________________
(૧૬)
પ્રેમ, ઉલ્લાસ આવવા યેાગ્ય છે. પ્રાન્તે પાતામાં પણ તેને જ પરમાત્મસ્વભાવ જે અનાદિથી અપ્રગટ છે તેનું ભાન થઈ, તે પ્રગટ કરવાનો લક્ષ અને પુરુષાર્થ જાગતાં, આત્મા પરમાત્મા થઇ પરમ શ્રેયને પ્રાપ્ત કરી શાશ્વતપદે વિરાજમાન થવા ભાગ્યશાળી બને, ત્યાં સુધીના સન્માર્ગ અને સત્તાધના સંપ્રાપ્ત થવા યેાગ્ય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જૂડાભાઈ શ્રી અંબાલાલભાઇ આદિ ઉજ્જવળ આત્માએ આ સગુણાનુરાગી મુમુક્ષુતાનાં નેત્રે કે અલૌકિક દૃષ્ટિ પામી શ્રીમની સાચી એાળખાણ કરવા ભાગ્યશાળી અન્યા. અને તેથી આત્મજ્ઞાનાદિ ગુણાથી વિભૂષિત થઈ સ્વપર શ્રેયસ્કર બની ગયા, એ પ્રત્યક્ષ હૃષ્ટાંતરૂપ છે.
આ આવૃત્તિ સંબંધી :
આ આશ્રમ તરફથી સં. ૨૦૦૭ માં આ ગ્રન્થની પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધિ પામી છે. અને હવે આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધિ પામે છે. તે ઉપરાંત પહેલાં અન્યત્ર પ્રસિદ્ધિ પામેલી બીજી આવૃત્તિએ તે તે જુદી.
આ આવૃત્તિમાં આ પહેલાંની પ્રથમાવૃત્તિ કરતાં ખાસ કંઈ ફેરફાર કરવામાં આવ્યે નથી. જે પત્રાંક પ્રથમાવૃત્તિમાં છે તે જ આમાં જાળવી રાખવામાં આવ્યા છે. તેમજ મથાળે ડાબી બાજુએ કૌસમાં ૫. શુ. પ્ર. મંડળની આવૃત્તિના જે આંક આ પહેલાંની પ્રથમાવૃત્તિમાં છે તેમજ રાખવામાં આવ્યા છે. પ્રથમાવૃત્તિમાં મેક્ષમાળા જે ભાવનાએાધની પછી હતી તે આમાં ભાવનામેાધ કરતાં પહેલી લખાયેલી હોવાથી ભાવનાબેાધની આગળ મૂકવામાં આવી છે.
પ્રથમાવૃત્તિમાં લખાણ જરા ગાઢું હતું એટલું આમાં નહિ રાખતાં, વાંચવામાં સુગમતા થવા અર્થે, જોઈએ તેટલું આછું રાખ્યું છે, તેથી પાન નંબર ગર્ટ આવૃત્તિને જ જળવાઇ રહ્યો નથી અર્થાત્ પાનાંની સંખ્યા આમાં વધવા પામી છે. તેથી આ ગ્રન્થ બે વિભાગમાં આંધવાનું ઉચિત માન્યું છે.
તેમાંના આ પ્રથમ વિભાગ થઈ ગયા હોવાથી તેને મેળવવાને આતુર જિજ્ઞાસુજતેાના કરકમળમાં હવે તે મૂકતાં અત્યાનંદ અનુભવાય છે. અને થાડા વખતમાં બીજો ભાગ પણ તૈયાર થયે મુમુક્ષુએના કરકમળમાં પ્રાપ્ત થશે એમ આશા છે.
આ ભાગમાં જે લખાણ છપાયું છે તે માટેનાં અનુક્રમણિકા અને શુદ્ધિપત્રક આમાં મૂકવામાં આવ્યાં છે. તેમજ ‘પત્રો વિષે વિશેષ માહિતીવાળું પરિશિષ્ટ પણ આ વિભાગમાં છપાયેલા પત્રા વિષેની માહિતી માટે આ સાથે આપવામાં આવ્યું છે. હવે પછીના બીજા વિભાગમાં જે લખાણ આવશે તેનાં અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, અને પત્રા વિષે વિશેષ માહિતી તેમાં આવશે. તે ઉપરાંત બાકીનાં પરિશિષ્ટો જે પ્રથમાવૃત્તિમાં છે તે બધાં જ આ ગ્રન્થના બીજા વિભાગમાં છેવટે મૂકવામાં આવશે, જેથી ગ્રન્થને અભ્યાસ સુગમ બનશે.
મેાંધવારીના કારણે આ ગ્રન્થની પડતર કિંમત વધી ગયેલી હોવા છતાં પડતર કિંમત કરતાં પણ ઓછા મૂલ્યે મુમુક્ષુ સજ્જને તેને લાભ લેવા પામે તે હેતુથી આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ આપીને જે જે જિજ્ઞાસુ સજ્જનાએ ઉદાર વૃત્તિથી સારી આર્થિક સહાવતા કરી છે તે સર્વને અત્રે આભાર માનવામાં આવે છે. તે સર્વના નામની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયન્તિલાલ દલાલે ખાસ અંગત કાળજી અને રસ લઈ આ ગ્રન્થ ઝડપથી છપાઇને પ્રસિદ્ધિ પામે તે માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યા છે તે માટે તેમને અભિનંદન ઘટે છે. એ જ કારણે આટલી સુંદર રીતે અને ત્વરાથી આ ગ્રન્થ પ્રસિદ્ધિ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org