________________
પ્રથમ તરંગ
" प्रत्यक्षार्पित वस्तुसंशयकरो गूढार्पितापह्नवं, कर्ता लाभगृहास्तिमुख्यमसकृत्पृष्ठोऽपि नो जल्पति । लोभित्वाजठरेऽपि वश्चनपरो वक्ति व्ययं स्वल्पमप्यस्वल्पं भृशभीरुषु प्रथम इत्यादिस्वरूपो वणिक् ॥ १५ ।।
“વણિકને પ્રત્યક્ષ રીતે વસ્તુ આપી હોય તો પણ તે સંશય કરે છે, ગુપ્ત રીતે આપી હોય તે અવશ્ય એળવે જ છે, તેને કેઈએ લાભ, ઘર કે કોઈ વસ્તુનું હોવાપણું વિગેરે વિષે વારંવાર પૂછ્યું હોય તે પણ તે તેને જવાબ આપતું નથી, તે લોભી હેવાથી પિતાના ઉદરને પણ ઠગે છે, તે પોતાના થડા ખર્ચને પણ ઘણે ખર્ચ કહે છે, તથા અત્યંત ભીરૂ મનુષ્યને વિષે તે પ્રથમ જ હોય છે. આવા પ્રકારને વણિક હોય છે.”
તે સાંભળીને દેદ બે કે–બૃહસ્પતિના મિત્રરૂપ તમારે વિષે કયા વિષયનું જ્ઞાન નથી? (તમે સર્વ જાણે જ છે. પરંતુ હું જે કહું છું તે સત્ય જ કહું છું. જે મને નિધાન પ્રાપ્ત થયું હોય તે હું તમારા ચરણને સ્પર્શ કરું છું. તમારા ચરણને સ્પર્શ કરીને હું કહું છું કે મને નિધાન પ્રાપ્ત થયું નથી.) પરંતુ મેં તે વેપાર વિગેરે વડે ધન ઉપાર્જન કર્યું છે, તેમાં બીજા લોકો મારા ઉપર ઈર્ષાવાળા થયા છે.” આ પ્રમાણે તેના સોગંદથી પણ રાજાને તેના પર વિશ્વાસ ન આવ્યો, ત્યારે દંડ કરવાની ઈચ્છાવાળા રાજાને જાણી તે દેદ કોધથી બોલ્યા કે –“હે રાજા ! હું ધારું છું કે નિધાનની પ્રાપ્તિના મિષથી તમે મારી લક્ષ્મી લઈ લેવા ઈચ્છો છો, પરંતુ આ પ્રમાણે તે હું એક કાણી કી પણ આપી શકીશ નહીં, પણ સ્વામી પણાને લીધે તમારી ઈચ્છામાં આવે તેમ કરે.” આ પ્રમાણે દઢ હઠવાળા દેદે કહ્યું, ત્યારે રાજા કોલવડે રક્ત છે. તે વખતે દેદની શ્રેષ્ઠ ભાર્યાએ દેદને ભેજન કરવા બોલાવવા માટે પોતાના ઘરના માણસને (ચાકરને) મેક. તે માણસ સાહસિક એવા તે દેદ વણિકની પાસે આવ્યું, અને તેને જમવા બોલાવ્યા. ત્યારે તે ધૂર્ત વણિક બે કે – “તું ઘેર જઈને કહેજે કે આજે મારા મરતકમાં ઘણી પીડા થાય છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org