________________ મા () દિવા () - ગપ્રતિપતિ (ત્રિ.) (એકવાર આવ્યું પાછું જાય નહીં તે, સદાકાળ રહે તે, કેવળજ્ઞાન અવધિજ્ઞાન વગેરે) નંદીસૂત્રમાં જણાવ્યું છે કે, જે જ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય પ્રતિપાતિ ન થાય અર્થાતુ, જાય નહીં તે અપ્રતિપાતિ જ્ઞાન કહેવાય છે. તે સદાકાળ આત્મામાં વર્તતું હોય છે. કેવળજ્ઞાન થવાની પૂર્વે એવું વિશિષ્ટ અવધિજ્ઞાન પણ હોય છે જે અપ્રતિપાતિપણે રહે છે. અપ () દિસંતી - ગપ્રતિસંત્રીન (ત્રિ.) (જેણે ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નથી કર્યો તે, અસંયત). સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનમાં અપ્રતિસલીનતા ચાર પ્રકારે બતાવી છે. 1 ક્રોધ અપ્રતિસલીનતા 2 માન અપ્રતિસલીનતા એ જ રીતે માયા અને લોભની જાણવી. તેમજ અન્ય રીતે મન વચન કાયા અને ઇન્દ્રિયની અપ્રતિસંલીનતા ચતુર્ભગી પણ બતાવી છે. મા () ડિસુનેત્તા - પ્રતિકૃત્ય (વ્ય.) (પ્રતિશ્રવણ ન કરીને 2. પ્રત્યુત્તર નહીં આપીને) अपडिसेह- अप्रतिषेध (पुं.) (રોક ટોક નહીં તે, બેરોકટોક, પ્રતિષેધ રહિત, રૂકાવટ વગરનું) મહિસ્સવ () - અતિસ્ત્રાવિન (ત્રિ.) (ટપકવાની કે ઝરવાની ક્રિયા જેમાં ન થતી હોય તેવું, નહીં ટપકનાર) માટીના ઘડામાં પાણી વગેરે રાખીએ તો તે ઝમે છે. અર્થાતુ ઘડાના સૂક્ષ્મ પોલાણમાંથી પાણી ટપકવા માંડે છે. પરંતુ જો પાષાણની કુંડી કે ધાતુના પાત્રમાં પાણી રાખીએ તો તે અપ્રતિસ્રાવી હોઈ તેમાંથી પાણી કે દ્રવના ટપકવાની કે ઝરવાની ક્રિયા થતી નથી. તેમ શ્રુતજ્ઞાનને કંઠસ્થ કરીએ તો તે કાલાન્તરે ભૂલી પણ જવાય પરંતુ, તેને આત્મસાત્ કરેલું હોય તો જીવનપર્યત ભુલાતું નથી. મu (M) fક - પ્રતિદત્ય ( વ્ય.) (અર્પણ નહીં કરીને, પાછું નહીં આપીને, પાછું આપ્યા વિના) મા (5) ડિviત - ગપ્રતિખત (ત્રિ.). (તેના વચનને પ્રતિઘાત ન પમાડતો 2. તે વચનને નહીં પડકારતો) મા () દિય - પ્રતિદત (ત્રિ.). (પ્રતિઘાતરહિત, અખંડિત 2. અવિસંવાદી 3. અન્ય વડે ઉલ્લંઘન કરવા અશક્ય) ભગવાન મહાવીરના પાંચ મહાવ્રતો રૂપ શ્રમણધર્મ અને બાર અણુવ્રતો રૂ૫ શ્રાવકધર્મ ત્રણે જગતમાં અબાધિત પ્રવર્તે છે. કોઈપણ પ્રતિવાદી ભગવાનના ભાખેલા આ વ્રતોને ઓળંગીને અન્યથા પ્રરૂપણા કરવા અસમર્થ છે. આજ પર્યત સર્વજ્ઞ પ્રભુની વાણી પ્રતિઘાતરહિત છે અને ચિરકાળ સુધી રહેશે. અપ () fહદયડુ - (2) (અપ્રતિબંધ વિહાર કરનાર, પ્રતિબંધરહિત વિચરનાર-સાધુ) સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે, જિતેન્દ્રિય બનેલા મુનિઓ ગામે ગામ અપ્રતિબંધપણે વિચરે છે. તેઓ નાના ગામમાં એક દિવસનું રોકાણ કરે છે અને નગરાદિમાં પાંચ દિવસ સુધી રાગરહિત થઈને વિચરે છે. પોતે ધર્મમાં સ્થિર થઈ લોકોને ધર્મના માર્ગે વાળે છે. अप (प्प) डिहयपच्चक्खायपावकम्म - अप्रतिहतप्रत्याख्यातपापकर्मन् (त्रि.) (અતીત અને અનાગત કાળ સંબંધી પાપકર્મના પચ્ચખ્ખાણ જેણે નથી કર્યા તે, ભૂતભાવિના અનિષિદ્ધ પાપકર્મવાળો) નિદા-પશ્ચાત્તાપ કરીને જેણે અતીતના પાપ વોસિરાવ્યા છે અને પચ્ચખાણ કરવા દ્વારા ભવિષ્યના પાપકર્મોને તિલાંજલિ આપનારા એ ભવ્યાત્માને પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા કહે છે. જ્યારે તેવો ઉજવળ પ્રયત્ન નથી કર્યો તે પાપથી લેપાય છે. ૩પ () fહદયવન - ગપ્રતિતવન (ત્રિ.) (જનું બળ કોઈનાથી હણાય નહીં કે કોઈ જેના બળનું ઉલ્લંઘન કરી શકે નહીં તે, અપ્રતિહત સામર્થ્યવાળો) 436