Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 154
________________ અષ્ટમ તરંગ. ૧૯૫ તેણે જ પ્રથમ રાજાઓની યાચના કરી હતી, પરંતુ મેં તે તે બન્નેને તે રાજાએ આપ્યા, તે મેં વ્યાજબી કર્યું ન કહેવાય, તેમજ વળી આ ઝાંઝણ મહામંત્રી છે અને મારે અતિથિ છે, તેથી તેના મનમાં કાંઈ પણ ખોટું ન લાગે તેમ થવું જોઈએ.” આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રી પાસેથી કોઈપણ ધન લીધું નહીં. તે વખતે બીજા આભૂએ છનુના અર્થ એટલે અડતાલીશ લાખ રૂપીયા રાજાને આપ્યા. તે તે ઘણું લક્ષ્મીવાળા તે આભૂને હાથીના ભેજનમાંથી એક દાણ આપ્યા જેટલું જ હતું. પછી ઝાંઝણ મંત્રીએ તે છતુ રાજાઓને એક એક અશ્વ અને પાંચ પાચ શ્રેષ્ઠ વસ્ત્રો આપી તે સર્વેને પિત પિતાને સ્થાને મોકલ્યા. તેથી કરીને મહાજનએ પૂજવા લાયક તે મંત્રી રાજસાધારક (રાજાઓને આધાર) અને રાજબંદિચ્છટક ( કેદ કરેલા રાજાઓને છોડાવનાર) એવા બે બિરૂદને પામ્યું. રાજાઓ તે બન્નેએ મૂકાવ્યા હતા, અને ધન આભૂએ જ આપ્યું હતું, પરંતુ તેના યશની પ્રસિદ્ધિ તે મંત્રીની જ થઈ–છોડાવનાર તરિકે તે મંત્રી જ પ્રસિદ્ધ થશે. કહ્યું છે કે – ઘણાએ ભેળા થઈને કાર્ય કર્યું હોય તે પણ તેનું ફળ મુખ્યને જ મળે છે. જુઓ કે વધામણીના લાભમાં જિહાજ સોનાની થાય છે-મળે છે.” મહિને મહિને શ્વેત અને કૃષ્ણ બન્ને પક્ષમાં (પખવાડિયામાં) ચંદ્રની કાંતિ સરખી જ હોય છે, તે પણ તેમાં એક જ પક્ષ શુકલપણાને પામે છે–એક જ પખવાડિયું શ્વેત કહેવાય છે, તેથી કરીને એમ જણાય છે કે–પુણ્યથી જ યશ પ્રાપ્ત થાય છે. એકદા રાજાએ ઝાંઝણની સાથે ઓળખાણ અને પ્રીતિને લીધે તેને ભજન કરાવવાની ઈચ્છા થવાથી તેને નિમંત્રણ કરવા માટે તેની પાસે પિતાના પ્રધાનને મોકલ્યા. એટલે તેણે જઈને મંત્રીને કહ્યું કે–“હે મંત્રી ! તમારા સંઘમાં અસંખ્ય મનુષ્ય છે, તેથી સન્યની બાહા ( બાહુ) પકડવાના ન્યાયથી કે તે સર્વેને ભોજન કરાવવા ૧ બે સૈન્ય પરસ્પર યુદ્ધ કરતાં હોય તે તેમાં કોણે કોને માર્યો ? એવો નિશ્ચય કરવા જતાં કોઈનો હાથ પકડી શકાતો નથી કે અમુકે અમુકને જ માય તેની જેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160