________________ अण्णवेलचरक - अन्यवेलाचरक (पुं.) (કાલાભિગ્રહી ભિક્ષ) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, શ્રમણજીવન અભિગ્રહ વિનાનું ન હોવું જોઇએ. સાધુના જીવનમાં કોઇને કોઇ અભિગ્રહ હોવો જરૂરી છે. આથી ઘણા બધા મુનિ ભગવંતો જાત-જાતના અભિગ્રહોને ધારણ કરતા હોય છે. તેમના વિવિધ અભિગ્રહોમાં એક અભિગ્રહ છે અન્યવેળાચર અભિગ્રહ. અર્થાત્ ભિક્ષાનો જે સમય હોય તેની પહેલા અથવા તેના પછીના સમયે આહાર લેવા નીકળવું. આ અભિપ્રધારી સાધુને અન્યવેલાચરક કહેવાય છે. મUOTમોન - અન્ના (પુ.) (ખાઘાદિ ભોગવવા યોગ્ય પદાર્થ) ઉપભોગ યોગ્ય વસ્તુ પ્રાપ્ત ન હોય અને તેનો ત્યાગ કરવો એ અને જ્યારે વસ્તુ હોવા છતાં તેનો ત્યાગ કરવો એ બન્નેમાં આસમાન જમીનનું અંતર છે. પદાર્થ ન હોય ને ત્યાગ કરે તેમાં વ્યક્તિની કોઈ મહાનતા કે તેનો પુરુષાર્થ નથી. પરંતુ સામે ખાદ્યાદિ વગેરે ભોગવવા યોગ્ય લાખ પદાર્થો હોવા છતાં પણ તેના પ્રત્યે વૈરાગી રહેવું અતિકઠિન છે. આથી જ તો ભરત મહારાજા માટે કહેવાયું છે કે “મન મેં હી વૈરાગી ભરતજી, મન મેં હી વૈરાગી’ મJUHUJ - અચોચ (ત્રિ.). (પરસ્પર, એકબીજાનું) अण्णमण्णकिरिया - अन्योन्यक्रिया (स्त्री.) (પરસ્પર એક બીજાના પગ ચોળવા-પ્રમાર્જવા-મર્દન કરવું વગેરે ક્રિયા) શાસ્ત્રોના પાર પામેલા શ્રમણ ભગવંતો પોતાના દેહ પ્રત્યે પણ સર્વથા નિર્મમ હોય છે. તેમને પોતાના શરીર પ્રત્યે એક રતિભાર પણ સ્નેહાસક્તિ નથી હોતી. તેઓ આહાર વગેરે પણ લે છે તો તે કઠિન સાધના કરવા માટે જ. નહીં કે શરીરની સેવા શુશ્રુષા અર્થે. ોઇપણ શ્રમણ કે શ્રમણીએ વિશિષ્ટ કારણ સિવાય પરસ્પર પગનું પ્રમાર્જન કરવું, શરીરનું મર્દન કરાવવું તે દોષરૂપ ગણેલું છે અને જે શ્રમણ કે શ્રમણી નિષ્કારણ આવી સેવા શુશ્રુષા કરાવે છે તેમને પ્રાયશ્ચિત્ત લેવાનું વિધાન છે. अण्णमण्णगंठिय - अन्योन्यग्रथित (त्रि.) (પરસ્પર ગાંઠથી ગુંથેલું, પરસ્પર ગાંઠવાળું). પશુઓને ખુંટે બાંધવાની સાંકળની કડીઓ જેમ એકબીજાની સાથે પરસ્પર ગાંઠથી ગુંથાયેલી હોય છે તેમ રાગ-દ્વેષ, જન્મ-મરણ, સુખ-દુઃખાદિ સંસારના દરેક ભાવો એકબીજાની સાથે પરસ્પર શૃંખલાની જેમ સંબદ્ધ છે. કો'ક વિરલા એ સાકળને તોડવામાં સફળતા મેળવે છે. બાકીના તો એ જંજીરમાં જકડાયેલા આજીવન કેદી બનીને સુખે દુઃખે નિમગ્ન રહે છે. अण्णमण्णगरुयत्ता - अन्योन्यगुरुकता (स्त्री.) (પરસ્પર ગુંથવાથી થયેલી વિસ્તીર્ણતા) अण्णमण्णगरुयसंभारियत्ता - अन्योन्यगुरुकसंभारिकता (स्त्री.) (પરસ્પર-એક બીજાના સંબંધથી વિસ્તૃત સંભાર-સમૂહવાળું) अण्णमण्णघडता - अन्योन्यघटता (स्त्री.) (જયાં પરસ્પર સમુદાય રચના હોય તે, પરસ્પરનો સંબંધ) ક્રોધ, માન, માયા અને લોભ આ ચારના સમુદાયને કષાય કહેવાય છે. એક રીતે વિચારીએ તો આ ચારેયને પરસ્પર સંબંધ છે. જ્યાં ક્રોધ વસે ત્યાં માન-માયા વગેરે ત્રણેયની હાજરી ઓછા-વત્તા પ્રમાણમાં રહેવાની જ. માટે તે પરસ્પર એક બીજાથી સંકળાયેલા છે. अण्णमण्णपुट्ठ - अन्योन्यस्पृष्ट (त्रि.) (એક બીજાને સ્પર્શેલું, પરસ્પર અડેલું) સાધુ ભગવંતોના આહાર-પાણીને આપણે ગોચરી-પાણી તરીકે જાણીએ છીએ. તેમાં 42 પ્રકારના દોષોમાંથી કોઈપણ દોષ લાગી ન જાય તેનો મુનિ ખૂબ ઉપયોગ રાખતા હોય છે. આહાર રાખેલ વાસણ બીજા કાચા પાણીના વાસણને અડીને રહેલું હોય તો સચિત્ત 365