________________ ખાવદુર (ST) - માવદુત્વ (જ.) (બે વસ્તુની સરખામણીમાં પરસ્પર હીનાધિકપણું કહેવું તે, બે વસ્તુનું પરસ્પર તારતમ્ય કહેવું તે) એકથી વધુ કોઇપણ સજીવ કેનિર્જીવ વસ્તુની વચ્ચે સરખામણી કરવામાં આવે તે વખતે જે તે વિષયને આશ્રયીને તે બે વચ્ચે અલ્પ બહત્વનું યાને ઓછા-વત્તાપણાનું કથન કરવામાં આવે તેને અલ્પબદુત્વ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં આવું અલ્પબહુત ચાર પ્રકારે કહેવામાં આવેલું છે. 1. પ્રકૃતિ 2. સ્થિતિ 3. રસ અને 4. પ્રદેશ. ભગવતીસૂત્રાદિમાં આ બાબતનો ખૂબ જ વિસ્તારપૂર્વક ઊહાપોહ થયેલો છે. अप्पाभिणिवेस - आत्माभिनिवेश (पुं.) (પુત્ર પત્ની વગેરેમાં પોતાનાપણાનો આગ્રહ રાખવો તે, જે પોતાના નથી તેને વિશે મમત્ત્વ રાખવું તે) પોતાનું શું અને પારકું છું તેની જાણ મોટાભાગના જીવોને છે જ નહીં. જો હોત તો સંસાર સાવ ખાલીખમ થઈ ગયો હોત. પુત્ર પત્ની કુટુંબ કબીલો આ બધું પોતાનું લાગે છે માટે જ બધી પ્રકારની ભાંજગડ ઊભી છે. શાસ્ત્રકારો કહે છે કે હે જીવ! જેને તું પોતાનું એટલે કે તારું આત્મીય માને છે તેવું આત્મા સિવાયનું કોઈ જ નથી. માટે સમજી જા અને મમત્વને છોડી માર્ગે પડી જા. अप्पायंक - अल्पातङ्क (त्रि.) (આતંકરહિત, નીરોગી, સ્વસ્થ, રોગમુક્ત). અલ્પશબ્દને શબ્દશાસ્ત્રના નિયમ પ્રમાણે અભાવવાચી પણ કહ્યો છે. તેથી અલ્પાતંકીનો અર્થ સર્વથા આતંક રહિત એવો કર્યો છે. જેના શરીરમાં ત્રણે ધાતુ સમ હોય તે શરીરની અપેક્ષાએ સ્વસ્થ યાને તંદુરસ્ત ગણાય છે. તેમ જે આત્મામાં સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર આ ત્રણે રસાયણો બહુલતાએ વિદ્યમાન હોય તે જીવને આત્મદષ્ટિએ સ્વસ્થ યાને તંદુરસ્ત ગણ્યો છે. अप्पारंभ - अल्पारम्भ (त्रि.) (કુષ્યાદિ વડે પૃથ્વીકાય આદિ જીવોનો આરંભ સમારંભ કરનાર) મMાવ - ગપ્રવૃત (ત્રિ.) (આચ્છાદન વગરનું, નહીં ઢાંકેલું, બંધ કર્યા વગરનું-ઉઘાડું) अप्पावयदुवार - अप्रावृतद्वार (पुं.) (દઢ સમ્યક્તી શ્રાવક કે જેણે પોતાના ઘરનું દ્વાર માગણને આપવા માટે કે વાદીને ઉત્તર આપવા માટે ખુલ્લું મૂકેલું છે, દઢ સમ્યક્તી) જિનશાસનમાં એવા દઢ સમકિતી શ્રાવક પણ હોય છે કે જેના ઘરના દ્વાર હંમેશા ખુલ્લા જ હોય. તે એટલા માટે કે કોઈ દીન દુ:ખી આવે તો તેને સહાય આપી શકાય અને કોઈ અન્યતીર્થિક વાદી આવે તો તેને પડકારી શકાય. મજાની વાત તો એ છે કે તે શ્રાવકના પરિજનોની પરિણતિ પણ એટલી સુદઢ ઘડેલી હોય કે કોઈ વાદી ગમે તેવી યુક્તિ-પ્રયુક્તિથી તેઓને ગેરમાર્ગે દોરવાની પેરવી કરે, તો પણ તેઓ પોતાના ધર્મથી જરાયે વિચલિત ન થાય. અહો! ધન્ય છે તેવા પુણ્યશાળી શ્રાવકના પુણ્યપરિવારને. મMાદ - સતિશ (થા.). (વાત કરવી, સંદેશ આપવો, સમાચાર કહેવા) સીમંધરજિન વિનંતી’ સ્તવનમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આકાશમાં રહેલા ચંદ્રમાને પોતાનો દૂત બનાવ્યો અને મહાવિદેહમાં બિરાજમાન સીમંધરસ્વામી ભગવંતને પોતાનો સંદેશો કહેવા માટે વિનંતી કરેલ છે. તેઓએ ખૂબ જ સુંદર શબ્દોમાં કહ્યું છે કે “તમે મહાવિદેહ જઈને કહેજો ચાંદલિયા કેહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે હે ચંદા! તું સીમંધરસ્વામી પાસે જઈને કહે કે તેઓ જલદીમાં જલદી અમને લેવા માટે કોઈ તેડું મોકલે. તમારા વિના હવે મારે રહેવું અતિદુષ્કર છે. અપાઈUT - પ્રાધાન્ય (જ.) (અપ્રાધાન્ય, મુખ્ય નહીં તે) અપ્પાહાર - અલ્પાહાર (પુ.) (અલ્પ આહાર, મિતાહાર, થોડો ખોરાક, સ્વલ્પાહાર) 469