડતી. ટેકસાસના એક અત્યંત ગરીબ કુટુંબમાં બેબનો જન્મ થયો હતો. બાળપણમાં એ બાસ્કેટ બોલ રમવા ગઈ અને એવી તો મજા આવી કે આખી જિંદગી રમતગમતની પાછળ ન્યોછાવર કરી દેવાનો નિરધાર કર્યો. રમતમાં તાકાત ટકાવવા માટે પૌષ્ટિક ખોરાક લેવો પડે. એના ઘેર એક ટંક ભોજનનાં જ ફાંફાં, ત્યાં વળી પૌષ્ટિક ખોરાકની તો વાત જ કેવી ? મનમાં સતત એક ૨ટણ ચાલ્યા કરે. જુદી જુદી રમતમાં ભાગ લઉં અને એમાં આગળ આવું. ભલે ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તેટલાં સંકટો સહેવાં પડે, પણ જે રમતમાં ઝુકાવીશ એમાં નિપુણતા મેળવીશ. ન મળે ત્યાં સુધી આરામ હરામ ! એક વાર એના કોચે કહ્યું કે ભાલાફેંકની સ્પર્ધામાં અમેરિકાની મહિલાનો અમર ખુશબો • 3 2 • તન અપંગ, મન અડીખમ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82