________________
૪
સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર.
સર્વે લોકો પાતપેાતાની દુકાને છેડીને સર્વ દિશાઓમાં નાસવા લાગ્યા. તે હાથી જાણે પેાતાને વધાવવા માટે હોય તેમ માતીના સમૂહને ઉછાળવા લાગ્યા, વસ્ત્ર રહિત દિશાએરૂપી સ્ત્રીઓને જાણે વસ્ત્ર દેવાની ઇચ્છા હાય તેમ વસ્ત્રોને ઉછાળવા લાગ્યા, તેલ અને ઘીની માટી નીકે વહેવરાવા લાગ્યા, વાવણી કરતા ખેડુતની જેમ ચાતરફ ધાન્ય ફ્રેંકવા લાગ્યા, મોટા અખંડ લાડુઆવડે દડાને ઉછાળવાની ક્રોડા કરવા લાગ્યા, અને સલ્લકી વૃક્ષના પાંદડાંની જેમ નાગરવેલના પાન ખાવા લાગ્યા. આ પ્રમાણે મેરૂપ ત જેમ સમુદ્રનું મથન કરે તેમ ચોટાનું મથન કરી તે હાથી નગરના કિલ્લાની મહાર ગયા. તેને કોઇપણ સુભટ, હાથી કે ઘેાડા રેકી શકયા નહીં. ત્યાં નગરની બહાર એક માટે પાંદડાંએવડે ઘટાટોપવાળા વટવૃક્ષ હતા, તે એક ભૂતવડે અધિષ્ઠિત હતા, તથા પૃથ્વીનુ જાણું છત્ર હોય તેમ તે શેલતા હતા. તે વટવૃક્ષમાં રહેલા જે ભૂત છે તે તે વૃક્ષની શાખાને ભગાર્દિક કરનારા પ્રાણીઓને તત્કાળ આપત્તિમાં નાંખતા હતા. આવા તે વૃક્ષને સન્મુખ જોઈ ક્રોધથી ત્રણ ગુણા ખળવાન થયેલા તે હાથી એ પેાતાની પ્રચંડ સુંવડે ભરડા લઇને તેને મૂળમાંથી ઉખેડી નાંખ્યા. તે વખતે તે હાથીના કષ્ટ આગમનેા અને રાજાના હૈના પ્રયાણના જાણે દુદુભિ વાગ્યા હાય એવા મનને અતિ કટુ લાગે તેવા કોઇક મોટો કડાકા થયા. તે સાંભળી કૌતુકથી લોકો પોતાના ઘરના ઝરૂખા ઉપર ચડી જોવા લાગ્યા, તે વખતે તે હાથી આગળ ચાલ્યા. તેવામાં કાપ પામેલા તે ભૂતે તેના શરીરમાં ઉતરી તેને ત્રણવાર ભમાડી પૃથ્વીપર પાડી દીધા. પેાતાના ઘરને ( સ્થાનને ) પાડનાર ઉપર કાણુ ક્ષમા રાખી શકે ? પત જેવડી કાયાવાળા તે હાથી પડયા ત્યારે પતા સહિત પૃથ્વી કંપી, અને શેષનાગ પણ પુખ્ત ( વાંકા ) થઈ ગયા ( નમી ગયા ). આ કિકત જાણીને રાજા તેના તરફ દોડયા. તેની પાસે આવી તેને મરેલા જેવા જોઇ જાણે વજ્રથી હણાયા હોય તેમ તે મૂર્છા પામ્યા. કારણ કે તે હાથી જ રાજ્યનું જીવિત છે. લીલા કેળના પાંદડાંવડે પવન નાંખવાથી તે રાજાને ચૈતન્ય આવ્યું ત્યારે ડાહ્યા પુરૂષોએ તેનુ કારણ જાણીને તેને વિજ્ઞપ્તિ કરી કે—“ હે દેવ ! આ હાથી જીવતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org