________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
તે બને જુગારીને સેંપી કહ્યું કે –“હે વામી ! આજ તે આ બનેને આપ છોડી મૂકે. પ્રથમ તે આ શેઠે આલેયણ લેનારની જેમ યથાર્થ પણે પિતે કરેલા દુષ્કતને પોતે જ કહી આપ્યું છે, તેથી તે આરાધક છે માટે તેને દંડ કરે કેમ ઉચિત હોય ? તથા હું તમારી દાસી છું તેથી મારા પર કૃપા કરીને આ બીજા રંક જેવાને પણ આપ મુકી દ્યો. આના દંડથી ઉત્પન્ન થતા પાપવડે મારે આત્મા નરકને અતિથિ ન થાઓ.” તે સાંભળી ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા રાજાએ કહ્યું કે–“હે દેવી ! આમને માટે તું વધારેન બેલ મારી આજ્ઞાને ભંગ કરવાથી શત્રુની કિયાને લાયક થયેલા આ બેમાંથી એકેને પણ હું છોડવાને નથી.” કહ્યું છે કે –
દાજ્ઞામ નરેન્નાઈ, વૃત્તિ છેલો દિનનનમ્
पृथक्शय्या च नारीणा-मशस्त्रवध उच्यते ॥३॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરે, બ્રાહ્મણની આજીવિકાને નાશ કરે અને ભાયાની જૂદી શયા રાખવી, આ તેમને શસ્ત્ર રહિત વધ કહેલો છે.”
આ પ્રમાણે તે બન્નેને અશુભમાં જ દ્રઢ ચિત્તવાળા રાજાને જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ પામતી રાણું રોષ કરીને ગઈ. બે ત્રણ દિવસ ગયા છતાં પણ રેષને ત્યાગ ન કર્યો ત્યારે કામદેવથી ગ્રહણ કરાયેલા હૃદયવાળે રાજા તેણુને શાંત કરવા તેણીની પાસે આવ્યા.
" त्रिलोकी तृणवद्येषां, करवाले करस्थिते ।
तेऽपि कुप्यत्प्रियानेत्र-त्रिभागभ्रान्तिभीर वः ॥४॥” ।
જેમના હાથમાં ન હોય તે વખતે જેમની પાસે ત્રણ જગત તૃણ સમાન લાગે છે, તેઓ પણ કાપ કરતી પ્રિયાના નેત્રને ત્રીજો ભાગ ૧ભમવાથી પણ ભય પામે છે.
પછી રાજાએ રાણીને કહ્યું કે –“હે પ્રાણેશ્વરી ! તારા વચનથી તે બન્નેને મેં જીવતા મૂક્યા છે, પરંતુ આગળ ઉપર ધૂતની ‘નિવૃત્તિને માટે તે બન્નેનું વગેણું (ફજેતી) તે હું કરીશ.” તે
૧ નેત્રના છેડાના કટાક્ષથી. ૨ ચૂત ન રમે તેટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org