________________ अत्तगवेसय - आत्मगवेषक (पुं.) (આત્મચિંતક 2. ચારિત્રરૂપી આત્માનો ગવેષક) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે જે શ્રમણ સંયમરૂપી આત્માનો ગવેષક છે તે ક્યારેય પણ ચિકિત્સાકર્મની ઇચ્છા કરતો નથી, ગમે તેવા કષ્ટો કે વિઘ્નો આવે તો પણ તેને સમતાપૂર્વક સહન કરે છે તથા હિંસાપ્રચુર એવા યજ્ઞ-યાગાદિને સ્વયં કરતો નથી કે અન્ય પાસે કરાવતો પણ નથી. મત્ત Irfક () - માત () ગામિ (કું.) (મુમુક્ષુ, મોક્ષમાર્ગમાં ચાલનાર મુનિ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દસમા અધ્યયનમાં કહેલું છે કે, “મુસં ન બૂથ મા મત્ત /પી' અર્થાત્ સર્વજ્ઞોપદિષ્ટ માર્ગમાં ચાલનાર મુનિએ અસત્ય બોલવું ન જોઇએ. કેમ કે નાનકડો પણ મૃષાવાદ સાધુને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. TV - માત્મકુઇ (પુ.) (બુદ્ધિ-સુખ-દુઃખાદિ જીવના ગુણવિશેષ) ચેતનદ્રવ્યને તેના આત્મગુણો જડદ્રવ્યથી જુદા પાડે છે. કેમ કે રાગ-દ્વેષ-ઈષ્ય-સુખ-દુઃખ-ધર્મ-અધર્માદિ સંસ્કારો માત્રને માત્ર જીવમાં જ હોય છે. સુખ-દુઃખ વગેરેની લાગણીઓ ક્યારેય પણ ચેતનારહિત જડપદાર્થમાં સંભવતી નથી. મોહાદિના કારણે જીવ નરક વગેરે દુર્ગતિઓમાં જતો સાંભળ્યો હશે. પરંતુ જડદ્રવ્યને દુર્ગતિમાં જતો ક્યારેય પણ જોયો કે સાંભળ્યો છે ખરો? અત્તત - માત્મરક્તવા (.) (આત્મચિંતક 2. સ્વાર્થી) જે માત્ર પોતાના આત્માનું જ વિચારે તે આત્મચિંતક કહેવાય છે. વ્યવહારસૂત્રમાં બે પ્રકારના આત્મચિંતક કહેલા છે. 1. પોતાના આત્માની વિશિષ્ટ શુદ્ધિને અર્થે જિનકલ્પ કે યથાલંદકાદિ કલ્પ સ્વીકારવા માટે ઉદ્યત થયેલા મુનિ તથા 2. ગચ્છ કે સમુદાયમાં રહેવા છતાં પણ સર્વનો વિચાર કરવાના બદલે માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરીને તે પ્રમાણેનું વર્તન કરનારા મુનિ. આ બન્ને પ્રકારના સાધુને અયોગ્ય એટલે કે આત્મચિંતક કહેલા છે. અછ- માત્મક (પુ.) (સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં કહેલા આત્મષષ્ઠવાદી મત) જેવી રીતે એક વૃક્ષની અનેક ડાળીઓ હોય છે તેમ પરમાત્માની યાદ્વાદવાણીરૂપી વૃક્ષની અનેક દર્શનોરૂપી ડાળીઓ થયેલી છે. પોતાનો પંથ ચલાવવા માટે ઘણા બધા લોકોએ નવા નવા સિદ્ધાંતો સ્થાપીને પોતાનો ધર્મ ઊભો કર્યો છે. આવા અનેક વાદીઓમાં એક મત આત્મષષ્ઠવાદીનો છે. આત્માને એકાંતે નિત્ય માનનારા તેઓ પંચમહાભૂતની સાથે છઠ્ઠા તત્ત્વ તરીકે આત્માને પણ માને છે. 6- ઝાભસ્થ (ત્રિ.) (આત્મામાં રહેનાર, આત્મામાં રહેલું) વ્યક્તિએ બહાર નજર દોડાવવાની જગ્યાએ પોતાના આત્માની અંદર દૃષ્ટિ નાંખીને આત્મખોજ આદરવાની જરૂર છે. જો એકવાર આત્મામાં રહેલા આનંદનો ખજાનો હાથ લાગી જાય, ત્યારપછી તો તેને મૂડ ફ્રેશ કરવા માટે બહારના પ્રસાધનોની જરૂર ક્યારેય પડવાની નથી. *માભાઈ (ત્તિ.) (આત્માનો અર્થ જેમાં રહેલો છે તે, મોક્ષ, સ્વર્ગ 2. સ્વાર્થ) માણસ ભગવાન પાસે હંમેશાં પોતાના માટે જ માગતો હોય છે. તે ક્યારેય પણ બીજા માટે વિચારતો જ નથી. માત્રને માત્ર પોતાના જ વિચારો. અરે ભાઇ ! કોઇક દિવસ બીજા કોઇ માટે પણ માગી તો જુઓ, દેખો પછી કેવો આનંદ આવે છે. જીંદગીમાં તમારે પોતાના માટે ક્યારેય માગવુ જ નહીં પડે. 383