________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર
આવા કારણોને લીધે જ રાજાઓના જળના ઘડાઓને પણ શત્રુના વિષરૂપે કરેલા કષ્ટથી બચવા માટે તાળાં દેવામાં આવે છે. શત્રુ પર વિશ્વાસ રાખવો નહીં, અને મિત્ર ઉપર પણ વિશ્વાસ રાખે નહીં. આવું નીતિનું રહસ્ય આપ જાણે જ છે, તેથી આપ પ્રમાદી ન થાઓ. પ્રમાદરૂપી શત્રુ પ્રાણીઓના શરીરમાં જ રહેલે હોવાથી પિતાના વસ્ત્રમાં જ સર્પ પેઠેલો હોય તેની માફક કેટલું કુશળ થાય ? ન જ થાય. અથવા તે હે દેવ ! આપ એમ માનતા હો કે જેણે (જે પુણ્ય) આવું મોટું હવામીપણું આપ્યું છે, તે જ કષ્ટને ખલના પમાડવામાં અર્ગલારૂપ થશે; તો પણ અવંતીના સ્વામી હમેશાં વેચાતું ઘી લઈને નિર્વાહ કરે છે, એવી આપની અપકીતિ વિશેષે કરીને દિશાના અંત સુધી ફેલાશે. કહ્યું છે કે
નિર્મળને વિષે જે મલિનતા હોય તે જ અપકીર્તિનું કારણ છે, પણ મલિનને વિષે મલિનતા હોય તે કાંઈ અપકીર્તિનું કારણ નથી. જેમકે ઉજ્વળ ચંદ્ર અલ્પ મલિનતાને લીધે જ કલંકી કહેવાય છે, પણ કેવળ મલિન એ અંજનગિરિકલંકી કહેવાતો નથી.”
અમારા જેવાને ઘેર પણ આગળથી જ બે ત્રણ દિવસ ચાલે તેટલું પણ ઘી હોય છે, તે આવા મોટા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કે શત્રુએ આવીને કિલ્લે રૂ હોય તો ઘી વિગેરેને સંગ્રહ નહીં હોવાથી આગ લાગે ત્યારે કૂવા દવાને ન્યાય જ આપને લાગુ પડે છે. વળી આપના જે મંત્રીઓ છે તે સર્વેને હું શીયાળની ટાઢ ઉડાડવા માટે ધન આપનારા મંત્રીની જેમ કપટી માનું છું. કહ્યું છે કે-- " नास्ये सर्पस्य रुधिरं, न च दष्टकलेवरे ।
૨ પ્રજ્ઞાપુ માને, ઘi દુધિિિ ૨ !”
“સર્ષ કેનેડસે છે, ત્યારે તેનું લેહી સપના મુખમાં પણ આવતું નથી, તેમજ ડસાયેલાના શરીરમાં પણ રહેતું નથી, તે જ પ્રમાણે દુષ્ટ અધિકારી હોય ત્યારે દેશનું ધન પ્રજામાં પણ રહેતું નથી, તેમજ રાજા પાસે પણ રહેતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org