________________ જેનામાં કોઇપણ પ્રકારની સ્નિગ્ધતા ન હોય તેવા નીરસ વાલ, ચણા વગેરે આહાર લેવાની પ્રતિજ્ઞાને અલ્પલેપા કહેવાય છે. મMવસ - માત્મવશ (ત્રિ.) (પોતાને વશવર્તી, સ્વાધીન). મUવસ - પ્રવશા (સ્ત્રી) (સ્વછંદ સ્ત્રી, નિરંકુશા સ્ત્રી) અપ્પવારૂ () - માત્મવાવન(કું.) (અદ્વૈતવાદી, જે કંઈ દેખાય છે તે માત્ર આત્મા જ છે બીજું કશું જ નહીં એમ એકજ આત્મતત્ત્વને પ્રતિપાદન કરનાર વાદી). જે આત્મા સિવાય બીજા કોઇ તત્ત્વને સ્વીકારે નહીં તેને આત્મવાદી કે અદ્વૈતવાદી મત કહેલ છે. આ મતના અનુયાયીઓ એવું માને છે આ જગતમાં જે કાંઇ પણ દેખાય છે તે બધો ભ્રમ છે. બધું અસત્ય છે. સત્ય જે છે તે એકમાત્ર આત્મા જ છે. માટે આત્માને જ પરમતત્ત્વ માનવું. તે સિવાયનું કંઈ જ નથી. પ્રવીય - મન્યવીગ (ત્રિ.) (જ્યાં શાલિ આદિ બીજ નથી તે, એકેન્દ્રિયાદિરહિત સ્થાન) મખવુ૪િ - સત્પવૃષ્ટિ (સ્ત્રી.) (થોડોક વરસાદ, અલ્પવૃષ્ટિ) अप्पवुठ्ठिकाय - अल्पवृष्टिकाय (पुं.) (અલ્પમાત્રામાં વરસાદ વરસે અથવા સર્વથા ન વર્ષે તે-સ્થાનાદિ) આજના જમાનામાં ગ્લોબલવોર્મિંગના ઠેર ઠેર બણગાં ફૂંકાઈ રહ્યા છે. ચારેય બાજુ જોરશોરથી વાતાવરણને પ્રદૂષિત ન કરવાની સૂચનાઓ અપાઈ રહી છે. વધુ પડતા વિકાસ અને મોર્ડન બનવાના ચસકામાં લોકોએ વાતાવરણને એટલું બધું પ્રદૂષિત કરી મૂક્યું છે કે, ઋતુઓનું આખું ચક્ર જ વેર વિખેર થઇ ગયું છે. ક્યાંક વરસાદનું એક ટીપું પણ નથી, તો ક્યાંક પૂર, વાવાઝોડાંએ માઝા મૂકે છે. ક્યાંક અત્યંત ગરમી છે, તો ક્યાંક ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. જે તાજગી કુદરતી ઠંડકમાં છે તે કૃત્રિમ ઠંડક આપનારા એરકંડિશનમાં નથી. માટે આપણે બધા જેટલા વહેલા ચેતીએ તેટલું આપણા હિતમાં લેખાશે. अप्पसंतचित्त - अप्रशान्तचित्त (त्रि.) (જેનું ચિત્ત શાંત નથી થયું તે, અતિ ક્રોધાદિથી દૂષિત ચિત્તવાળો) જ્યાં સુધી જળાશયમાં તરંગો ઊઠી રહ્યા હોય ત્યાં સુધી જળની શુદ્ધતા ડહોળાયેલી રહે છે. તેમ આત્મામાં જ્યાં સુધી સંકલ્પ અને વિકલ્પોના તરંગો ઊડ્યા કરે છે ત્યાં સુધી અપ્રશાન્ત ચિત્તમાં સ્થિરતા રહી શકતી નથી. જ્યારે અપ્રશાન્ત ચિત્ત કષાયિક ભાવોથી પ્રશાન્ત બને છે ત્યારે નિર્મલતર ચિત્તને આત્મિક સુધારસનો અનુભવ થાય છે. अप्पसंतमइ - अप्रशान्तमति (त्रि.) (અપરિણત શિષ્ય). સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની ટીકામાં કહેવું છે કે, જેમ દેહમાં નૂતન ઉત્પન્ન થયેલા જવરને શાંત કરવા માટે દૂધનું પાન દોષ માટે થાય છે તેમ જે શિષ્યની મતિ ચારિત્રથી પરિણત નથી થઈ તેવા શિષ્યને શાસ્ત્રોનું જ્ઞાન આપવું તે દોષ માટે થાય છે. अप्पसक्खिय - आत्मसाक्षिक (न.) (આત્મસાક્ષિક અનુષ્ઠાન, જેમાં સ્વસંવિસ્પ્રત્યક્ષ વિરતિના પરિણામથી પરિણત-સાક્ષિ છે તે, પોતાનો આત્મા સાક્ષી હોય તેવું અનુષ્ઠાનાદિ) તપ, જપ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિકાદિ અનુષ્ઠાનો કોઇના ઉપર ઉપકાર કરવા માટે કે દેખાડો કરવા માટે નથી હોતા. સદનુષ્ઠાન પોતાના આત્માના ઉદ્ધાર માટે કરવામાં આવે છે. આપણે જે અનુષ્ઠાન કરી રહ્યા છીએ તે શુદ્ધ છે કે અશુદ્ધ છે તે બીજા જાણે કે ન જાણે પરંતુ પોતાનો આત્મા તો ચોક્કસ જાણે છે. કેમ કે જિનશાસનનો પ્રત્યેક આચાર આત્મસાક્ષિક કહેલો છે. 466