________________ જંપ - નિમ્પ (ત્રિ.) (ચંચલ, નિશ્ચલ નહીં તે, ચલાયમાન) ઘાસના અગ્રભાગ પર રહેલું બિંદુ, હાથીના કાન, આગની આસપાસ ચક્કર મારતા પતંગિયાનું જીવન કેટલો સમય સ્થિર રહી શકશે એ કોઈ કહી શકે છે ખરા? નહીં ને. તેમ પરિષહો ને ઉપસર્ગોથી ડરી અને હારી ગયેલા મુનિ ક્યાં સુધી સંયમમાં સ્થિર રહી શકે તે કહી શકાય તેમ નથી. પરંતુ જેણે ઉપસર્ગો અને પરિષહોના ભય પર જીત મેળવી લીધેલી છે તે મહાત્માને કર્મ મહાસત્તા પણ ચલાયમાન કરી શકતી નથી. મળalમ - નિશ્ચમ (ન.) (પરિમિત, સીમિત) સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે, “અતિ સર્વત્ર વર્જયેત' અર્થાતુ દરેક સ્થાને અતિપણું થતું હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે દરેક વસ્તુ પરિમિત માત્રામાં હોય તે જ સારી લાગે છે. અતિ થતાં તે અહિતકારી સાબિત થાય છે. જેમ કે ભોજનમાં વધારે પડી ગયેલું મીઠું સ્વાદ બગાડે છે, વધારે પડતી મીઠાઇ મોઢું બગાડી નાખે છે અને વધારે પડતો ક્રોધ મીઠા-મધુરા સંબંધોમાં તિરાડ પાડે છે. માટે સુજ્ઞજનો અતિશયતાનો સર્વદા ત્યાગ કરતા હોય છે. વાય - નિશા (ઈ.) (લઘુમૃષાવાદ, અલ્પ જૂઠ). ય - નિત (કું.) (ગૃહરહિત, સાધુ) જેના ડ્રેસ અનેક અને એડ્રેસ એક તેનું નામ સંસારી તથા જેનો ડ્રેસ એક અને એડ્રેસ અનેક તેનું નામ સાધુ. સંસારીઓ દરરોજ નવા કપડાં બદલે પરંતુ, તેમનું રહેવાનું સ્થાન તો એક જ હોય છે કેમ કે તેઓ મોહ-મમતાથી બંધાયેલા હોય છે. જ્યારે શ્રમણના વસ્ત્રો એક એટલે એક જ સફેદ. સંસારીઓ કરતાં વિપરીત તેઓ મોહ-મમતાના ભાવથી રહિત હોવાથી એક સ્થાને બંધાઇને રહેતા નથી. વહેતા પાણીની જેમ સદા ફરતા રહી લોકોપકાર કરતા હોય છે. મળAટ્ટ - નિષ્કુઇ (ત્રિ.) (દ્રવ્યથી સ્થૂલ શરીરી 2. ભાવથી કષાયવશવર્તી) નાસ્તિક રહેવામાં જ જેમની મતિ છે તેવા જીવો ધર્મના નામથી દૂર ભાગતા હોય છે. તેઓ વિવેકરહિત પશુની જેમ ખાવા-પીવાં અને મોજ-શોખ કરવામાં જ જીવનની સાર્થકતા માનતા હોય છે. આવા જીવો દેખાવે આનંદ પ્રમોદ કરનારા ભલે લાગે પણ ભાવથી તો કષાયોને વશ થઇને સતત દુઃખાનુભવ કરતા રહે છે. મreAવા () - નેવાવિન(ઈ.) (અક્રિયાવાદી, અનેકવાદી, ભાવોનું કઈંક એકત્વ હોવા છતાં તેમાં સર્વથા અનેકત્વ બોલનાર વાદી) જગતના તમામ પદાર્થો અનેક ધર્માત્મક છે. પદાર્થમાં અનેત્વ છે તેમ અપેક્ષાએ એકત્વ પણ છે. પરંતુ કેટલાક અક્રિયાવાદીઓ પદાર્થમાં સાપેક્ષે રહેલા એકત્વને પણ ન સ્વીકારતા સર્વથા અનેકત્વને જ અપ્રસારિત કરે છે. અર્થાતુ દરેક પદાર્થોમાં એકાંતે અનેકપણું માનનારા અનેકવાદીઓના અભિપ્રાયે દીક્ષાદિ વ્રતાનુષ્ઠાનો નિરર્થક સાબિત થાય છે. મવિર - વિક્ષિપ્ત (ત્રિ.) (નહીં ત્યાગેલું 2. પચ્ચખાણ નહીં કરેલું 3. વિશ્રામ વગરનું, નિરંતર) આ જગતમાં સૌથી મોટો ભૂખ્યો હોય તો તે કાળ છે. આ કાળરાજાના ઉદરમાં મોટા મોટા ચક્રવર્તી, વાસુદેવો, રાજા-મહારાજાઓ ઓહિયાં થઇ ગયા છે. છતાં પણ તેનું પેટક્યારેય ભરાયું નથી. તેનો આ ઘટનાક્રમ અનંતકાળથી વિના વિશ્રામે નિરંતર ચાલ્યા જ કરે છે. ન જાણે ક્યારે કોનો વારો આવશે કહી શકાય તેમ નથી. માટે પરમાત્માએ કહ્યું છે કે કાળનો મૃત્યુઘંટ વાગે તે પહેલા પરભવનું ભાથુ અત્યારથી જ બાંધવાનું શરૂ કરી દો. 277