________________
(૧૭)
સત્પદાભિલાષી સજ્જનોને સત્પદની સાધનામાં આ અત્યુત્તમ સમ્ગ્રન્થનો વિનય અને વિવેકપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાધવામાં પ્રબળ ઉપકારી બનો એ જ અભ્યર્થના !
જેના પ્રતાપે અંતરે પરમાત્મ પૂર્ણ પ્રકાશતો, બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, જેથી અનાદિનો મહા મોહાંધકાર ટળી જતો; તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણો ઉર અમ ઉજાળજો લિ. સંતસેવક રાવજીભાઈ છે. દેસાઈ
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
સં. ૨૦૨૦, પોષ વદ ૨, તા. ૧-૧-૧૯૬૪
તૃતીયાવૃત્તિ
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત બૃહદ્ ગ્રંથની આ આશ્રમ તરફથી તૃતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરતાં આનંદ
થાય છે.
અત્યાર સુધીમાં પ્રગટ થયેલ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની સમગ્ર આવૃત્તિઓનું વિહંગાવલોકન યોગ્ય ગણાશે..
સં ૨૦૦૭ ની પ્રથમ આવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી શ્રીમદ્ના આધ્યાત્મિક પત્રો ને સાહિત્યની પ્રથમ આવૃત્તિ બાળબોધ લિપિમાં સં. ૧૯૬૧ માં પ્રથમ પ્રગટ કરવામાં આવી. અને બીજી આવૃત્તિ સં.. ૧૯૮૨ માં પ્રગટ કરવામાં આવી છે.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગુજરાતી લિપિમાં પ્રથમ પ્રગટ કરવાનો યશ શ્રીમદ્ રાજચંદ્રનાં લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને છે. સં ૧૯૭૦ માં પ્રથમ ગુજરાતી લિપિમાં વચનામૃત ગ્રંથ તેઓએ પ્રગટ કર્યો હતો.
સં. ૧૯૯૭ સુધીમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બે આવૃત્તિ તથા ગુજરાતી લિપિની શ્રી. મનુસુખભાઈ રવજીભાઈની ચાર આવૃત્તિઓ (કુલ પ્રત ૯૦૦૦) પ્રગટ થઈ હતી.
ત્યાર બાદ આ વચનામૃત ગ્રંથની પ્રાપ્તિ ન હોવાથી આ આશ્રમે શ્રીમદ્ રાજચંદ્રનું આધ્યાત્મિક પ્રગટ-અપ્રગટ પ્રાપ્ત સાહિત્યનું સંપૂર્ણ સંશોધન કરી પ્રથમ આવૃત્તિ સં. ૨૦૦૭ માં અને બીજી આવૃત્તિ સં. ૨૦૨૦ માં (કુલ પ્રત ૭૫૦૦) પ્રગટ કરી છે.
કુલ આઠ આવૃત્તિઓની પ્રત ૧૬૫૦૦ નો લાભ જે ઉત્સાહથી મુમુક્ષુ જિજ્ઞાસુ સજ્જનોએ લીધો છે તે શ્રીમદ્ રાજચંદ્રના અપ્રતિમ આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યેની રુચિનું વર્ધમાનપણું દર્શાવે છે.
આ સંજોગોમાં આ આશ્રમે આ તૃતીયાવૃત્તિની પ્રત ૭૫૦૦ પ્રગટ કરવાનું ઉચિત માન્યું અને આજે આપના કરકમળમાં સમર્પતાં આનંદ થાય એ સ્વાભાવિક છે.
આ જણાવવું ઉચિત છે કે આ તૃતીયાવૃત્તિ પ્રથમ આવૃત્તિની જેમ જ છપાવી છે અને પ્રથમ આવૃત્તિના પત્રોના પાન આદિ નંબર એક જ છે.
આ પ્રકાશનમાં વલાસણની શ્રી પલ્લિકા પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી પ્રભાતસિંહ ઈનામદારે જાતે અંગત રસ લઈ તન-મનથી જે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે તે અભિનંદન પાત્ર છે.
આ આવૃત્તિની પ્રસિદ્ધિમાં જે જે મુમુક્ષુઓએ ઉદારચિત્તે દાન આપ્યું છે તે સૌને ધન્યવાદ ઘટે છે. તે તે દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે.
મુમુક્ષુભાઈઓ આ વચનામૃતનો આત્મહિતાર્થે સદુપયોગ કરી આત્મોન્નતિ સાધો એ જ પ્રાર્થના
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ પોષ સુદ ૧૫, સં. ૨૦૩૩
Jain Education International
For Private & Personal Use Only
લિ. સંતસેવક, રાવજીભાઈ દેસાઈ
www.jainelibrary.org