________________
પંચમ તરંગ.
૮૯
ત્યારપછી મંત્રી ભાજન કરવા માટે પેાતાને ઘેર ગયા, અને સાંજે રાજા પાસે આવીતેણે જણાવ્યુ કે—“હે સ્વામી ! ઘણી ખુશીની વાત છે કે દેવી મારે ઘેર આવી ગયા છે.” તે સાંભળી હથી વિકસ્વર થએલા નેત્રવાળા રાજાએ “ હાંસી કરા છે ? કે સત્ય કહા છે ? એમ તેને પૂછ્યું, ત્યારે પ્રધાને તેને સત્યતાની પ્રતીતિ ઉપજાવી. પછી હર્ષ પામેલા રાજાએ આજ્ઞા કરીને આખી નગરીમાં શેાભા કરાવી. પછી એક વર્ષ જેટલી લાંખી થએલી રાત્રિને નિમન કરી હ પામેલા રાજા આઠમે દિવસે પ્રાતઃકાળે મેાટી લક્ષ્મી ( શાલા ) સહિત પૃથ્વીધરને ઘેર ગયા. ત્યાં તેણે પડવાના ચંદ્રની રેખા જેવી નિસ્તેજ અને અત્યંત ક્રૃષ શરીરવાળી તથા શ્વેત વસ્ત્રને ધારણ કરેલી અકલકત લીલાવતીને જોઈ. તે વખતે રાજાએ તે રાણીને ઘણા દુકૂળ ( વસ્ત્રો ) અને આભરણા સહિત અત્રીશ લાખ રૂપીયા આપ્યા. મેહવાળા પુરૂષો સ્ત્રીને પોતાના પ્રાણા પણ આપી દે છે. માઘ કવિએ જેમ ભાજ રાન્તને જમાડ્યા હતા, તેમ તે મંત્રીએ રાણી સહિત રાજાને સ્વાદિષ્ટ અને પરિમિત ભાયાક્રિક વડે પ્રસન્ન કર્યા. પછી રાજા ત્યાંથી પોતાના મહેલ તરફ ચાલ્યા. જેમ વિષ્ણુ લક્ષ્મીને લઇ સમુદ્ર થકી નીકળ્યા હતા, તેમ આ રાજા હાથીપર આરૂઢ થઇ ભૂષિત કરેલી પ્રિયાને પેાતાની આગળ એસાડી મંત્રીના ઘર થકી નીકળ્યો. ઘણા વધામણા, ઘણા વાત્રાના શબ્દો અને ચાતરફ ઉંચા તારણુ અને ધ્વજાથી શણગારેલા નગરમાં મહાત્સવ પૂર્વક જાણે નવા લગ્ન કર્યાં હાય તેમ તે રાજા તે વધૂને પેાતાના મહેલમાં લાવ્યેા. તે જોઇ લેાકેા ખેલવા લાગ્યા કે સાકર જેવા પ્રેમથી અને મરચાં જેવા રાષથી જતી રહેલી રાણીને મનાવીને રાજા આજે પેાતાના મહેલમાં લઇ જાય છે. ” આશ્ચર્ય છે કે તે રાણીની આપત્તિ પણ તેણીના માન, પૂજા અને યશને માટે જ થઇ. જેમકે આંબાને વિષે તીવ્ર લૂ પણ કેરીના રૂપ, ગંધ અને રસની લક્ષ્મીને માટે જ થાય છે, અથવા તેા લેાકેાત્તર ચારિત્રવાળાની આપત્તિ પણ સંપત્તિને માટે થાય છે. જેમકે અગ્નિ શોચ જાતનું વસ્ત્ર અગ્નિમાં નાંખવાથી જ નિ`ળતાને પામે છે. પછી
(6
૧ કિનખાબ જેવી જાતનું.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org