________________
અષ્ટમ તરંગ.
૧૧૯
મેકલ્યું હતું, તેના બે હજાર સ્વારે અને બીજા એક હજાર પત્તિઓ આખી રાત્રિ તંબુઓના કિલ્લાની ફરતા ભમતા હતા. મંત્રીશ્વર સર્વ જને જમી રહ્યા પછી જમતું હતું, સર્વ જને સુતા પછી સુતે હતું, અને પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગતું હતું. ચાલતી વખતે માર્ગમાં સર્વ સંઘની પાછળ સિંઘન સન્નદ્રબદ્ધ થઈને એક હજાર રવા સહિત ચાલતું હતું, અને બે પડખે પાંચ પાંચ વારો સંઘનું રક્ષણ કરતા હતા, તથા સંઘની આગળ શબ્દ કરતી ઘુઘરીઓ સહિત પલાણેલા ઉત્તમ અશ્વપર આરૂઢ થયેલે અને તેથી કરીને ઉચ્ચ શિવસ નામના અશ્વપર આરૂઢ થયેલા ઇંદ્રની શેભાને ધારણ કરતે બળવાન મંત્રીશ્વર બખ્તર પહેરી આયુધ ( શાસ્ત્રને) ધારણ કરી એક હજાર અર્ધા અને પત્તિના સમૂહ સહિત માર્ગમાં વાજિ
ના મોટા શબ્દ પૂર્વક ચાલતું હતું. આવી રીતે ચાલતા સંઘની ઉડેલી રજવડે ઇંદ્રાદિક દેવે પાપને નાશ કરનારૂં સ્નાન કરતા હતા,
અનુક્રમે ચાલતે તે સંઘ બાલપુર નામના નગરમાં આવ્યું. ત્યાં મંત્રીશ્વરને મા નરપતિ નામને શ્રેષ્ઠી રહેતો હતો, તેણે સંઘને માટે પ્રવેશ ઉત્સવ કર્યો. ત્યાં ચોવીશ તીર્થકરેના બિંબની સ્થાપના કરી તે મંત્રીશ્વર સંઘ સહિત પૃથ્વીરૂપી સ્ત્રીના નેત્ર સમાન ચિત્રકૂટ (ચિડગઢ) માં આવ્યું. ત્યાં સમગ્ર સંઘે ચૈત્યપરિપાટી વિગેરે સવિસ્તર કરી ત્યાં રહેલા વિચિત્ર પ્રકારના આશ્ચર્યોને કેતુક પૂર્વક જોયાં. ત્યારપછી સંઘ પાપના સમૂહને નાશ કરનાર કરકેટક નગરમાં ગયે, ત્યાં ઉપસર્ગનું હરણ કરનાર શ્રી પાર્ધાનાથની શ્યામ પ્રતિમા છે, તેને સંઘે નમસ્કાર કર્યા. ત્યાં મોટા ઉત્સવ પૂર્વક જે અવસરે મંત્રીશ્વરને સંગને ઇંદ્ર (સંઘપતિ) કરવામાં આવે, તે વખતે પંડિત જનેએ આ પ્રમાણે શંકા-ઉલ્ટેક્ષા કરી કે–“શું આ મંત્રીરૂપી સુભટ કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમકે તેનું વિશાળ ભાલરથળ (કપાળ) ધનુષ જેવું છે, તેમાં સરળ ભ્રકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે, અને તેમાં મને હર તિલક કરેલું છે તે પ્રત્યંચાપર ચડાવેલા તીણ બાણ જેવું છે.” જ્યારે મંત્રીને તિલક કર
૧ જેણે બખ્તર ધારણ કર્યું હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org