________________ અપરિ૭ય - મારી (ત્રિ.) (ઉત્સર્ગ અપવાદના લાભાલાભ વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનાર) જીતકલ્પ નામના જીતાચારના છેદસૂત્રમાં સાધુ સાધ્વીજીના આચરણ વિષયક પ્રસંગમાં જણાવેલું છે કે, સાધુ સિદ્ધાંતોક્ત સાધ્વાચારના ઉત્સર્ગ અને અપવાદના જાણકાર હોય અને જે તે અવસરે તેના લાભાલાભને જાણીને ઉત્સર્ગ કે અપવાદમાર્ગમાં વર્તનારા હોય. અપરિપાય - પરિપત (ત્રિ.) (જે પોતાના સ્વરૂપથી રૂપાન્તર ન પામેલો હોય તે-પદાર્થ, સાધુને ભિક્ષામાં જે પૂરે પૂરી અચિત્ત ન હોય તેવો આહાર લેવાથી લાગતો એક દોષ, એષણાનો સાતમો દોષ). જે આહાર સચિત્ત હોય તેને અપ્રાસક કહેવાય છે. જ્યારે તે આહાર અગ્નિ પર ચઢીને સીઝે છે ત્યારે તે અચિત્તરૂપે પરિણામ પામે છે. તેને પ્રાસુક આહાર કહેવાય છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક શ્રમણને જે આહાર પ્રાસુક હોય તે જ કહ્યું છે. જે આહાર અચિત્તમાં પરિણત નથી પામેલો તેવા અપરિણત આહારને ગ્રહણ કરતાં સાધુને અતિચાર લાગે છે. अपरिणामग - अपरिणामक (पुं.) (અલ્પમતિ શિષ્ય, જેને જિનવચનના રહસ્યો પરિણામ નથી પામ્યા તેવો શિષ્ય, સૂત્રાર્થનો અજાણ સાધુ) શાસ્ત્રમાં સૂત્રાર્થ ગ્રહણ કરનાર શિષ્યના ત્રણ પ્રકાર કહેલા છે. 1. અપરિણત 2. પરિણત અને 3. અતિપરિણત. તેમાં જે પ્રથમ પ્રકારનો શિષ્ય છે તેને ગમે તેટલું સૂત્રાર્થનું અધ્યાપન કરાવો પરંતુ તે ધર્મનિરપેક્ષ મતિવાળો હોવાથી આગમના ભાવો તેના ચિત્તમાં પરિણામ પામતા જ નથી. નંદીસૂત્રમાં અને જીતકલ્પસૂત્રમાં તેવા શિષ્યને ઉત્સર્ગરુચિ જીવ કહ્યો છે. અપરિત્રિા - અપરિનિર્વાન (જ.) (સર્વ તરફનું માનસિક અને શારીરિક દુઃખ-પીડા) પરિઇUIZ - અપરિણા (ત્રિ.). (નહીં જણાવાયેલું, જાણકારી પ્રાપ્ત ન કરેલું) નિષ્કામપણે ગુરુ, સંઘ કે સાધર્મિકાદિની કરેલી ભક્તિથી આત્મામાં જ્ઞાનાવરણીય કર્મોનો એટલો તીવ્રપણે ક્ષયોપશમ થાય છે કે શાસ્ત્રના અતિગહન અને ગુઢ પદાર્થો સ્પષ્ટપણે જણાવેલ ન હોવા છતાં પણ તીક્ષ્ણમતિથી તે સ્વતઃ જાણી શકે છે. માટે જ તો કહેવાયું છે કે જે કાર્ય શક્તિથી નથી થઈ શકતું તે કાર્ય ભક્તિથી થઈ શકે છે. अपरिण्णाय - अपरिज्ञात (त्रि.) (જ્ઞપરિજ્ઞાથી નહીં સમજેલું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરેલું, સમજણના અભાવમાં કરેલું પચ્ચખાણ) અનુયોગદ્વારસૂત્રમાં બે પ્રકારની પરિજ્ઞા કહેવામાં આવેલી છે. 1. જ્ઞપરિજ્ઞા અને 2. પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞપરિજ્ઞાનો મતલબ થાય છે કે જગતમાં રહેલા સર્વે ભાવોને સમજવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે તેમાંથી જે નિરર્થક અને પાપકર્મનો અનુબંધ કરનાર હોય તેવા સ્થાનોનું પ્રત્યાખ્યાન કરવું તે. પરંતુ કંઈપણ જાણ્યા સમજ્યા વગર ગાડરિયા પ્રવાહની જેમ પ્રત્યાખ્યાન કરાય, તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. દશવૈકાલિકમાં પણ કહે છે કે, “પઢમં ના તો વા' अपरितंत - अपरितान्त (त्रि.) (નહીં થાકેલું, નહીં કંટાળેલું) કહેવાય છે કે, ચૌદપૂર્વો સાગર જેટલા વિશાળ છે. તેનું અધ્યયન કરવા માટે તીવ્રબુદ્ધિ અને વૈર્ય જોઇએ. જે જીવ ધૈર્યપુર્વક કંટાળ્યા વિના નિરંતર અભ્યાસ કરે છે તે જ શ્રુતકેવલીની પદવી પામે છે. એટલે કે ચૌદપૂર્વનો સંપૂર્ણ અભ્યાસ કરી શકે છે. સરિતંતજિ () - અપરિતાન્તજન(ત્રિ.) (ખેદરહિત સમાધિવાળો, સંયમમાં જેના યોગો અવિશ્રાન્ત છે તે) લોગસ્સસૂત્રમાં આપણે પરમાત્મા પાસે સમાધિમરણ અને બોધિલાભની માંગણીઓ નિરંતર કર્યા કરીએ છીએ. કિંતુ સમાધિ મરણ તેને જ મળે છે જેના મન વચન કાયાના યોગો સદનુષ્ઠાનમાં ખેદ પામતા નથી. આખું જીવન અસમાધિપૂર્વક વિતાવનારને સમાધિમરણ કેવી રીતે મળે. યાદ રાખજો! જેઓનું સંપૂર્ણ જીવન પરમાત્માને સમર્પિત છે તેવા યોગી પુરુષોને જ સમાધિમરણ નસીબ હોય છે. વક