Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. પિતાના અપરિગ્રહરૂપ વ્રતનો ત્યાગ કરી જે સહાય કરી, તેથી માનું છું કે તે વખતે જમણા હાથનું લોહી તપ્યું હતું તેથી તેણે સહાય કરી હતી. કેમકે લેહી તપવામાં સ્વજનપણું જ કારણ છેસ્વજનપણાથી જ લેહીનું તપવું થાય છે. ( અહીં બને હાથ સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સ્વજનપણું સ્પષ્ટ જ છે.) રાજાએ જમણો હાથ ધારણ કર્યો તે વખતે લોકોએ જ્યા જ્ય શબ્દ કર્યો, અને રાજ સહિત સામંતાદિકે હાસ્ય કર્યું. તે વખતે જેનારા કેટલાક લેકેએ મંત્રીની ઉદારતાની પ્રશંસા કરી, કેટલાકે તેની બુદ્ધિની અને કેટલાકે તેના સાહસની પ્રશંસા કરી. શુદ્ધ ઉત્પત્તિ સ્થાનવાળું, ઉત્તમ સુગંધવાળું, રાજાઓને આપવા લાયક અને ઉજવળ વર્ણવાળું જેવું કપૂર આપ્યું, વા જ યશને પણ તે પાપે. પછી રાજાએ તે મંત્રીને કહ્યું કે–“આજ સુધી મારે જમણે હાથ કેઈએ ધારણ કરાવ્યું નથી, તે તે આજે ધારણ કરાવ્યું છે, તેથી હું તારાપર તુષ્ટમાન થયેલ છું, માટે તું ઈચ્છા પ્રમાણે વરદાન માગ.” ત્યારે મંત્રીએ કહ્યું કે- “હે દેવ! વચનની અચળતા(સત્યતા) દિક મોટા ગુણરૂપી પુષ્પવડે શેલતા કલ્પવૃક્ષરૂપ આપની પાસે હું અવસરે વરદાન માગીશ. (ત્યાં સુધી મારૂં વરદાન આપની પાસે થાપણરૂપ છે.) - ત્યાર પછી રાજાએ ત્યાંથી ઉભા થઈ તે સર્વે (બત્રીશે) સંઘપતિએને મેટા હાથીઓ ઉપર ચડાવી મેટા ઉત્સવ પૂર્વક કર્ણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યું. તેમને પોતાના રાજમહેલમાં લાવી રાજાએ પહેરામણ આપી, તથા તેમને ઉતરવા માટે મેટા આવાસો આપ્યા. ત્યાં તેઓ ત્રણ દિવસ રહ્યા. પછી ધબ્રમતી ( સાબરમતી) નામની નદીની પાસે મંડપ (માંડવગઢ) ની રચના કરી રાજાને જણાવી તેની આજ્ઞાથી તેઓ ત્યાં જઈ રહ્યા. એકદા આ રાજાએ છ— રાજાઓને કેદ કર્યા છે એમ સાંભળો તેમને છોડાવવાની ઈચ્છાથી ઝાંઝણ મંત્રી રાજાની પાસે આવ્ય, અને અવસર પામીને બેલ્યો કે–“હે દેવ ! આપે તે વખતે જે વરદાન પ્રસન્ન થઈને આપ્યું હતું અને કેશમાં સ્થાપન કર્યું હતું, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160