________________
પંચમ તરંગ.
૭૮
વ્યું. આ વસ્ત્ર બહુ મૂલ્યવાળું હેવાથી દેવપૂજા સિવાય બીજા સમયે પહેરવાને લાયક નથી,” એમ વિચારી મંત્રીએ પોતાને ઘેર આવી પિતાની પત્નીને તે દુકૂળ આપ્યું. તેણુએ તે દુકૂળ સારે સ્થાને સાચવીને મૂકયું.
આ અવસરે કન્યકુજ રાજાની પુત્રી લીલાવતી કે જે આ રાજાની માનીતી રાણ હતી, અને સર્વ સ્ત્રીઓના શિરામણરૂપ હતી, તે અનિવડે કેળની જેમ તૃષાદિકને પિષણ કરનારા તરીયા તાવવડે અત્યંત પીડા પામતી હતી. રાજાએ તેના ઘણા ઉપાયે કરા
વ્યા. પરંતુ નિકાચિત કર્મની જેમ તેણીને દુષ્ટ જવર ક્ષય પામ્યા નહીં. તે રાણીની એક દાસી એકદા પ્રધાનને ઘેર આવી, તેણુને શ્યામ મુખવાળી જઈ મંત્રીની ભાર્યા પ્રથમિણીએ પૂછયું કે “તું આજ દુખી હોય એમ કેમ દેખાય છે?” તે બોલી કે-“મારી સ્વામિની ઘણા દિવસથી દુષ્ટ વરવડે પીડા પામે છે, તેથી તે ઉનાળામાં તળાવધની જેમ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. તેને માટે મંત્ર, તંત્ર, ઔષધ વિગેરે ઘણું કર્યા તે પણ તેનાથી હજુ સુધી કાંઈ પણ ગુણ થયા નથી, આ કારણથી હું દુઃખરૂપી દાવાનળથી બળેલી છું” તે સાંભળી અમાત્યની પત્નીએ કહ્યું કે –“જે તે મંત્રીનું પહેલું વસ્ત્ર ઓઢીને તાવ આવ્યા પહેલાં રહે તે તેને તાવ આવે નહીં.” તે સાંભળી દાસીએ તે વસ્ત્ર માગ્યું, ત્યારે એકાંત ઉપકાર કરવામાં જ તત્પર એવી તે ધન્ય સ્ત્રીએ બીજું વસ્ત્ર નહીં જોવાથી તે જ દુકૂળ તેણીને આપ્યું. દાસીએ જઈને તે વસ્ત્ર રાણીને આપ્યું, દાસીના વચનપર શ્રદ્ધા આવવાથી તે સતી તાવ આવ્યા પહેલાં તે વસ્ત્ર ઓઢીને સુતી, એટલે તે દિવસે તેણુને તાવ આવ્યો નહીં. સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ માત્ર ફળ જ આપે તેમાં કાંઈ તેની સ્તુતિ કહેવાતી નથી, તેમ સર્વ પ્રકારનું સુખ કરનાર બ્રહ્મચર્ય વ્રત આવા જવરને નાશ કરે તેમાં તેની શી સ્તુતિ ? કદાચ ફરીથી તાવ આવે એવી શંકાને લીધે તે દિવસે તાવ ન આવ્યાના સમાચાર કેઈએ રાજાને જણાવ્યા નહીં. કેમકે રાજાઓ ખાટા ઉપર અત્યંત કેપ કરે છે. પછી ફરીથી તાવને વારે હતે તે દિવસે રાણી તે વસ્ત્રવડે પેતાનું સર્વ શરીર ઢાંકી પલંગ ઉપર સુતી, અને અભાગ્યને વેગે નિદ્રાવશ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org