________________ માનપદUT - માનપાન (7) (અકાળે વાચના કરવી, અસ્વાધ્યાયકાળમાં ભણવું તે, અકાળપઠન). આગમના સૂત્રો ક્યારે ભણવા, ગુરુ પાસે કયા સમયે વાચના લેવી, ક્યારે ન ભણાય કે વાચનાદિ ન અપાય-લેવાય, ઇત્યાદિનું સુંદર માર્ગદર્શન પાક્ષિક અતિચારના પ્રથમ આલાવામાં કરવામાં આવ્યું છે. જેમ લોક વ્યવહારમાં શિષ્ટાચાર પ્રમાણે વર્તન કરાય છે તેમ સમ્યગુ જ્ઞાનાર્જન માટે પણ લોકોત્તર શિષ્ટાચારનું પાલન ફરજિયાતપણે કરાય છે. જો તેમ ન કરાય તો જ્ઞાનને વિનાશક બનતા વાર લાગતી નથી. સમજી લેજો કે, અકાળે-અવિધિએ કરેલા સ્વાધ્યાયાદિ યોગો કાચા પારાના સેવન જેવું પરિણામ લાવે છે. अकालपरिहीण - अकालपरिहीण (न.) (શીધ્રપણે, તત્કાળ પ્રગટ થનાર, સદ્ય ઉત્પન્ન થનાર) જીવદયાનું પાલન કરનાર શ્રાવકે દ્વિદળનું વર્જન કરવું અત્યન્ત આવશ્યક છે. કારણ કે કઠોળમાં કાચા દૂધ, દહીં કે છાશ પડતાંની સાથે જ શીધ્રપણે જીવોત્પત્તિ થઈ જાય છે. તેથી આરાધકે તેની જયણા કરવાની હોય છે. જીવદયાના પાલન વગર ધર્મ શક્ય નથી. अकालपरिभोगि (ण)- अकालपरिभोगिन् (त्रि.) (અકાળે ભોજન કરનાર, રાત્રે હોંશે હોંશે ખાનાર) રાત્રિમાં ભોજન તો દૂર રહ્યું, પાણીનો પણ ત્યાગ કરનારા શ્રાવકો હોંશે હોંશે નિઃસીમ પરિગ્રહ-મમત્વને વધારતા રહે છે. યાદ રાખજો ! રાત્રિભોજન ત્યાગની ગણતરી વ્રતમાં થયેલી છે જ્યારે પરિગ્રહ પરિત્યાગને મહાવ્રત કહેવાય છે. નાની-નાની પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો સહેલો છે, પરંતુ મહાવ્રતોનું પાલન કરવું કઠિન છે. ભગવાન મહાવીરના દશ શ્રાવકો અપરિગ્રહાદિ અણુવ્રતધારી હતા. જીવનયાપન માટે જેટલું જરૂરી છે તેટલું રાખવું અને તે સિવાયનાનું પચ્ચખ્ખાણ લેવું એને અણુવ્રત કહે છે. #ાન મળ્યું - #ાનમૃત્યુ (પુ.) (અકાળમરણ) આ અવસર્પિણીકાળમાં નાભિકુલકરના સમયમાં યુગલિકકાળ હતો, તે વખતે એક યુગલમાંથી પુરુષનું તાડફળના ઘાતથી સર્વપ્રથમ અકાળમરણ થયું હતું. આ ઘટનાને આગમોમાં આશ્ચર્ય તરીકે ઉલ્લેખી છે. કારણ કે યુગલિકોનું અકાળમરણ થતું નથી. માનવાલિ () - માનવર્ષિ (પુ.) (કમોસમી વરસાદ 2. અનવસરે દાનાદિમાં પ્રવૃત્ત થનારા) જેમ વાવણીના સમયે વરસાદ આશીર્વાદરૂપ બને છે પણ કસમયે પડેલો મેઘ અહિતકારી બને છે તેમ કોઈપણ કાર્ય તેના યોગ્ય સમયમાં કરવામાં આવે તો સુંદર પરિણામ આપનારું બને છે. પ્રતિક્રમણ, પૂજા, સામાયિકાદિ ધર્મપ્રવૃત્તિ કે વ્યાપારાદિ ગૃહસ્થોચિત પ્રવૃત્તિઓ પણ એના અવસર પ્રાપ્ત સમયમાં કરવાથી ફળદાયી નિવડે છે અને લોકવ્યવહારનું યથોચિત પાલન થાય છે. માનાથR (i(ર) - માનસ્વાધ્યાયR (a) (પુ.) (અસમાધિનું ૧૫મું સ્થાન 2. અકાળે સ્વાધ્યાય કરનાર) શ્રત બે પ્રકારના આવે છે 1. કાલિક અને 2. ઉત્કાલિક. જે શ્રતનું અધ્યયન અમુક કાળવેળામાં જ થઇ શકે તેને કાલિકશ્રુત કહેવામાં આવે છે અને જેના માટે કોઇ કાળબાધા નથી તેવા શ્રુતને ઉત્કાલિકશ્રુત કહેવાય છે. અમુક કાળવેળાએ સ્વાધ્યાય કરવાથી દેવાદિનો ઉપદ્રવ થવાની સંભાવના છે એવું જાણવા છતાં પણ જે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાદિ શાસ્ત્રનિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કરે તો તેને અકાલસ્વાધ્યાયકર કહેવાય છે. તેમાં મુખ્ય કારણ વધારેમાં વધારે ભણી લઇને જલદી વિદ્વાન બની જવાની લાલસા છૂપાયેલી હોય છે. સ (રેશ) (પણ) માહત્ન - મહત્ન (ત્રિ.) (સ્પષ્ટ અક્ષરભાષી, સ્પષ્ટ કહેનાર)