________________
પ્રથમ તરંગ,
જે સારી પ્રવૃત્તિ (પ્રસિદ્ધિ) પ્રથમ પ્રવર્તેલી હોય, તે પછીના પાપથી નષ્ટ થતી નથી. જેમકે ગંગા નદી મડદાં અને હાડકાંના સમૂહવડે અત્યંત ભરેલી છે તે પણ તે લેકમાં અત્યંત પવિત્ર (તીર્થ. રૂપ) ગણાય છે”
આવા પ્રકારની નગરીની નિંદાને નગરીમાં પ્રવેશ કરતા તે દેદ વણિકે સાંભળી, તેથી તેનું હૃદય દુભાયું, એટલે તેણે તેઓને કહ્યું કે–“હે વેપારીઓ ! સર્વ નગરીઓને મધ્યે શ્રેષ્ઠ એવી આ નગરીને તમે દૂષણ આપે છે, તે શું અમાન–અપાર લમીથી ભરેલી આ નગરીમાં તમારું કરીયાણું વેચાયું નથી ? હે ભદ્રો ! સમુદ્રમાં ગયેલી નદીની જેમ અને મેક્ષમાં ગયેલા જીવની જેમ આ નગરીમાં આવેલું કરીયાણું અત્યાર સુધી કેઈવાર પાછું ગયું નથી.” તે સાંભળી તેઓ બોલ્યા કે—“તમે સત્ય કહ્યું. તે પ્રમાણે હશે પણ ખરૂં, પરંતુ અમેએ અહીં આણેલું કેશર વેચાયું નથી, તેથી તે પાછું જાય છે, તમે ગ્રહણ કરે.” ત્યારે દેદે તેમને મેગ્ય ધન આપીને પચાસે પઠે લઈ લીધી. તેમાંથી ઓગણપચાસ પઠેનું કેશર ચુનામાં નાંખી તે ચુને પૌષધશાળાના મકાનમાં વાપર્યો. આવું તેનું ઉદારપણું સજજનોના ચિત્તને આશ્ચર્યદાયક થયું. રાજાએ પણ તે વાત સાંભળી દેદને બોલાવી સર્વ હકીકત પૂછી. તે સાંભળી પિતાની નગરીને મહિમા વધારવાથી પ્રસન્ન થયેલા રાજાએ તેને વસ્ત્ર અને દ્રવ્ય વિગેરે આપી તેને સત્કાર કર્યો. કહ્યું છે કે
જૂનુ સેવવશ થાવ, સત્તિ નૈ તિવા | દુનાવાતે તુ તાત-સ્વામિ વિશીર્વચે છે ૨૦ ”
અપકીર્તિને આપનારા પુત્ર, સેવક અને શિષ્યાદિક દુનિયામાં ઘણાએ હોય છે, પરંતુ જેઓ પિતા, સ્વામી અને ગુરૂ વિગેરેની કિતિને કરનારા થાય, તેવા પુત્રાદિક તે દુર્લભ જ છે.”
ત્યારપછી તે દેદે છ માસે તે પૌષધશાળા તૈયાર કરાવી. તે શાળા તાંબા જેવી પાકી ઈંટ વડે ઉત્કૃષ્ટ (મજબૂત) હતી, લાકડાની અંદર કતરણી વડે તે મનોહર દેખાતી હતી, તેની અંદરની અને બહારની ભીંતે સુવર્ણના કિરણો જેવા કેશરથી મિશ્રિત હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org