________________ વ્યાયામ એ સ્વસ્થ જીવન જીવવા માટેનું એક આવશ્યક અંગ છે. પાતંજલ યોગસૂત્રમાં તેનું યોગના નામથી નિરૂપણ કરવામાં આવેલું છે. મનની ઇચ્છાઓ, લાગણીઓ પર કાબૂ મેળવવા માટે યોગાસનરૂપી વ્યાયામ યોગી માટે પણ યોગ્ય જ છે. તથા પ્રાચીન કાળના રાજાઓ પણ વિવિધ પ્રકારની કસરતો વડે પરિશ્રમ કરતા હતા અને પોતાના શરીરને કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટે સક્ષમ કરતા હતા. अणेगवालसयसंकणिज्ज - अनेकव्यालशतशङ्कनीय (त्रि.) (અનેક જંગલી પશુઓથી ભયજનક) જે માર્ગમાં અનેક જંગલી પશુઓનો ભય રહેલો હોય તે માર્ગે જવાનું કોઈ બુદ્ધિશાળી પસંદ કરતો નથી. કેમ કે તેને ખબર છે કે જો આ માર્ગેથી જઇશું તો ચોક્કસ પ્રાણઘાત થવાનો છે માટે અનેક રાનીપશુઓથી ભરેલા ભયજનક માર્ગે જવાનું ટાળે છે. જો માત્ર પ્રાણઘાતના કારણે ભયજનક માર્ગને માણસ ટાળે છે. તો પછી જેમાં આત્મઘાત રહેલો છે તેવા પાપમાને શા માટે છોડતો નથી अणेगविसय - अनेकविषय (त्रि.) (ઘણા બધા વિષયો છે જેમાં તે, અનેક વિષયતા નિરૂપિત પ્રકારતાવાળું) ચૌદપૂર્વ એ જ્ઞાનનો અપૂર્વ ખજાનો છે. ગણધર ભગવંતોએ તેમાં આખે આખા શ્રુતજ્ઞાનનો સાગર ઠલવી દીધો છે. પૂર્વોમાં પ્રત્યેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ચૌદપૂર્વેમાં વિજ્ઞાન, વિદ્યાઓ, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મ, વ્યાપાર વગેરે જગતના તમામ વિષયોને આવરી લેવાયા છે. જગતનો એવો એક પણ પદાર્થ નથી કે જે પૂર્વોમાં વર્ણવ્યો ન હોય. अणेगविहारि (ण)- अनेकविहारिन् (त्रि.) (સ્થવિરકલ્પી) જિનકલ્પ સ્વીકારનાર સાધુએ સૌપ્રથમ સ્થવિરકલ્પનું પાલન કરવું પડે છે. સ્થવિરકલ્પના બધા આચારોના પાલનપૂર્વક જેણે પોતાના તન અને મનને એટલા દૃઢ કરી દીધા હોય કે તેને કોઇપણ ભય કે પરિષહ સતાવી ન શકે. જે સાધુ કોઇપણ પરિસ્થિતિમાં પોતાના પૈર્યને ગુમાવતો નથી તે સાધુ આત્માની વિશિષ્ટ શુદ્ધિ માટે જિનકલ્પ સ્વીકારવાને યોગ્ય ગણાય છે. अणेगसाहुपूइय - अनेकसाधुपूजित (त्रि.) (અનેક સાધુઓ દ્વારા આચરિત). પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અતિકઠિન અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. બ્રહ્મચર્યના પાલકને માત્ર દેવો અને મનુષ્યો નહીં અપિતુ, સર્વજગતવંદ્ય શ્રમણો પણ વંદન કરે છે. આ વ્રતનું પાલન કેટલાય સાધુઓ, ગૃહસ્થો અને ગૃહિણીઓએ ભાવથી પાળ્યું છે. આત્માથી સ્પર્યું છે. જેમ કે વિજય શેઠ-વિજયા શેઠાણી, પેથડશા, સ્થૂલિભદ્ર વગેરે તેના જવલંત ઉદાહરણો છે. अणेगसिद्ध - अनेकसिद्ध (पुं.) (એક સમયમાં થયેલા અનેક સિદ્ધ) ભગવતીસૂત્ર, ઠાણાંગસૂત્ર, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં સિદ્ધ ભગવંતોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે આ સંસારમાંથી પ્રત્યેક સમયે જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી એકસોને આઠ આત્માઓ સિદ્ધ થતા હોય છે. મોદHum - ૩iાનનીય (જ.). (અનેક દિવસો વડે પાર જઈ શકાય તેવો માર્ગ) એક સમય હતો કે માણસને એક શહેરથી બીજા શહેર, એક રાજ્યમાંથી બીજા રાજયમાં જવા માટે દિવસોના દિવસો લાગી જતાં હતાં. પોતાના ઇચ્છિત સ્થાને પહોંચવા માટે અનેક દિવસોનું ખેડાણ કરવું પડતું હતું. કિંતુ આજે એવા દિવસો રહ્યા નથી. આજનો માણસ એક દેશમાંથી બીજા દેશમાં ગણતરીના સમયમાં પહોંચી જાય છે. આજનો કાળ સુપરફાસ્ટ થઇ ગયો છે. પરંતુ કહેવું પડશે કે, આજના ફાસ્ટ જમાનામાં માણસનો પ્રેમ, લાગણી અને સંબંધો ખૂબ જ ધીમા થઈ ગયા છે. મન - મન (ત્રિ.) (નિશ્ચલ, નિષ્કપ) 354