Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 158
________________ અષ્ટમ તરંગ. ૧૩૯ તે સંઘ સ્ત્રીઓના ભૂષણના મણિઓની કાંતિવડે તામ્ર (રાતી) દેખાતી તાબાવતી (ાંબાવતી) નામની નગરીએ પહોંચે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ની પ્રતિમા રહેલી છે, કે જે પ્રતિમા કેટલાક કાળ સુધી સ્વર્ગમાં ઈદ્રને ઘેર રહી હતી, પછી કૃષ્ણ વાસુદેવની દ્વારકા નગરીમાં રહી હતી, પછી ભુવનપતિ દેએ આરાધન કરાતી નાયેંદ્રના ભુવનમાં રહી હતી, અને ત્યારપછી આ નગરીમાં રહી છે, તે નાગાર્જુનની સુવર્ણસિદ્ધિનું કારણરૂપ થઈ છે, તથા શ્રી અભયદેવસૂરિનું શરીર સારૂં કર્યું છે, આવી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું સંઘજનેએ ભાવથી વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારપછી તે સંઘ ગોધરા વિગેરે નગરમાં થઈને લક્ષણપુર નગરમાં આવ્યો. ત્યાં અત્યંત આનંદથી તેને વખાણવા લાયક પ્રવેશ મહોત્સવ થયે. પછી દારિદ્રયરૂપી બળતા દાવાનળથી તાપ પામેલા લોકોને શીતળ કરવામાં ઝંઝા નામના વાયુ સમાન તે બુદ્ધિમાન ઝાંઝણ યાત્રા કરીને અઢી લાખ મનુષ્યવાળા સંઘનું સ્વામીપણું પામીને આપત્તિના અસ્થાનરૂપ પિતાના માંડવગઢમાં પ્રાપ્ત થયે. તે વખતે રાજા તથા સર્વ લોકોએ સ્થાને સ્થાને મોટા ઉત્સ કરવા પૂર્વક તેને પ્રવેશ કરાવ્યું. અનુક્રમે મંત્રી પોતાને ઘેર આવ્યા, પછી તેણે સત્કાર પૂર્વક સર્વ સંઘના લોકોને પોતપોતાને સ્થાને મોકલ્યા. તે વખતે પુરૂષનાં ઘરો ઉંચા બાધેલાં તરવડે ભતા હતા. સ્ત્રીઓ પણ હાથમાં અક્ષત પાત્રને ધારણ કરી મધુર રચનાવાળા મંગળ ગીત ગાવાવડે દેવીઓ જેવા ગૌરવને પામતી પિતપતાને ઘેર ગઈ. ત્યારપછી અર્થી જૈનોને સુવર્ણના મેઘ જેવા તે મંત્રીએ નગરની સર્વ જ્ઞાતિઓને ભકિત સહિત ભેજન કરાવ્યું, શ્રી સંઘની ઘણી પૂજા કરી, પરિવાર સહિત રાજાને ભકિત પૂર્વક સત્કાર કર્યો, અને પુત્રાદિકના ઉત્સર્જન વિગેરેને મહોત્સવ કર્યો, તથા સૈભાગ્યની ઉપર મંજરીની જેમ શ્રી તીર્થયાત્રાને અનુસારે દેવના આહાનને વિધિ પણ કર્યો. –બE +– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160