________________
-
પંચમ તરંગ.
છે. પણ તે ભૂતથી દૂષિત થયે છે, તેથી ઉત્સુકતાપૂર્વક તેના દેષરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘની ધારા સમાન ચિકિત્સા કરાવે.” ત્યારે રાજાએ તેમના કહેવાથી તે હાથીના શરીર જેવડે મેટે અડદને ઢગલે કરી મૂર્તિમાન જાણે પિતાનું પાપ હોય તે તે ઢગલે બ્રાહ્મણને આપી દીધું. તે ઉપરાંત મણિ, મૂળ અને મંત્ર વિગેરેના ઘણા પ્રતીકારે (ઉપાયે) પણ કરાવ્યા. પરંતુ તે સર્વે ખળ પુરૂષના ઉપકારની જેમ તેને ગુણકારક થયા નહીં. તે પણ આશા બળવાન હોવાથી અનેક ઉપચારને કરાવતે રાજા તે હાથીની ફરતું સૈન્ય રાખીને પિતે ભજન કરવા માટે પિતાના મહેલમાં ગયે. ચિંતાથી વ્યાસ તે રાજાને જોઈ ચતુરા નામની દાસીએ તેને કહ્યું કે–“હે દેવ ! હાલમાં શીળની લીલાવડે મંત્રીની જે કોઈ પણ આ જગતમાં નથી, તેથી અતિશયવાળા (પ્રભાવવાળા) તેના પહેરવાના વસ્ત્રવડે તે હાથીને ઢાંકવામાં આવે તે જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વીને લોક અંધકારના દેષરહિત થાય છે, તેમ તે હાથી પણ ભૂતના દેષરહિત થાય. તેના જ પહેરવાના શ્રેષ્ઠ ચીરવડે આચ્છાદિત થયેલી લીલાવતી પણ પહેલાં પ્રેતરૂપી વરથી મુક્ત થઈ હતી.” આ પ્રમાણે કહેતાં જ રાજાને અનિષ્ટ એવી લીલાવતીનું નામ દેવાથી શંકા પામેલી તે દાસી આટલું જ બોલીને રહી ગઈ. રાજાએ પણ તેણને કાંઈ પૂછયું નહીં. પરંતુ તેણે એટલું વિચાર્યું કે –“આ દાસીના કહેવા પ્રમાણે પણ એકવાર કરી જેઉં, કેમકે નદીના પૂરવડે તણાતે માણસ કાંઠે ઉગેલા ડાભનું પણ અવલંબન કરે છે.” આ પ્રમાણે વિચારી પેથડ મંત્રીનું વસ્ત્ર લાવવા માટે તેણે તે જ દાસીને મેકલી, ત્યારે તે દાસીએ તેની સ્ત્રી પાસે જઈ કારણ કહી મંત્રીનું વસ્ત્ર માગ્યું, એટલે તેની પ્રિયાએ બ્રહ્મચર્ય વ્રતવાળા મંત્રીએ દેવપૂજાને વખતે પહેરવાથી પવિત્ર કરેલું દિવ્ય દુકૂળ તે દાસીને આપ્યું. પછી દાસીએ લાવીને આપેલું તે ચીર લઈને રાજા હાથીની પાસે ગયો, અને માણસે પાસે તે હાથીને તે રાતા વસ્ત્રવડે આરછાદિત કરાવ્યું. તે વખતે ચપળતા રહિત વીજળીરૂપી વલ્લભાને હૃદયમાં ધારણ કરી નિદ્રાવડે શ દ રહિત થયેલે મેઘ જાણે કે પૃથ્વી પર આવી વિશ્રાંતિ પામ્યું હોય તે તે હાથી રોભવા લાગે. શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org