________________
પંચમ તરંગ.
તેને આપેલું ઉત્તમ વસ્ત્ર તેણીને કેમ આપે? યોગ્યતા નહીં છતાં શ્રેષ્ઠ વ્રતના ભારને સ્વીકાર કરીને નદિષેણ, આદ્રકુમાર અને મદનકીતિ વિગેરે મુનિઓએ ચારિત્રને ત્યાગ કર્યો હતે. તે હવે આ સ્ત્રીને દેશનિકાલ કરવા માટે મંત્રીને જ જે આજ્ઞા આપું, તો તે દુર્મતિ મંત્રી પણ તેણીની સાથે જ વિદેશમાં જાય, અને તેમ થવાથી અલક્ષ્મી (અળસ) ગઈ કહેવાય અને મંત્રીને પણ પ્રસન્ન કર્યો કહેવાય.” આ પ્રમાણે વિચારીને રાજાએ તત્કાળ મંત્રીને બોલાવી તેણુને દેશનિકાલ કરવાનું ફરમાવ્યું. તે સાંભળી રાજાનું અવિચારિત કાર્યનું અનુમાન કરી મંત્રી જાણે અંધારી રાજ્યલક્ષ્મી હોય તેવી તેણીને પિતાને ઘેર લઈ ગયે. રાજાએ તેણીને દર મૂકી કે નજીકમાં મૂકી ? ઈત્યાદિ કાંઈ પણ મંત્રીને પૂછયું નહીં. કેમકે અપ્રિય જનની વાર્તા તે દૂર રહે, પરંતુ તેનું નામ પણ દુઃખદાયી થાય છે.
લીલાવતીને દેશનિકાલ સાંભળી કદંબા રાણી હૃદયમાં અત્યંત આનંદ પામી. લેક સપત્નીને, સર્પણને અને શાકિનીને સરખી કહે છે, તે સત્ય છે. તેલ ચાળતી વખતે સપત્નીના તેલના બિંદુવડે પાર્વતીનું ચીર (વસ્ત્ર) જે દૂષિત થયું, તે જીવતી સપત્ની કેમ શુભ હોય? મંત્રીએ લીલાવતીને પૂછયું કે–“તમારો શે અપરાધ હતો?” તે બોલી કે –“ તાત! મને કાંઇ ખબર નથી.” ઇત્યાદિક કહેતી એવી તેણીને આશ્વાસન કરી મંત્રીએ તેને પિતાના ઘરમાં ગુપ્ત રાખી. પછી તેણુએ વિચાર કર્યો કે –“રાજાએ કાઢી મૂકી તેથી પિતાને ઘેર જતાં પણ મને લજજા આવે છે, તેથી બને પક્ષથી ભ્રષ્ટ થયેલી મારે મરવું એ જ શરણ છે.” એમ વિચારી દ્વાર બંધ કરી પોતાના દેહને અધર બાંધીને લટકાવવા તૈયાર થઈ તેટલામાં પુણ્ય ત્રુટી જવાથી પ્રાણુ જેમ સ્વર્ગમાંથી નીચે પડે છે તેમ દોરે ત્રુટી જવાથી તે નીચે પડી. તે વખતે અકસ્માત્ પડવાને અવાજ સાંભળીને વ્યાકુળ થયેલી મંત્રીની પ્રિયા એકદમ દ્વાર ઉઘાડી અંદર ગઈ, એટલે તેણીની તેવી ચેષ્ટા જોઈ તે ઉત્તમ બુદ્ધિવાળી બોલી કે–“હે ભેળી! નીચ સ્ત્રીને ઉચિત આવું કાર્ય શું આરન્યું?રાણું બોલી કે–“હે માતા ! રાજાએ અપરાધ વિના મને ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org