Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 159
________________ પ્રાપ્તિ. શ્રીદેવેદ્ર નામના સુનીંદ્રની પાટના મુગટ સમાન શ્રી ધર્માં ઘાષ નામના ગુરૂ હતા. તેમના ચરણુકમપ્રશસ્તિ, ળની રજવડે મસ્તકને પવિત્ર કરનાર પૃથ્વીધર નામના મંત્રી હતા, તેના વંશરૂપી આકાશના વિસ્તારને વિષે સૂર્ય સમાન શ્રી ઝાંઝણ મંત્રી હતા, આ ત્રણે પુરૂષો જગતના આંગણામાં જાણે ઉત્કૃષ્ટ મૂર્તિમાન દેવગયી હોય તેમ શે।ભતા હતા. પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર ( ઉજવળ ) ગુણવાળા, આનંદ આપનાર ત્રણ રત્ન વડે દેદીપ્યમાન એવા ધર્મઘાષ નામના ગુરૂના બે ચરણકમળને વિષે ભમરા સમાન અને સમૃદ્ધિવાળી અવંતીના ચિરકાળ સુધી અલંકારના મણિ સમાન શ્રી પેથડ મંત્રીના કણ ને સ્વાદિષ્ટ ( મનેાહર ) આ સુકૃતાદિકના સાગર સમાન ( સુકૃતસાગર ) નામના પ્રબંધ પૂર્ણ થયા. આ પ્રબંધ શ્રીનદિરત્ન ગુરૂના ચરણકમળને વિષે ભ્રમરપણાને પામેલા રત્નમંડને રચ્યા છે, અને વિદ્યાવડે સુશોભિત પ ંડિત સુધાનંદ ગુરૂએ આ પ્રમ'ધને દોષ રહિત કર્યા છે ( સુધાર્યા છે ), તથા આની પહેલી પ્રત આળસ રહિત ( ઉદ્યમી ) વિનચવાન નદિવિજય નામના મુનિએ લખીને પ્રગટ કરી છે. આ ગ્રંથને સત્પુરૂષા ગંધને વિસ્તારનાર વાયુના ન્યાયવડે વિસ્તારો. ૧૪૦ TOON@OX ON >> C[ ઇતિ શ્રીયુગપ્રધાન ગુરૂ શ્રીસેામસુ ંદર સૂરિની પાટના અલંકાર શ્રીરત્નશેખર સૂરિના શિષ્ય પડિત શિશમણિ શ્રીનદિરત્ન ગણિના ચરણની રેણુ સમાન શ્રીરત્નમડને રચેલા મંડન શબ્દના ચિન્હવાળા આ સુકૃતસાગર નામના ગ્રંથને વિષે શ્રીપેડના પુત્ર શ્રીઝાંઝણના પ્રબંધને કહેનારા આ આડમાં તરંગ સમાપ્ત થયા. કાર. P <x NO NO O ॥ ગ્રંથ સમાસ. ॥ ૧ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવ. ૨ જેમ પુષ્પાદિકના સુગંધને વાયુ વિસ્તારે છે તેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160