________________ અપ (ખ) વિક્ષય - પ્રત્યાર્થાત (નિ.) (જેનો ત્યાગ નથી કર્યો તે, ન ત્યજેલું) ઘણા લોકો એમ માનતા હોય છે કે, આપણે ક્યાં મદિરા માંસ ખાઈએ છીએ, આપણે તો સંતવ્યસનને અડતા પણ નથી, દૂરથી જ સલામ કરીએ છીએ, તો પછી આપણને તેનું પાપ શા માટે લાગે? પણ ભાઈ ભગવાને કહ્યું છે કે, જે પણ પાપસ્થાનકો છે, તેનો નિયમપૂર્વક ત્યાગ ન કરેલો હોય તો છેવટે અનુમોદનાનું પણ પાપ તો લાગે જ. માટે નિયમ લેવાનો આગ્રહ સેવાય છે. અપ (પ) ગ્વય - પ્રત્યય (ઈ.) (અવિશ્વાસ, અસત્યનો એક ભેદ 2. અદત્તાદાનનો સત્તરમો ભેદ) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં આ શબ્દનું વિવેચન થયેલું છે. તેમાં લખ્યું છે કે, વિશ્વાસના અભાવરૂપે આ અસત્ય વચનનો ચોવીશમો ભેદ છે. બીજી રીતે જોઈએ તો અવિશ્વાસ કારણ હોવાથી સત્તરમા પ્રકારનો ગૌણ અદત્તાદાનનો ભેદ પણ કહેવાય છે. अपच्चयकारग - अप्रत्ययकारक (त्रि.) (વિશ્વાસઘાતી, વિશ્વાસભંગ કરનારો) આજનો માનવી સારું ખોટું જોયા વગર પોતાને લાભકારક છે કે નહીં તે જોઈને વ્યવહાર કરતો થઈ ગયો છે. તેમાંય જો પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો સામેવાળાનું જે થવું હોય તે થાય, તેની જરાય પરવા કર્યા વગર વિશ્વાસઘાત કરી લે છે. પરંતુ જૈનધર્મ પામેલો જીવ અનોખો છે. તે પ્રાણના ભોગે પણ વિશ્વાસભંગ તો ન જ કરે. પછી ભલેને પોતાનું લાખ ગણું નુકશાન જતું હોય. अपच्चल - अप्रत्यल (त्रि.) (અયોગ્ય 2. અસમર્થ) હાથીની અંબાડી હાથી જ વહન કરી શકે અન્ય પ્રાણી તેનો ભાર ઝીલવામાં અસમર્થ છે. તેમ અઢાર હજાર શીલાંગરથનો ભાર તો વિરલાઓ જ વહન કરી શકે છે યાને મહાસંયમી આત્માઓ જ વહન કરી શકે. નહીં કે રાત-દિવસ ભોગસુખોમાં રાચનારો સંસારબહુલ જીવ. अपच्छाणुतावि (ण)- अपश्चात्तापिन् (त्रि.) (અપરાધની આલોચના લઈને પશ્ચાત્તાપ ન કરનારો, ગુરુની પાસેથી પ્રાયશ્ચિત્ત લઈને રાજી થનારો) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશમાં અપશ્ચાત્તાપી શિષ્યની વાત કરતા જણાવ્યું છે કે, ગુરુ ભગવંત એવા સુવિનીત શિષ્યને પ્રાયશ્ચિત્ત આપે ત્યારે તે ચારિત્રી આત્મા ખૂબ ખુશ થાય. પ્રસન્નચિત્ત બને અને મનમાં વિચારે છે કે, હું કૃતપુણ્ય છું જેથી મને પ્રાયશ્ચિત્ત મળ્યું. अपच्छायमाणा - अप्रच्छादयत् (त्रि.) (ન છુપાવતો, છાનું ન રાખતો) કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના શાસનમાં કેવી પ્રકૃતિના જીવો હશે તેનું વર્ણન કરાયેલું છે. તેમાં લખ્યું છે કે, આ કાળના જીવો વક્ર અને જડ પ્રકૃતિના હશે. એટલે જયારે પ્રાયશ્ચિત્તની વાત આવે ત્યારે સરળભાવે આલોચના પણ નહીં કરે. કાંઈજ છાનું ન રાખવું એવું ઓછું બનશે. લક્ષ્મણા સાધ્વીજીની જેમ કંઈક છુપાવીને વર્તનારા બહુલતાએ હશે. અહો! કાળનો પ્રભાવ કેવો અપ્રતિહત છે. અપચ્છમ - અપશ્ચિમ (ત્રિ.) (જના પછી બીજું કોઈ નથી તે, સૌથી છેલ્લું, અંતિમ 2. આખરનું મરણ) આ અવસર્પિણી કાળમાં ભવ્યજીવોના તારણહાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા થયા. તેમના પછી અજિતનાથ આદિ બાવીશ તીર્થંકરો થયા અને જેના પછી આ કાળમાં બીજા કોઈ તીર્થંકર નથી થવાના એવા સૌથી છેલ્લા એટલે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થયા. તેમનું એક નામ અપશ્ચિમ તીર્થંકર પણ આગમોમાંથી પ્રાપ્ત થાય છે. अपच्छिममारणंतियसंलेहणाझसणा - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणा (स्त्री.) (મરણ સમયે જેના દ્વારા શરીર અને કષાયાદિ પાતળા કરાય તે સંલેખના નામના તપ વિશેષની સેવના-આચરણા) ભગવતીસૂત્રના સાતમા શતકના બીજા ઉદેશામાં જણાવાયું છે કે, મરણાસન આરાધક પોતાની આત્મશુદ્ધિ માટે કષાયોને ઉપશમાવીને 431