________________
તૃતીય તરંગ.
પા
એકદા રાજા લતાના વિસ્તારના ૧સમૂહમાં કૃષ્ણચિત્રક લતાની સામે પ્રવાહે તરવાવડે પરીક્ષા કરવા માટે નદીએ ગયા. ત્યાં ઈંઢોણીને છાડીને તેમાંથી એક એક લતાના ત ંતુને તેણે નદીના પ્રવાહમાં મૂકવા માંડયા. જ્યારે તે ચિત્રવેલીના તંતુ નદીમાં મૂકવામાં આવ્યે ત્યારે તે તંતુ સામે પ્રવાહે ચાલ્યા અને તે સરૂપ થઇ ગયા. તેના મેટા કુંફાડાવડે જળના તરંગા ઉછળવા લાગ્યા. તે વખતે યમુના નદીમાં રહેલા કાલિય નાગની જેમ તે નાગે કયા કયા લેાકને ભયભીત ન કર્યાં ? સર્વાંને ભયવાળા કર્યાં. રાજાએ તેને ગ્રહણ કરવા માટે ઘણું ધન આપવાનું કહી લાભ પમાડયા, તાપણુ કાઇ પણ તારૂ લેાક મૃત્યુના ભયને લીધે તેને પકડવા શક્તિમાન થયા નહીં. ત્યારે રાજાએ પોતાના બાહુએ અંગદ આંધેલું હતું તેમાં રણિજિત્ નામના મણિ જડેલા હતા તે અંગદ પેાતાના એક સુભટને આપ્યું, તેને તે પેાતાના હાથે આંધી સર્પ પાસે ગયા, એટલે તરત જ તે સ અદૃશ્ય થઇ ગયા (ચિત્રવેલીરૂપ સર્પ અદશ્ય થયા ). કલ્યાણુ લક્ષ્મીના કારણરૂપ નરભવની જેવી દુલ ભ તે લતાને પામ્યા છતાં પણ પ્રમાદીની જેવા રાજાએ તે લતા વૃથા ગુમાવી દીધી. દૈવ ( નસીબ ) ક્રોધ પામે છે ત્યારે તે કાંઈ ચપેટા ( લાત )વડે કોઇ પણ પ્રાણીને મારતા નથી, પરંતુ તે પ્રાણીને એવી દુતિ–કુબુદ્ધિ આપે છે કે જેથી તેનું કા વિનાશ પામે છે. તેથી કરીને આ જગતમાં જે ભાગ્યવાન પુરૂષ હાય તે જ વખાણવા લાયક છે. શૂરવીર કે પંડિત જન વખાણવા લાયક નથી. શું પાંડવા વીર અને વિદ્વાન છતાં પણ વનમાં ન ભમ્યા ?
રાજાએ પેથડનુ અદ્ભુત ભાગ્ય જાણી તેની ચાડી સાંભળવાના જાવજીવ નિયમ ગ્રહણ કર્યાં. પેાતાના અત્યંત ભાગ્યને લીધે પેથડ અને ઝાંઝણને તે રાજા એવા વશ થયા કે ખીજા મૂળ અને મંત્ર વિગેરેના વશીકરણથી પણ તેવે વશ થાય નહીં. એકદા પેથડને રાજાએ કહ્યું કે-“ હું મ`ત્રી ! તુ છત્રને લાયક છે, પરંતુ એક રાયમાં બે છત્ર હાઇ શકે નહી, તેથી તારે હવે પછી શ્રીકરી વિના ઘર
૧ ઇંઢાણીમાં ઘણી જાતની લતાના અવયવા હતા. તેથી આમાં ચિત્રવેલી કઇ હશે? તેની ખાત્રી નદીમાં મૂકવાથી થાય છે, એટલે કે તે ચિત્રવેલી હાય તે! તે સામે પ્રવાહે ચાલે છે. ૨ સર્પને જીતનાર. ૧ મેારના પીંછાનુ છત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org