________________
૧૧૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર જિનેશ્વરની ભકિતથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જે તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીહી છે એમ જાણવું.
એકદા સૂર્યની જેવી ભાવાળા તે મંત્રીએ મધ્યાન્હ સમયે કર્મને છેદવામાં દેદીપ્યમાન ચક સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી–એક પહેચ્છાનું અને બીજું ઉત્તરાસણનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી, મુખકમળને વિષે કેશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિ પૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પિતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુપે આપવા માંડ્યા, તે પુરવડે તે ભગવાનની અદ્ભુત આંગી રચવા લાગે.
આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઈચ્છા થઈ કહ્યું છે કે–
“સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું છે, . કૈધ (ભેદ કરવે) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું ) આ છે - જાના રાજ્યરૂપી કેળના વનને રક્ષણ કરનારા પહેરેગીર છે.”
પછી રાજાએ સંધિ, વિગ્રહ વિગેરેમાં નિપુણ એવા દૂતને શીગ્રપણે એકલવાની ઈચ્છાથી જેશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય નામનું મુહૂર્ત શ્રેષ્ઠ જણાવ્યું. કહ્યું છે કે—
દિવસના પહેલા બે પહેરમાં એક ઘડી એછી હોય તે અને પાછ ળના બે પહોરની એક (પહેલી) ઘડી અધિક આ બે ઘડી (મધ્યાકાળની) વિજય નામનો યુગ [ મુહૂર્ત ] કહેવાય છે. તે સર્વ કાર્યને સાધનાર છે.”
તે વિજય મુહૂર્તમાં ડૂતને મોકલવાની ઈચ્છાવાળા રાજાએ વિચાર કરવા માટે પૃથ્વીધર મંત્રીને બોલાવ્યું. તેને બોલાવવા માટે રાજાને એક સેવક તેને ઘેર ગયે, તેને મંત્રીની પત્ની પ્રથમિણીએ કહ્યું કે–“ અત્યારે મંત્રીને પૂજાને સમય વર્તે છે, તેથી હમણાં આવી શકશે નહીં.” તે સાંભળી તે પુરૂષ પાછા ગયે. ત્યારે રાજાએ ફરીથી બીજા પુરૂષને મેકલ્યા. તેણે પણ જઈ મંત્રીના દ્વારમાં ઉભા રહી રાજાએ કહેલું કાર્ય દાસી દ્વારા મંત્રીને કહેવરાવ્યું. તેનું વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org