________________
૧૦૦
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર
વત તેં સત્ય કરી.” તે સાંભળી બંદીએ કહ્યું કે –“મેં તે એક ગુણું પણ કહ્યું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“ઠીક. તું કહે તે ખરું, પરંતુ તું કહે કે ત્યાં હમણાં શું છે? તે ત્યાં શું જોયું?” ત્યારે બંદીએ કહ્યું કે –“ ત્યાં રાજ્યને ભેગવનાર ઝાંઝણ નામને રાજા છે. તે નવીન બ્રહ્માએ અચળ ( થિર) માંડવગઢને હાલતે ચાલતે કર્યો છે.” રાજાએ પૂછયું કે—“તે શી રીતે?”બંદી બે કે–“હે દેવ ! ઝાંઝણ નામે અવંતિને મંત્રી છે, તે મેટા સંઘ સહિત અહીં આપણું નગરની સમીપે જ આવ્યું છે. તેણે વસ્ત્રના તંબુવડે માંડવગઢની સર્વ રચના યથાર્થ કરી છે. તે જાણે કે મંત્રીને ઉજ્વળ સમગ્ર યશ હોય તેમ તેની સાથે ચાલે છે.” ઇત્યાદિ તે બંદીએ કરેલું વર્ણન સાંભળીને કર્ણના પુત્ર તે સારંગ રાજાએ વિવેકી તેમજ કેતુકી હેવાથી પિતાની નગરીમાં અસાધારણભા કરાવી. તેમાં અંબા, ઝુલ અને ઘંટા વિગેરેથી હાથીઓને શણગારવામાં આવ્યા, મેટા અને પલાણ વિગેરેથી શણગાર્યા, મેટાં છત્રે, મને હર વાજી અને કુશળ સુભટને પણ તૈયાર કર્યા. એ રીતે સર્વ સમૃદ્ધિવડે શોભાની વૃદ્ધિ કરતે અને હાથીઓ વડે પૃથ્વીને ભ પમાડતે (કંપાવતે) તે રાજા ઈષ્યને ત્યાગ કરી સંઘપતિની સન્મુખ ચાલ્યા. આ વૃત્તાંત સાંભળીને મંત્રી પણ સંઘને વિષે તારણે અને ઉંચી ધ્વજાવડે વિવિધ પ્રકારની શોભા કરાવીને મેટા આડંબર સહિત રાજાની સન્મુખ ગયે. દૂરથી રાજાને જોઈને તરતજ મંત્રી પિતાની સાથે રાખેલા પાસેના (તાજા–ડા વખત પહેલાં જ થયેલા) દશ સંઘપતિઓ અને એકવીશ મહાધુરેની સાથે શ્રેષ્ઠ અશ્વપરથી નીચે ઉતર્યો. રાજા પણ પાસે આવ્યા ત્યારે ગાઁપરથી નીચે ઉતર્યો તે વખતે તે બત્રીશે મહાપુરૂષે રાજાની પાસે ભેટ મૂકી તેને પગે લાગ્યા. રાજાએ તે સર્વનું સન્માન કરી તથા મંત્રીનું વિશેષ સન્માન કરી પિતે અશ્વપર આરૂઢ થઈ તે સર્વેને મેટા આગ્રહથી અપર ચડાવ્યા. ત્યારપછી રાજાતે સર્વ સહિત આગળ ચાલ્ય, સંઘ સમીપે આવતાં તેણે માંડવગઢની રચના જોઈ, તે વાયુથી ફરકતી ધ્વજારૂપી તરંગવાળા ક્ષીરસાગર જેવી શેભતી હતી. તેની પ્રદક્ષિણા કરતાં
૧ મેટા શેઠીયાએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org