________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, વાણીયાને તે દેશની સાથે તે પુત્રના સંબંધ માટે વિવાદ થયે, કે જેમાં સર્વ મનુષે હસવા લાગ્યા.
હવે તે ધૂર્ત રસેઈ કરાવી ભોજન કરી ઉત્તમ વેષ ધારણ કરી કામકાંતા નામની વેશ્યાને ઘેર ગયો. ત્યાં ધૂર્તતાથી ઉપાર્જન કરેલાં તે વસ્ત્રો તેણે પ્રસન્ન થઈને વેશ્યાને આપ્યાં. ગાયને વધ કરી કાગડાને પિષણ કરનાર જેવા તે ધૂર્તને ધિક્કાર છે. જેઓ વેશ્યાઓને વિષે ધર્મને નાશ કરનાર ધનને યય કરે છે, તે મૂર્ખજને સુવઈના ભાલાને કાદવમાં નાંખવા જેવું કરે છે. જ્યાંસુધી દાનરૂપી જળની વૃષ્ટિ થાય છે ત્યાંસુધી જ જેઓની કાંઈક આદ્રતા રહે છે, તેવી મારવાડ દેશના જેવી વેશ્યાઓને વિષે કોણ બુદ્ધિમાન રાગ (પ્રીતિ) કરે? વેષની પ્રાપ્તિથી વિશ્વાસ પામેલી વેશ્યાએ એકદા મણિ અને ખેતીનું જડેલું રાજપુત્રે આપેલું મનહર સુવર્ણકુંડળ પહેર્યું. જેટલામાં તેજવડે સૂર્યમંડળને પણ તિરસ્કાર કરનાર તે કુંડળ ધૂર્ત , તેટલામાં તેને તે લઈ લેવાની ઈચ્છા થઈ કેમકે જેની જે પ્રકૃતિ હોય તે કેમ જાય? હનુમાન ઐશ્વર્ય પામ્યા છતાં પણ ફળ લેવા માટે ફાળ મારતું હતું, તથા બિલાડો કીડામાં મગ્ન થયો હોય તે પણ ઉંદર દેખે તે તરતજ તેને પકડવા દેડે છે. તેથી તે ધૂર્ત બે કે—“હે સારી ભૂકુટિવાળી ! એક કુંડળથી બરાબર શોભા આપતી નથી, તેથી તે મને આપ, કે જેથી તેને અનુસાર તેના જ જેવું બીજું કુંડળ હું કરાવી લાવું. ” તે સાંભળીને વાંદરાને કેરી આપવાની જેમ તેણીએ લેભથી તે કુંડળ તેને આપ્યું. એટલે તે ધૂર્ત તેને લઈને ચાલ્યા ગયે. ફરીથી ત્યાં આવ્યું જ નહીં.
આવા અવસરે દીવાળીના દિવસે આવ્યા. વર્ષાઋતુની જેમ તે દિવસોમાં મનુષ્યના હૃદયરૂપી સરોવરમાં રહેલું હર્ષરૂપી જળ મર્યાદા રૂપી પાળને ઓળંગીને ચોતરફ પ્રસરે છે. પ્રાયે કરીને તે પર્વમાં સર્વ જને અલંકારાદિકનું મંડન કરે છે, દીવાઓ કરે છે, આનંદમાં વતે છે, સારૂં સારું ભજન કરે છે, મુખમાં તાંબૂલ વિગેરેને રંગ કરે છે અને સારે વેષ ધારણ કરે છે. તે દિવસેમાં સ્ત્રીઓના હાથમાં રહેલી ઢિંકુલીરૂપી ગોફણોથી મૂકેલા લાડુરૂપી ગેળાઓ નિશાનરૂપ કરેલા મનુષ્યને જીવાડે છે એ મોટું આશ્ચર્ય છે. દિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org