________________
સ્વ. શેઠશ્રી ચુનીલાલ નરભેરામ વેકરીવાલા
“પારબ્ધથી પામી શકયા ધન સંપતિ પરિવારને ”
પુરૂષાર્થથી સાધી શકયા હરિ ધમના શુભફ્રાયને ?” જેમણે જીવનમાં આત્મવિશ્વાસના દઢ બળથી આગળ વધી સાહસિક પ્રવૃતિઓમાં પ્રબળ પુરૂષાથ' કરી જીવનનું એક અનોખુ અને અદ્દભૂત સર્જન કરેલ છે એમના જીવન વૃતાંત ને પરિચય ખરેખર પ્રેરણા દાયક છે એમના ધર્મપત્નિ સ્વ શ્રી પ્રભા કુંવરબહેન સભાગે એક કુશળ ગૃહિણી મળેલા જેમના સાથ અને સહકારથી ધાર્મિક પ્રવૃતિઓના શુભ કાર્યોમાં સદા એ સંપતિ અને શકિતને ખુબજ સદવય કરેલ છે. ઘણા ધર્મસ્થાનકમાં એમનું શુભ નામ જોડાયેલું છે. શૈક્ષણિક તેમજ સામાજીક ક્ષેત્રે પણ જેમણે સુંદર ફાળો આપી પરમાર્થના પાવન કાર્યો કરેલા છે. કુટુંબ પ્રત્યેની જેમની અનન્ય લાગણી થી સૌને આગળ લાવી દિલની વિશાળતા વર્ષાવી છે. પુત્ર પરિવારમાં ઉદ્યોગ ધંધાની વિકાસ યોજનાઓ ઉપરાંત ધાર્મિક સંસ્કારોનું સુંદર સિંચન કરી સમાગ બતાવેલ છે ઉપકારી માવિત્રનું સાચું કર્તવ્ય બજાવી આત્મ ઉન્નતિને સાચે વારસો આપેલ છે. એમના સુપુત્ર શ્રી મનહરભાઇની ધમભાવના અને સમાજ ઉપયોગી સત્કાર્યોમાં ઉદાર સખાવતા એ જેને સચેટ અને પ્રત્યક્ષ પુરાવે છે. એમના સતકાર્યોની સુવાસ આજે સમાજ માં ચારે દિશે ફેલાયેલી છે.