________________
પ્રથમ તરંગ.
એકદા સન્માર્ગને વિષે મુસાફરરૂપ, ભાગ્યશાળી અને ધનવાનના સમૂહમાં માન પામેલે દેદ કેઈક કાર્યને માટે દેવગિરિ નામની નગરીમાં ગયે. ત્યાં કેઇક ઉપાશ્રયમાં ગુરૂ મહારાજને ભાવથી નમવા ગયે. અને મળથી મલિન દેખાતા સર્વ સાધુઓને તેણે ઘણા હર્ષથી વાંદ્યા. ત્યાં એક થાનકે બેસીને ધર્મશાળા (ઉપાશ્રય) બનાવવા માટે વિચાર કરતા શ્રાવકોને જોઈ તેમને પણ તેણે પ્રણામ કર્યા. તેમના વિચારને સાંભળી તેણે મનમાં વિચાર કર્યો કે પિષધશાળા બનાવવામાં ખરેખર સંપૂર્ણ પુર્ણ થાય છે, કેમકે ઉપાશ્રય એ સાધુએની દુકાન છે, ત્યાં ગ્રાહક લેકે આવીને અનુક્રમે અનંત લાભને આપનારા વ્રતાદિક કરીયાણાને ખરીદ કરે છે. તે ઉપાશ્રયમાં ધર્મ શ્રવણ ( વ્યાખ્યાનનું શ્રવણ), પ્રતિકમણ અને સાધુઓને નિવાસ વિગેરે જે જે કિયાઓ થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા પુણ્યને પાર જ નથી, તેથી હું જ અહીં એક મેટી ધર્મશાળા કરાવીને આ દુસ્તર સંસારરૂપી સમુદ્રથી શીધ્રપણે મારા આત્માને તારૂં.” આ પ્રમાણે વિચાર કરીને સ્થિર વચનવાળા તેણે શ્રી સંઘની પાસે નિશ્ચળ યાચના કરી, અને તે આ પ્રમાણે યુકિત યુક્ત વચન છે કે-“મારાપર શ્રીસંઘ કૃપા કરે, હું જ આ પિષધશાળા કરાવું, કેમકે હું શ્રીસંઘને કિંકર છું. એક તે હું તમારો અભ્યાગત (પણ) છું અને વળી તમારે સાધર્મિક છું, તેથી કુમારકેદારપુત્રના ન્યાયવડે હું તમારે માનવા લાયક છું. આ પ્રમાણે તેનું વચન સાંભળી તે સર્વમાં જે મુખ્ય શ્રાવક હતું તે બે કે–“તમે જે કહ્યું તે એગ્ય છે, પરંતુ પિષધશાળા તે સકળ સંઘની હોય તે જ સારી છે, કેઈ એકની કરાવેલી સારી નથી, કેમકે જે કોઈ એક જ કરાવે તે શય્યાતર કહેવાય છે. તેથી કરીને તેના ઘર થકી સાધુઓ અન્નાદિક કાંઈ પણ લેતા નથી. જેના ઘરમાંથી સાધુઓ હંમેશાં અન્નાદિક લેતા ન હોય અને વર્ષે વર્ષે વસ્ત્રાદિક લેતા ન હોય, તેવું ઘર શું ઘર કહેવાય? ન જ કહેવાય. તેવું ઘર તે સાધુઓને નહીં જવા લાયક હોવાથી સમુદ્રમાં રહેલા ઘર જેવું જ છે. અને જો શ્રીસંધે પૈષધશાળા કરાવી હોય તે તેમાં રહેલા સાધુઓ હંમેશાં અનુકમે એક એક ઘરનેજ શય્યાતર કરે છે, તેથી તેમ જ કરવું એગ્ય છે.” આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org