________________ ચિંતવન કરે છે અને તેનું ચિંતન કરતાં કરતાં એક દિવસ સ્વયં ઈયળ ભમરીનું રૂપ ધારણ કરે છે તેવી રીતે જે ભક્ત સતત પરમાત્માનું ચિંતન કરે છે તે એક દિવસ સ્વયં ભગવાનની સમાન બની જાય છે. અર્થાત્ સ્વયં પૂજય બની જાય છે. અનુસાર - અનુસાર (કું.) (અનુગમન, અનુવર્તન, પાછળ જવું તે 2. સમાન બનાવવું તે, સરખું કરવું તે 3. પરતંત્રતા, તે મુજબ) અનુસ્વાર (6) (અક્ષર ઉપર રહેલું બિંદુ, અનુનાસિક વર્ણ, અનક્ષર શ્રુત) જેમાં વર્ણામ્નાય પ્રમાણે અનુસ્વારસહિત ઉચ્ચારણ કરવામાં આવે તેવા જ્ઞાનને અનક્ષરગ્રુત કહેવામાં આવે છે. સ્વરના આશ્રયથી ઉચ્ચારણ કરાતા અને બિંદુરેખાથી વ્યક્ત કરાતા વર્ણાક્ષરને વ્યાકરણની ભાષામાં અનુસ્વાર કહેવાય છે. અનુસાસંત - અનુશાસત (ત્રિ.) (શિક્ષા આપતો, દંડ દેતો 2. અનુશાસન કરતો 3. ઉપદેશ આપતો) સામ, દામ, દંડ અને ભેદ નીતિથી શાસન કરતો રાજા જેમ વધુ સારી રીતે રાજય કરી શકે છે અને પોતાનું વર્ચસ્વ જાળવી શકે છે તેમ જે આચાર્ય શાસ્ત્રમાં કહેલ સારણ, વારણા, ચોરણા અને પડિચોયણાની વિધિથી શિષ્યોને ઉપદેશ અને દંડ વિગેરે આપે છે તે જ આચાર્ય ભદ્રજીવોને ઉન્માર્ગથી સન્માર્ગે લાવવા સમર્થ બને છે. અણુસીસ - મનુશાસન (જ.) (આગમાનસરણ થાય તેમ ઉપદેશ આપવો તે 2. શિક્ષા, દંડ 3. શિખામણ, ઉપદેશ 4. આજ્ઞા, હુકમ 5. અનુકંપા, દયા). ભવાભિનંદી જીવોની મતિ હંમેશાં બીજાને દબાવીને તેમની પર શાસન કરવાની હોય છે. અર્થાત્ તેઓની પ્રવૃત્તિ કાયમ બીજાને નીચા દેખાડવાની અને બીજા પર રાજ કરવાની હોય છે. જયારે અધ્યાત્મની દુનિયામાં બીજા જીવો પર અનુશાસન કરવાનો નિષેધ છે. ત્યાં તો પહેલો નિયમ છે કે, જો તમારે અનુશાસન કરવું હોય તો પોતાના આત્મા પર કરો. જે આત્મા પર અનુશાસન કરી શકે છે તે જ જગતના જીવો પર રાજ કરી શકે છે. अणुसासणविहि - अनुशासनविधि (पु.) (અનુશાસનનું વિધાન 2. ઉપદેશની વિધિ) ખરા અર્થમાં જોઈએ તો “અનુશાસન' એ ઉન્માર્ગે જતા જીવને સન્માર્ગે લાવવાની પ્રક્રિયા છે. આ અનુશાસનને વ્યવહારમાં અને ધર્મમાં બન્નેમાં અનુમતિ અપાઈ છે. કાળ અનુસાર જીવોને મર્યાદામાં રાખવા માટે જ તે સમયના રાજાઓ કે આચાર્ય ભગવંતો અનેક રીતે અનુશાસનની વિધિઓ અપનાવતા હતા અને તેના દ્વારા જીવને કલ્યાણકારી માર્ગે ચઢાવતા હતા. अनुसासिज्जंत - अनुशास्यमान (त्रि.) (અનુશાસન કરાતો, શિક્ષા પામતો 2. ગુરુ દ્વારા સન્માર્ગે પ્રેરણા કરાતો). अणुसासिय - अनुशासित (त्रि.) (અનુશાસન કરાયેલો, દંડાયેલો, શિક્ષિત) ચારિત્રજીવનનું પાલન કરતાં ક્વચિત્ પ્રમાદવશ સ્કૂલના થઈ હોય તો ગુરુ વડે કઠોર વચનોથી ઠપકો આપવામાં આવે છે. તે અવસરે પણ વિનીત શિષ્ય ક્યારેય ગુરુ પ્રત્યે રોષ કરતો નથી. કેમ કે ગુરુની કઠોરોક્તિમાં પણ શિષ્ય પ્રત્યેનો પ્રેમ રહેલો હોય છે. તેમનો અંતરાત્મા કાયમ તેના હિતની ચિંતા જ કરતો હોય છે. આથી ગુરુ વડે દંડાયેલા જીવે ગુરુ પ્રત્યે વિનયભાવને ધારણ કરીને તેમનો ઉપકાર માનવો જોઇએ. મસિટ્ટ- મનુશિg(ત્રિ.) (શિક્ષિત, જેને શિખામણ આપેલી હોય તે) અશ્વપાલ વડે શિક્ષિત અશ્વ પોતે શીખેલી કલાઓ દ્વારા લોકોનું મનોરંજન કરી શકે છે અને બધાની પ્રશંસાને પાત્ર બને છે. પરંતુ જે અશ્વ ક્યારેય શિક્ષા પામ્યો નથી તે માત્ર ભારવહન કરવાના કાર્યમાં જ ઉપયોગી થાય છે. તેમ ગુરુ ભગવંતની કૃપાદૃષ્ટિએ શિક્ષિત શિષ્ય કર્મની નિર્જરા કરનાર અને લોકમાં પ્રશંસનીય બને છે. જયારે ગુરુ ભગવંતની શિક્ષાને અયોગ્ય અને નઠોર જીવ માત્ર 346