Book Title: Shrut Upasna Yane Sahitya Seva Author(s): Ramanlal Jaychand Shah Publisher: Ramanlal Jaychand Shah View full book textPage 7
________________ આ મુ ખ (પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) “આગમ દ્વારક” શ્રી આનનસાગરસૂરિજીના જીવન અને કવનને અંગે અત્યાર સુધીમાં કેટલાક છૂટાછવાયા પ્રયાસો થયા છે. જેમકે શ્રીજીવણચંદ સાકરચંદે ગુજરાતીમાં આગમેદ્ધારક નામનું પુસ્તક લખ્યું છે. આમાં મુખ્યત્વે કરીને એમની સં. ૧૯૮૯ સુધીની જીવનઝરમર રજૂ કરાઈ છે. “આગમહારકના સ્વર્ગવાસ પર્યતનું જીવનચરિત્ર મારી પુત્રી ચિ. મનેરમાં M. A., B. T. એ તૈયાર કરી આપ્યું છે, પરંતુ તે હજી સુધી તે છપાવાયું નથી. મેં સંસ્કૃતમાં એમની જીવનરેખા વિ. સં. ૧૯૮૪માં આલેખી હતી અને વિ. સં. ૨૦૧૪માં એમના સ્વર્ગવાસ સુધીની વિગતે સંક્ષેપમાં દર્શાવી હતી. એમની સાહિત્યસેવા વિષે મને લખવાનું સુચવાતાં મેં કેટલીક ને તૈયાર કરી હતી પણ એ અત્યારે તે અપ્રકાશિત છે. વિશેષમાં મેં એમની કેટલીક કૃતિઓની પ્રસ્તાવના લખી એના ઉપર યથાશક્ય પ્રકાશ પાડયો છે. પંડિત રૂકદેવજી ત્રિપાઠી તથા મુનિ શ્રી અભયસાગરજીએ મળી સંસ્કૃતમાં પદ્યમાં એમનું જીવન ગૂધ્યું છે અને એ લખાણું આ પ્રસ્તુત પુસ્તકમાં ઉદ્ધત કરાયું છે. આ પ્રમાણેના વિવિધ પ્રયાસમાં મુનિશ્રીકંચનવિજયજીનું આ પુસ્તક જુદી ભાત પાડે છે. એમાં આગદ્ધારકના જીવન પરત્વે કઈ કઈ નવીન બાબત અપાયેલી છે. વિશેષમાં એમની સાહિત્યસેવાને સંક્ષેપમાં પરંતુ લગભગ પરિપૂર્ણ પરિચય અપાય છે અને મારે મન એ જ વિશેષ મહત્ત્વની વસ્તુ છે. એ દ્વારા આપણે સૂરિજીએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દીમાં કયા કયા વિષયની કઈ કઈ કૃતિ રચી તે જાણી શકીએ છીએ. આ સૂરિજીએ સંસ્કૃતમાં ગદ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258