________________ अणोग्घसिय - अनवघर्षित (न.) (નહીં ઘસેલું, રાખ્યા વગેરેથી નહીં માંજેલું) આ વાત આખી દુનિયા જાણે છે કે, વાસણને ઊજળું અને ચમકીલું બનાવવા માટે તેને રાખ, માટી, સાબુ, કે પાવડરથી ઘસવું પડે છે. જે વાસણને રાખ વગેરેથી ઘસવામાં ન આવે તે વાસણ પોતાની ચમક ગુમાવે છે. તેમ આત્મારૂપી ભાજનને ઉજ્જવલ અને માજિત થયેલો આત્મા પોતાના સહજ ગુણોની ચમક પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ આ સાધનાથી દૂર ભાગે છે તેઓ ક્યારેય સંસારના ચક્રવ્યુહમાંથી બહાર નથી નીકળી શકતા. મોm - મનવદ્ય (ત્રિ.) (નિર્દોષ) મuli - અનવદ્યા (સ્ત્રી.) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) ગોગા - મનવા (સ્ત્રી) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) મોત્તપ્ત - મનવત્રાણ (ત્રિ.) (સર્વાગપૂર્ણપણાએ કરીને અલજ્જાકર, પૂર્ણાગ શરીરવાળો) શારીરિક હીનતા એ લોકમાં નિંદ્ય અને લજ્જાને ઉપજાવનાર છે. લોકોત્તર જિનશાસનમાં ચારિત્રની યોગ્યતામાં જે ગુણો મૂક્યા છે તેમાં પણ અમુક અંશની જ હીનતાને ગૌણ કરીને ચારિત્ર આપવાનું વિધાન છે. તેના સિવાયની વિશેષ વિકલાંગતા સંયમપ્રહણમાં બાધક ગણેલી છે. જેથી એવો સાધુ લોકમાં લજ્જાને પાત્ર ન બને, ધર્મની હીલનાનો નિમિત્ત ન બને. મોરપી - મનવત્રણેતા (સ્ત્રી.) (લજ્જા-હીનાંગ રહિત શરીર, અલજ્જનીયતા) अणोद्धसिज्जमाण - अनुपध्वस्यमान (त्रि.) (માહાસ્યથી ભ્રષ્ટ ન થતો) મહારાજ યુધિષ્ઠિરને ધર્મપુત્ર ગણવામાં આવતા હતા. કેમ કે તેઓ સાક્ષાતુ ધર્મમૂર્તિ સમાન હતા. યુધિષ્ઠિરની સત્યવચનીયતાનું મનુષ્યલોકમાં તો શું દેવલોકમાં પણ માહાભ્ય ગવાતું હતું. કદાચ સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઊગે પરંતુ, યુધિષ્ઠિર પોતાની સત્યવચનતાના માહાસ્યથી ક્યારેય ભ્રષ્ટ નહોતા થતા. તેના પ્રતાપે તેમનો રથ પણ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો. યુધિષ્ઠિર અર્ધસત્ય અને અર્ધ અસત્ય બોલ્યા તે દિવસથી આકાશમાં ચાલનારો તેમનો રથ જમીન પર આવી ગયો. મોમ - નવમ (ત્રિ) ( મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મબંધના હેતુ જેણે દૂર કર્યા છે તે, અવિરતિ મિથ્યાત્વાદિ કર્મબંધ હતુરહિત) પ્રભુ મહાવીર કે જેઓ રાજપુત્ર હતા અને દેવલોકના દેવો પણ તેમની સેવામાં હતા એટલા માત્રથી તેમને પ્રાજ્ઞ પુરુષો પૂજે છે એવું નથી. કિંતુ આ બધાથી પર રહીને સ્વાત્મબળે કર્મો પર વિજય મેળવીને કૈવલ્યની પ્રાપ્તિ કરી માટે તે જગપૂજય બન્યા છે. બીજા કર્મગ્રંથમાં દેવેંદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ કર્મબંધના હેતુઓનો જેણે નાશ કર્યો છે તેવા વીરને મારા નમસ્કાર થાઓ. अणोमाणतर - अनवमानतर (त्रि.) (એકદમ છૂટા છૂટા, અતિસંકીર્ણ નહીં તે) તીર્થકર ભગવંતના ચોત્રીસ અતિશયોમાંનો એક અતિશય એ છે કે, તેઓ દેશના આપતા હોય ત્યારે એક યોજન પરિમાણવાળા સમવસરણમાં બેઠેલા લાખો કરોડો શ્રોતાઓ શાંતિથી ક્લેશરહિતપણે બેસી શકે છે. ગમે તેટલા જીવો આવે છતાં પણ તીર્થંકરની દેશનાભૂમિ એટલે સમવસરણ ક્યારેય અતિસંકીર્ણ થતું નથી. 356