________________ અનુત્તર - અનુત્તરપત્તિ (ત્રિ.) (સિદ્ધગતિ, સિદ્ધગતિને પ્રાપ્ત થયેલું) સંસારમાં ચાર ગતિઓ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક, કર્મથી લેપાયેલો આત્મા અનંતકાળથી એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં એમ ચારે ગતિમાં આથડ્યા જ કરે છે. આ ગતિઓનો ક્યારેય અંત આવતો નથી. કેમ કે આ સંસારની ગતિ જ એવી છે. એકમાત્ર સિદ્ધિગતિ જ એવી છે કે જે પામ્યા પછી જીવને પછી બીજી કોઇ ગતિમાં જવાનું રહેતું જ નથી. સિદ્ધિગતિને અનુત્તરગતિ પણ કહેવામાં આવે છે. મજુત્તર |- મનુત્તરથા (સ્ત્રી.). (મોક્ષ, સિદ્ધશિલા, ઇષ~ાભાર પૃથ્વી). સિદ્ધશિલાનું એક શાસ્ત્રીય નામ ઈષ~ાભાર પૃથ્વી પણ છે. સિદ્ધશિલાની પછી આગળ કંઈ છે જ નહીં. ત્યાં લોકાકાશનો છેડો આવે છે અને અલોકાકાશ શરુ થાય છે. કર્મમુક્ત આત્માની ગતિ ઊર્ધ્વગામી હોવા છતાં પણ સિદ્ધશિલા પછી આગળ જઇ શકાતું ન હોવાથી અંતે સર્વકર્મોથી મુક્ત થયેલા સિદ્ધાત્મા પણ સિદ્ધશિલામાં જ સ્થિરતા પામે છે. ગુત્તર - મનુત્તર (ર.). (જે હોતે છતે પાર ન પમાય તે, પારગમનનું પ્રતિબંધક-પ્રતિરોધક) સંસારના સર્વકાર્યોથી નિવૃત્ત થઈને પાર પામવું તેનું નામ મોક્ષ. મોક્ષ ત્યાં સુધી નથી થવાનો જ્યાં સુધી સંસાર છે. સંસારથી પાર ત્યાં સુધી નથી પમાતું જ્યાં સુધી કર્યો છે અને કર્મો ત્યાં સુધી ખતમ નથી થવાના જ્યાં સુધી જીવાત્મા મન-વચન-કાયાના શુદ્ધયોગોમાં પ્રવૃત્ત નથી થવાનો. યાદ રાખજો! સીડીનું અંતિમ પગથિયું ચઢવા માટે શરૂઆત પહેલા પગથિયાથી જ કરવી પડે. , મરવાસ - મનુત્તરવાસ (પાશ) (પુ.) (સંસારાવાસ 2. પારવશ્ય) સંસાર એટલે પરતંત્રતા. તેમાં સ્વાધીનતાનું ક્યાંય નામોનિશાન નથી હોતું. બાળક માતા-પિતાને આધીન છે, પત્ની પતિને આધીન છે, નોકરીયાત શેઠને આધીન છે. જ્યાં પણ સાંસારિક પ્રવૃત્તિ આવી ત્યાં માત્રને માત્ર પરાધીનતા જ આવવાની. એક માત્ર ધમરાધનામાં જ સ્વાધીનતા છે. કેમ કે તે માત્રને માત્ર પોતાના આત્મા માટે જ કરવાનો છે અને તે પણ જાતે જ. જો ધર્મમાં સ્વાધીનતા હોય તો તેનું ફળ પણ તેવું જ મળે છે ને! अणुत्तरणाणदंसणधर - अनुत्तरज्ञानदर्शनधर (त्रि.) (સર્વોત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર તીર્થંકરાદિ) ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત જીવોમાં જ્ઞાન અને દર્શન બન્ને હોય છે. પરંતુ તે જ્ઞાન અને દર્શન પોતાના કર્માનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારે હોય છે. અર્થાતુ જેનો જેવા કર્મનો ક્ષયોપશમ હોય તદનુસાર વધુ કે અલ્પ માત્રામાં જ્ઞાન-દર્શનનો ઉઘાડ હોય છે. જ્યારે તીર્થકર, કેવલી અને સિદ્ધ ભગવંતોને ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થયો હોવાથી મધ્યાહ્નના સૂર્યના પ્રકાશની જેમ જાજવલ્યમાન જ્ઞાન અને દર્શન હોય છે. મy{urfM () - મનુત્તરજ્ઞાનિસ્ (ત્રિ.) (ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા કેવલી) સુભાષિતમાં કહેલું છે કે, "o પૂજ્ય દાનાવિધાન સર્વત્રપુ અર્થાત રાજા તો માત્ર પોતાના દેશમાં જ પુજાય છે જયારે જ્ઞાની પુરુષ સર્વત્ર પૂજાય છે. જો સામાન્ય જ્ઞાનને ધારણ કરનારા પંડિતો અને વિદ્વાનોને સમસ્ત જગત પૂજે છે તો પછી ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન નિર્મલ અને અનુત્તર કેવળજ્ઞાનના સ્વામી ભગવંતોને ત્રણે જગત પૂજે તેમાં કોઈ શંકા નથી. अणुत्तरधम्म - अनुत्तरधर्म (पुं.) (ઉત્કૃષ્ટ ધર્મ, શ્રત અને ચારિત્રરૂપ ધર્મ) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે, હે પરમાત્મનુ! પરભવમાં હું રંક કે ભિખારી બનવાનું પસંદ કરીશ જો મને આપનું લોકોત્તર શાસન મળતું હશે તો. પરંતુ આપના શ્રત અને ચારિત્રરૂપ ધર્મ વિનાની ચક્રવર્તીની કે 312