Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 152
________________ અષ્ટમ તરગ. ૧૩૩ મને આજે કૃપા કરીને આપેા. ” ત્યારે રાજાએ કહ્યું કે~ તમને જે ઇષ્ટ હાય તે ખેલા—માગો. ” ત્યારે શ્રેષ્ઠ મંત્રીએ ધન આપવા પૂર્વક છન્નુ રાજાએ માગ્યા. તે સાંભળી રાજાચિંતાગ્રસ્ત મનવાળા રહ્યો--- થયા. જે વચન આનંદને વખતે અપાયું હાય તે પછીથી આપવું દુષ્કર થાય છે. દાનને અવસરે મહા પુરૂષનું શરીર પણ ક'પાયમાન થાય છે, રણસંગ્રામમાં ભીમ પણ દાન દેવું પડશે એવી શંકાથી સ ંકોચ પામ્યા હતા.” રાજાને કેદ કરેલા રાજાઓને છેાડવા એ રૂચતુ નથી. ” એમ જાણી તે ચતુર મ ંત્રીએ બીજી વાર્તા કરીને આ બાબત ઢાંકી દીધી. જેમ પાત્રને વિષે આપેલ દાન, જળને વિષે નાંખેલુ તેલ અને ખળ પુરૂષની પાસે કહેલ ગુપ્ત વૃત્તાંત પ્રસરી જાય છે, તેમ રાજા ત્યાંથી ઉબા થઇને ગયા કે તરત જ તે વાત લેાકમાં પ્રસરી ગઇ. આ અવસરે આભૂ મંત્રી પણ યાત્રા કરીને ત્યાં જ આવ્યા, તેણે પ્રથમથી આ વાર્તા સાંભળી હતી, તેથી યશ અને પુણ્ય મેળવવાનો ઇચ્છાથી તે કેદી રાજાઓને મૂકાવવા ઉત્સુક થયા. કહ્યું છે કે— " यद्वत्कर्करकम्बुरत्नमुधौ नाशाङ्गभोगव्यय त्यागं च श्रियि पत्रपुष्पफलमप्युर्वीरुहि श्रीफले । काये रोगमलोपकारकरणं दुष्कर्मकीर्त्यर्जना पुण्यं चाधममध्यमोत्तमतया तद्वन्मनुष्यायुषि ॥ ६ ॥ “જેમ સમુદ્રને વિષે કાંકરા અધમ છે, શંખ મધ્યમ છે અને રત્ન ઉત્તમ છે, જેમ લક્ષ્મીને વિષે નાશ અધમ છે, શરીરના ભાગને વ્યય મધ્યમ છે અને દાન ઉત્તમ છે, જેમ શ્રીફળના વૃક્ષને વિષે પાંદડાં અધમ છે, પુષ્પ મધ્યમ છે અને ફળ ઉત્તમ છે, જેમ શરીરને વિષે રાગ અધમ છે, મળ મધ્યમ છે અને પરોપકાર કરવે ઉત્તમ છે, તેમ મનુષ્યના આયુષ્યને વિષે દુષ્કર્મ કરવું તે અધમ છે, કીતિ ઉપાર્જન કરવી મધ્યમ છે અને પુણ્ય ઉપાર્જન કરવું તે ઉત્તમ છે. ,, આ અવસરે ત્યાં ગંગાના જળ જેવા ઉજ્વળ એકસાનેદશ મોટા જાતિવંત અશ્વો વહાણમાં આવેલા હતા, તે લઇને રાત્રિને વિષે તે આભૃ ત્યાં આવ્યા, અને રાજા સુતે છતે જ તેના મહેલની ચાતરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160