________________
૧૩૪
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
mann
ફરતા હર્ષથી હષારવને કરતા તે ચપળ ઘેડાવડે લાંબી વલી બાંધી.(વેલીની જેમ લાંબા સરકલમાં તે ઘોડાઓ બાંધ્યા. ત્યાર પછી પ્રાતઃકાળે વાજિંત્રના નાદ અને તે અશ્વોના હૈષારવ વિગેરેવડે નિદ્રાને ત્યાગ કરી રાજાએ તરફ દષ્ટિ ફેરવી ત્યારે તેણે તે ઘડાઓ જોયા. જેમ કાનના કુંડળની ફરતા મેતીએ શેભે છે, જેમ સરેવરની ફરતા હું શું છે, જેમ ચૈત્યની ફરતી દેવકુલિકાઓ શેભે છે, તેમ તે મહેલની ફરતા તે અશ્વ શોભતા હતા. આશ્ચર્ય વડે વિકસ્વર દષ્ટિવાળે રાજા તે અશ્વોને જોઈ વિચાર કરવા લાગ્યો કે–“આ અશ્વો કેના છે? તથા કોણે અને કયા કાર્યને માટે અહીં બાંધ્યા છે?”
આ પ્રમાણે રાજા વિચાર કરે છે, તેટલામાં કઈ પ્રધાને પ્રથમથી આ વૃત્તાંત જાણેલે હોવાથી આવીને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે સ્વામી! આ અશ્વો આભૂએ બાંધ્યા છે.” રાજાએ પૂછયું કે–“તે આભૂ ક્યાં ગયે?” પ્રધાને કહ્યું—“હમણું આપને નમસ્કાર કરવા તે અહીં આવશે.” આ પ્રમાણે તે વાત કરે છે, તેટલામાં આભૂ પણ ભેટ લઈને રાજા પાસે આવ્યું. અને તેણે રાજા પાસે કેદ કરેલા છનનુ રાજાઓને મુકાવવા માટે વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું કે—“ઝાંઝણે તેમને પ્રથમ માગ્યા છે.” ત્યારે આભૂ બોલ્યો કે –“આ બાબતમાં ઝાંઝણે આપને વિજ્ઞપ્તિ કરી છે, પરંતુ તે આપે સાંભળી નથી (સ્વીકારી નથી.). તેથી મારા ઉપર આપને આ પ્રસાદ હ. અને તેમ કરવાથી હે દેવ ! કાંઈ પણ દેષ નથી. જે મારા કહેવાથી આપ તેમને નહીં છોડે તે “ આખા ગુજરાત દેશમાં કઈ પણ એ મેટે ઈભ્ય નહીં હોવાથી માલવ દેશના મંત્રીએ કેદ કરેલા રાજાઓને છોડાવ્યા.” એમ વાત પ્રસિદ્ધ થશે તે આપનું અને આપના દેશનું પાણી ઉતરશે. (માટે મારી વિજ્ઞપ્તિથી આપે તેમને છેડયા એ દેખાવ કરવાથી અને હું આપના દેશને હોવાથી આપનું અને દેશનું ઉલટું સારૂં દેખાશે).” આવાં તે આભૂનાં વચન રાજાના હૃદયરૂપી અરિસામાં પ્રતિબિંબરૂપ થયાં. તેથી રાજાએ તે બનેને બોલાવી પાંચે અંગની પહેરામણી આપવા પૂર્વક તે બન્નેના વચન ઉપર છાનુ રાજાઓને છોડયા. પછી રાજાને વિચાર થયે કે –“મેં ઝાંઝણ મંત્રીને વરદાન આપ્યું હતું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org