________________ अपरिसाडिय - अपरिशाटित (त्रि.) (નીચે ઢોળ્યા વગરનું, જેને ફેંકવામાં આવેલું ન હોય તે). જૈનદર્શન જીવદયા પ્રધાન ધર્મ છે. જિનશાસનના પ્રત્યેક આચાર-વિચારમાં જીવદયા વણાયેલ હોય છે. યાવતુ સાધુ જ્યારે ગોચરી વાપરવા બેસે તે સમયે ખાતા ખાતા એકપણ દાણો નીચે ઢોળાય નહીં તે પ્રમાણે આહાર વાપરવાનો હોય છે. કેમ કે જો આહાર વગેરે નીચે ઢોળાય તો તે દાણા ખાવા જીવો ત્યાં આવે અને તે જીવોને ખાવા બીજા હિંસક જંતુઓ પણ આવે આમ પરંપરા ચાલે. તેથી હિંસાના દોષો આહાર ઢોળનાર સાધુને ન લાગે માટે દાણા ખેરવ્યા વિના ભોજન કરવું એવો આદેશ છે. अपरिसुद्ध - अपरिशुद्ध (त्रि.) (દોષરહિત, અશુદ્ધ 2. અયુક્તિવાળું, યુક્તિ વિનાનું) શ્રમણે સાધુ સામાચારીનું પાલન એકમાત્ર કર્મનિર્જરા માટે અને મોક્ષપ્રાપ્તિની ભાવનાથી જ કરવાનું હોય છે. પરંતુ જે મુનિ સાંસારિક સુખોની પ્રાપ્તિ હેતુ આચારોનું પાલન કરે છે તે અનુષ્ઠાનોને મલિન કરે છે અને તે અશુદ્ધ અનુષ્ઠાન તેનું શ્રેષ્ઠ એવું મોક્ષફળ આપતું નથી. अपरिसेस - अपरिशेष (त्रि.) (જેમાં કંઈ શેષ રહ્યું નથી તે, સંપૂર્ણ, સઘળું) अपरिहारिय - अपरिहारिक (पुं.) (મૂલગુણ અને ઉત્તરગુણોના દોષોને નહીં ત્યજનાર અથવા મૂલોત્તરગુણોને ધારણ ન કરનાર 2. જૈનેતર ગૃહસ્થ આદિ) પાંચ મહાવ્રત તે મૂલગુણ અને તે મૂલગુણના પોષક પાંચ સમિતિ, ત્રણગુપ્તિ વગેરે ઉત્તરગુણો છે. આ મૂલગુણ અને ઉત્તરગુણોને મલિન કરનારા દોષોને ત્યજવામાં અસમર્થ એવા પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ, આ પાંચ પ્રકારના સાધુઓને અપરિહારિક કહેલા છે. યાને સદોષ ચારિત્રિયા કહેલા છે. તેમને શ્રાવકે વંદન ન કરવું એમ પણ કહેલ છે. अपरोवताव - अपरोपताप (पुं.) (બીજાને પીડા ન આપવી તે, પરપીડાનો ત્યાગ) પરોવતાવિ (1) - મારોપતાપિન (.) (સાધુના ગુણાનુવાદ કરનાર, સાધુ પુરુષોની પ્રશંસા કરનારો, સજજનોનો પ્રશંસક) ગુણવાન બનવું જેટલું કઠિન છે તેના કરતાં પણ વધારે કઠિન છે ગુણાનુરાગી બનવું. ગુણવાન બનવા માટે માત્ર પોતાના આત્મા તરફ જ દૃષ્ટિ રાખીને પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે ગુણાનુરાગી બનવામાં પોતાના આત્માની અપકર્ષતા અને અન્ય જીવની ઉત્કર્ષતાનો સહૃદયતાપૂર્વક સ્વીકાર કરવાનો હોય છે. જે જીવ સાધુપુરુષના ગુણાનુવાદ કરે છે તેવા જીવો ખરેખર ધન્ય અને વંદનને પાત્ર છે. મપત્તિ - માપદ(ત્રિ.). (અગ્નિથી સંસ્કાર પામેલું નથી તે, કાચું, સચિત્ત, અપક્વ-અન્ન-ફળ-ઔષધાદિ) અપનિકંદમાન - ગપ્રતિય (ત્રિ.) (નહીં છુપાવતો, નહીં સંતાડતો) अपलिउंचि - अपरिकुञ्चिन् (त्रि.) (અમાયાવી, માયા વગરનો, છળ-કપટ રહિત) સંસારનો જે લાભ કરાવે તેને કષાય કહેવાય છે. તેમાંય માયા તો સ્ત્રીયોનિ અને તિર્યંચગતિનું આયુષ્ય બંધાવનાર કષાય છે. ઓગણીસમા તીર્થપતિ ભગવાન મલ્લિનાથ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. પૂર્વભવમાં તેઓએ ઉત્કૃષ્ટ કોટિનો તપ કર્યો પરંતુ તેને માયાથી દૂષિત કર્યો માટે તેઓ તીર્થકર બન્યા પણ સ્ત્રીરૂપે થયા. જે અમાયાવી છે તેવા જીવો મોક્ષપ્રાપ્તિના મુખ્ય કારણભૂત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. 448