________________
તૃતીય તરંગ.
પ૩
તેથી હવે હું જોઉં કે આટલા દિવસ સુધી ઉદ્યમ કરતા છતાં પણ સુવર્ણસિદ્ધિ મને સ્કુરાયમાન થઈ નહીં તે શું મારા અભાગ્યને લીધે કે કાંઈક વિસ્મરણને લીધે ? તેની ખાત્રી કરવા માટે ઉત્તમ મેઘની જેવા ઔષધિઓની ખાણરૂપ આબુ પર્વત ઉપર જાઉ. કેમકે ઈચ્છિત ઔષધિઓ મેટા પર્વત સિવાય અન્ય સ્થળે મળી શકતી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રાતઃકાળે રાજાને કહ્યું કે“હે દેવ! પહેલાં ઘી નહીં આપવાથી આપ કોધ પામ્યા હતા, તે વખતે મેં કલ્યાણની ઈચ્છાથી યાત્રા માની હતી. તે વખતે મારું વિશ્ન જતું રહ્યું હતું-ઉલટી આપની પ્રસન્નતા થઈ હતી, તેથી જીરાપલ્લી નગરીમાં રહેલા શ્રી પાર્શ્વનાથ મહારાજને નમસ્કાર કરવાની મારી ઈચ્છા છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે-“સત્ય વચનના ક્ષીરસાગરરૂપ આ મંત્રીએ જે કહ્યું તે ખોટું નથી. કેમકે પીડા પામેલા પ્રાણુઓ સર્વ કરે છે. તથા તે શ્રી પાર્શ્વનાથ અહીનું પણ ઇચ્છાને પૂર્ણ કરનાર તીર્થ છે.” એમ વિચારી રાજાએ તેને જવાની રજા આપી. ત્યારે રાજાની આજ્ઞા પામીને તે પેથડ પરિવારસહિત ચાલ્યો, અને જીરાપલ્લીમાં જઈ જિનેશ્વરને નમસ્કાર કરી તે આબુ પર્વત પર ચડશે. ત્યાં પણ દેને વંદન કરી પર્વત પર ચતરફ ફરી ફરીને પુષ્પાદિકવડે ઓળખાતી ઔષધિઓને તેણે એકઠી કરી. તેના રસવડે પિતાની પાસે એક છરી હતી તેને લેપ કરી તેને અગ્નિમાં નાંખી તેને સુવર્ણરૂપ કરી દીધી. મેઘના વેગથી સર્વ ધાન્યાદિક થાય જ છે. અગ્નિની શીતળતા, પથ્થરનું સુવર્ણ પણું અને પાણીનું ઉંચે ચઢવું વિગેરે, ધન ધાન્ય વિગેરે તથા ધર્મ અને સ્વર્ગ વિગેરે સર્વે વેગથી જ પ્રાપ્ત થાય છે. ત્યારપછી તે મંત્રીએ પોતાના અભાગ્યરૂપી લોઢાની અર્ગલા ભાંગી ગઈ એમ નિર્ણય કરી બીજું સુવર્ણ કરવા માટે પોતાના સેવકને માંડવગઢ મોકલી ઘણું લેતું મંગાવ્યું. તે સેવકના કહેવાથી ભયરહિત ઝાંઝણે ઉંટડીઓ ભરીને ઘણું લેતું કહ્યું. તે જોઈ લોકેએ તર્ક કર્યો કે–“રાજાને માટે શસ્ત્રો ઘડવાના હશે તેથી આટલું લેટું મેકલે છે.” તે લોઢું લઈ બુદ્ધિમાનને વિષે ઈદ્ર સમાન તે પેથડ મંત્રી પોતાના સાત આઠ વિશ્વાસુ પુરૂષને સાથે રાખી કયાંઈક દૂર સ્થાને ગયે. ત્યાં ઔષધિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org