________________
વિષ્ટ તરંગ.
ળીને આવવાથી ચૌદશને દિવસે કેઈ વ્યસનવાળે માણસ પણ રાજાના ભયને લીધે ઘૂતની કીડા કરતું ન હતું. તે નગરમાં ઘણું લક્ષમીવાળો શ્રીપાળ નામને શેઠ ધૂત રમવામાં અતિ આસક્ત હતું, તે વૃત્તાંત સાંભળીને તે પૂર્વ ધનિકને વેષ લઈ રમવાની ઈચ્છાથી તેને ઘેર ગયે. ત્યાં તેને તે શેઠે આવકાર પૂર્વક આસન આપ્યું, એટલે તેને પૂર્વે કહ્યું કે–“હે શેઠ ! આજ તમે ધૂત કેમ રમતા નથી ? કેમકે આજને દિવસ સર્વ ધૃતના દિવસોમાં નાયક છે.” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે “તમે કહો છો તે ખોટું નથી, પરંતુ રાજાને હુકમ ઉલ્લંઘન કરવામાં જેટલે ભય છે તેટલે યમરાજને પણ ભય નથી.” ત્યારે ધૂર્ત બે કે --“જે રાજા જાણે તે ભય ખરે, પરંતુ તેવું ગુપ્ત ધૂત રમીએ કે રાજા જરા પણ જાણી ન શકે.” આ પ્રમાણે કહીને તેણે પણ (શરત) માં મૂકવાનું તે ઉજ્વળ કુંડળ તેને દેખાડયું. તે જે તે શેઠે પિતાની પ્રિયા પાસે પાટ, પાસા અને સેગઠા મંગાવ્યાં. રત્નરૂપી નક્ષત્રોથી શોભતા કુંડળરૂપી ચંદ્રને જે તે શેઠને લેભરૂપી સમુદ્ર ઉછળવા લાગ્યું–લેભસાગરના કોલા ઉછળવા લાગ્યા. કહ્યું છે કે – “નિવમદદ્દા– રામાપા ! નવરાત્રીત્વે ૨, પદ્મ શ્રી દgિ : ? ”
નિર્દયતા, અહંકાર, લેભ, કઠેર ભાષણ અને નીચ પાત્રને વિષે પ્રીતિ આ પાંચ લક્ષ્મીના સહચારી છે ( જ્યાં લક્ષ્મી હોય ત્યાં આ પાંચ દેવ હોય છે. )
ત્યારપછી ઓરડાના દ્વાર બંધ કરી તેને સાંકળ તથા તાળું વાશી તે બને ચતુર જને મેટી ઈરછાથી પાસે રમવા લાગ્યા. જેમ વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર વારંવાર જાવ આવ કરે છે, તેમ કેટલાક વખત જય તે ધૂર્ત અને શ્રેષ્ઠીની વચ્ચે જાવ આવ કરવા લાગે (કેઈ વખત ધૂર્ત અને કઈ વખત શ્રેણી એમ બન્નેને વચ્ચે વચ્ચે જય થવા લાગે.) પછી શ્રેણીનાં નેત્ર વિદ્યાવડે બંધ કરીને તે ધૂર્ત તે ન જાણે તેમ પાસાદિકના પટવડે વારંવાર જીતવા લાગ્યા. અનુક્રમે તે શ્રેષ્ઠી પોતાનું સર્વ ધન, ધાન્ય અને અલંકારે હારી ગયે. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org