________________ ૩પ (m) નાયડૂનત્તUT - પ્રવુદ્ધિનનવત્વ (જ.) (અપ્રમાદની વૃદ્ધિ-પ્રકર્ષની ઉત્પાદકતા) સાધુએ પોતાના ચારિત્રમાં પ્રમાદ ન આવે અને સદા ઉપયોગ રહે તે માટે શાસ્ત્રવિહિત આલંબન સદાય સેવવું પણ પ્રમાદાચરણ ન કરવું. સર્વથા અપ્રમાદપણે રહી સંયમના યોગોમાં અભિવૃદ્ધિ થાય એમ કરવું જોઈએ. આ પ્રમાણે આચારાંગસૂત્રમાં કહેલું છે. ૩પ () નાથપરસેવUIT - Hપ્રમાતિસેવન (ત્રી.) (અપ્રમાદકલ્પની પ્રતિસેવના) અપ (ખ) મેય - મvમેય (ત્રિ.) (પ્રમાણથી ગ્રાહ્ય ન હોય તે, પ્રમાણથી જેનો નિશ્ચય ન થઈ શકે તે 2. જેનું જ્ઞાન ન થઈ શકે તે) ભગવાનની સ્તુતિ કરતા ઈન્દ્રપ્રભુના ગુણોની અપ્રમેય એવી ઉપમા આપે છે. તીર્થંકર પ્રભુના ગુણો સામાન્યજનથી માપી શકાય એવા થોડા નથી. અર્થાત્ છમસ્થ જીવો ક્યારેય પણ પરમાત્માના ગુણોનો કયાસ કાઢી શકતા નથી એમ ભાવાર્થ થાય છે. અપમાન - પદ્યમાન (.) (પાક-રસોઈન કરતો, ભોજન ન પકાવતો) અપથ - મન (ત્રી.) (વાંઝણી સ્ત્રી, સંતાનવિહોણી સ્ત્રી) સંસારની સર્વશ્રેષ્ઠ નારીરત્ન જ ચક્રવર્તીની પટ્ટરાણી બની શકે છે. તે સિવાયની ન બની શકે તેવો કુદરતી નિયમ છે. પરંતુ વિધિની કેવી વક્રતા છે કે એ સ્ત્રીરત્ન ચક્રવર્તીની પટ્ટરાણી હોવા છતાં વાંઝણી જ રહે છે અને મરીને નિયમા છઠ્ઠી નરકે જાય છે. અપર - અપર (પુ.). (જનાથી બીજું પ્રધાન-શ્રેષ્ઠ નથી તે 2. સંયમ 3. પૂર્વે કહેલું હોય તેનાથી ભિન્ન 4. પશ્ચિમ વિભાગ) अपरक्कम - अपराक्रम (त्रि.) / (પરાક્રમ-સામર્થ્ય રહિત, જેનું જંઘાબળ ક્ષીણ થયેલું હોય તે) સાધુને સ્થિરવાસ કરવા માટે જે કારણો આચારાંગસૂત્રમાં આપેલા છે તેમાં એક કારણ એ છે કે, જે મહાત્માનું જંઘાબળ પરિક્ષીણ થઈ ગયેલું હોય, ચાલવામાં તકલીફ ઊભી થતી હોય તથા આંખોથી જયણા પાળી શકાય તેમ ન હોય તેવો સાધુ સ્થિરવાસ કરે. ૩મપAHARI - મારHARUT (ન.). (શક્તિ-સામર્થ્ય નષ્ટ થયેલાનું મરણ, જેમાં પરાક્રમ નથી એવું મરણ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના પ્રથમ ઉદેશમાં જણાવ્યું છે કે, જંઘાબળ ક્ષીણ થયેલા એવા ઉદધિ નામના આર્યસમુદ્રનું અપરાક્રમ મરણ થયું હતું એમ વૃદ્ધવાદથી આવેલું આ દૃષ્ટાન્ત જાણવું. अपरपरिग्गहिय - अपरपरिगृहीत (त्रि.) (બીજા સાધુ દ્વારા ગ્રહણ કરાયેલું, અન્ય ગ્રહણ કરેલું) આચારાંગસૂત્રમાં સાધુ સાધ્વીએ કેવા શય્યા સંસ્મારક આસન ગ્રહણ કરવા તેના માટે માર્ગદર્શન કરેલું છે કે, જે શય્યાસનાદિ બીજા દર્શની શાક્યાદિ સાધુએ કે અન્ય સંન્યાસીએ પ્રહણ કરેલ હોય તેવા શવ્યાસન વસતિ આદિ ન લે એનો ત્યાગ કરી દે. મરાત () - અપરણિત (ત્રિ.) (પરાજય ન પામેલું, બીજાથી ન જીતાયેલું, અપરાભૂત 2. ૭૨મો મહાગ્રહ 3. અનુત્તરૌપપાતિક દેવ વિશેષ કે દેવવિમાન 4. સાતમો પ્રતિવાસુદેવ 5. શ્રી ઋષભદેવસ્વામીના ૬૩મા પુત્રનું નામ 6. તે નામના ચૌદપૂર્વધર આચાર્ય 7. મેરુ પર્વતના ઉત્તરભાગે આવેલા રુચક પર્વતના કુટનું નામ 8. જંબૂદ્વીપની જગતના કોટના ઉત્તર દિશાના દ્વારનું નામ 9. લવણસમુદ્ર ધાતકીખંડ કાલોદધિસમુદ્ર અને પુષ્કરોદધિ સમુદ્રના એક દરવાજાનું નામ) 42.