________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર
તેની ભાર્યાએ તેને રમવાને ઘણે નિષેધ કર્યો, તે પણ તે શેઠ છેવટ પિતાના મહેલને પણમાં મૂકી રમવા લાગ્યું. કહ્યું છે કે–
" मिष्टा रागेषु वैराटी, मिष्टा हारि१रोदरे। __ मिष्टं रोषणकं स्नेहे, मिष्टा मारिर्विरोधिनि ॥ २ ॥"
બધા રાગોમાં વેરાટી નામને રાગ મીઠે લાગે છે, જુગારમાં પરાજય મીઠે લાગે છે, સ્નેહમાં રીસાવું મીઠું લાગે છે, અને શત્રુપર મારે ચલાવવો મઠે લાગે છે. ”
છેવટ તે શેઠ મહેલ પણ હારી ગયે, ત્યારે ધૂર્ત બે – તમે અહીંથી નીકળી જાઓ, એમ તમને મારે શી રીતે કહેવાય? પરંતુ તમે તમારી જાતે જ જેમ એગ્ય લાગે તેમ કરે.” તે સાંભળી રાત્રિને છેલ્લે અર્ધ પ્રહર બાકી રહ્યો હતે તે વખતે જેમ પ્રભાત થવાથી પારકા મહેલમાં પેઠેલે ચેર કાંઈપણ લીધા વિના ત્યાંથી નીકળી જાય તેમ તે શેઠ પિતાની પ્રિયાને આગળ કરીને કોઈપણ વસ્તુ વિનાને ( હાથે પગે) તે મહેલમાંથી નીકળી ગયું. તે ચિંતા સહિત જેટલામાં બહાર આવે છે, તેટલામાં રાજાદિકના આગમનને સૂચવનારા તરંગની જેવા ચપળ અશ્વોની ખરીઓ શબ્દ સાંભળવામાં આવ્યા. આને સંબંધ આ પ્રમાણે છે કે મંત્રીની પ્રિયાના કહેવાથી રાત્રિને ચેાથે પ્રહરે લીલાવતી રાણી ને વાંદવા માટે નીકળી હતી. તેણીએ પ્રથમથી કુંચીઓને ઝુડે પિતાની પાસે મંગાવી રાખ્યું હતું, તેથી તે ચેનાં દ્વારે ઉઘાડીને પિતાના આત્માના પ્રવેશને માટે સિદ્ધિના દ્વારેને તેણીએ ઉઘાડ્યાં. તેમાં મુખ્ય બિંબની પાસે (ગભારામાં) તેજવ અંધકારને નાશ કરનાર અને અંજન (મેષ) વિનાના એક એક અમૂલ્ય રત્નદીપકને તેણુએ મૂકયા તથા શત્રુજાવતાર નામના આદિનાથના મુખ્ય ચૈત્યમાં દેદીપ્યમાન સુવર્ણના લાખ યવ પણ મૂક્યા. જે માણસ લક્ષ પ્રતિપદાને દિવસે જિનેશ્વરની પાસે લાખ ધાન્યને (ધાન્યના લાખ દાણાને) મૂકે છે, તે માણસ આ ભવ અને પર ભવમાં બે રીતે અમાત્રાધાન્ય થાય છે.
૧ લાખી પડે એટલે કાર્તિક સુદી એકમ, ૨ અપ્રમાણ (ધણા) ધાન્ય વાળા તથા માત્ર એટલે કાના વિનાને ધાન્ય એટલે ધન્ય (પુણ્યવાન) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org