________________
૧૩૮ સુકૃતતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર. એમ કહી ધનનો વ્યય કરવામાં ધીર એવા તે મંત્રીએ વસ્ત્રને છેડે (ખે) પાથર્યો. તે વખતે “ભોજન કરીને પણ આ મંત્રીની
પરીક્ષા કરીશ.” એવી ઈચ્છાથી રાજાએ મંત્રીનું તે નિમંત્રણ સ્વીકાર્યું, અને ભેજનો દિવસ પિતે રાજાએ જ મહિનાને અંતે નિશ્ચિત કર્યો, તે ઉપર તે ધન્ય મંત્રીએ સર્વ સામગ્રી તૈયાર કરી.
પછી શ્વભ્રમતી (સાબરમતી) નદીને કાંઠે પંચ રંગી વસ્ત્રોના સુશોભિત સો ભેજનમંડપે કરાવ્યા. તેમાં દરેક મંઠપમાં દરેક જ્ઞાતિના વિવેચન પૂર્વક પાંચ પાંચ હજાર મનુષ્યને સારી રીતે ભકિતથી ભોજન કરાવી શકાય તેવી શેઠવણ કરી, અને રાજાએ પ્રયત્નથી એકઠા કરેલા કુલ પાંચ લાખ માણસને પાંચ છ દિવસે તે મંત્રીએ ભજન કરાવ્યું અને તે સર્વને સત્કાર પણ કર્યો. જેમ પર્વતની શિલાઓ ઉપર, પર્વતના શિખરે ઉપર, ખાડાઓને વિષે, આંબાના વૃક્ષે ઉપર, બહેડાના વૃક્ષ ઉપર ખાલી (ઉઝડ) સ્થાનને વિષે અને ભરેલા સ્થાનને વિષે વિગેરે આખી પૃથ્વીના દરેક સ્થાનેને વિષે એક સરખી રીતે વરસાદ ગંભીર ગજેના સહિત વૃષ્ટિ કરે છે, તેમ સુગંધી યશવાળા આ ઝાંઝણ મંત્રીએ તે મેઘની જેવીજ લીલા કરી ( એક સરખી રીતે સર્વને ભેજનાદિક કરાવ્યું.
ત્યારપછી મનમાં હસતા મંત્રીએ સર્વ લેકે સાંભળતાં રાજાને કહ્યું કે – “હે દેવ ! શું આટલી જ ગુજરાત છે? (તમારા ગુજરાત દેશમાં આટલા જ મનુષ્ય છે ?) આટલા મનુષ્ય જમ્યા છતાં પણ હજુ ઘણું વધારે બાકી રહ્યું છે (વધારે ઘણે છે).” એમ કહી તેણે રાજાને વધેલું પકવાન્નાદિક દેખાધ આશ્ચર્ય કર્યું. પછી જાણે પિતાને ઉજવળ યશ હોય એવું તે પકવાન્ન સર્વ ચૈત્યમાં અને શ્રદ્ધાળુ મનુષ્યને ઘેર પણ ઘણું ઘણું મેકહ્યું. આ પ્રકારે રાજા વિગેરેને ભેજનાદિક કરાવવામાં તે મંત્રીએ પાંચ લાખ રૂપીયાને ખર્ચ કર્યો.
ત્યારપછી કેટલેક દિવસે સારંગદેવ રાજાની રજા લઈ અદ્ભુત કર્મવડે વિશ્વને ચમત્કાર કરનાર મંત્રી સંઘ સહિત ધનને વરસાદ વરસાવતે આગળ ચાલ્યા. અનુક્રમે ચાલતાં પાપ કર્મને નાશ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org