________________ अणोवयमाण - अनवपतत् (त्रि.) (નહીં અવતરતો, નહીં જનમતો) ગોવર્નવય - અનુપનેપ (ત્રિ.) (કર્મબંધનથી રહિત, કમલેપ વિનાનું) જીવ જ્યાં સુધી સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવા રૂપ મિથ્યાત્વને સેવે છે ત્યાં સુધી સતત તે સંસારના બંધનોમાં જકડાતો જ જાય છે. જ્યારે સત્યને સત્યરૂપે તથા અસત્યને અસત્યપણે માનવાની સાચી સમજણ કેળવીને ધર્મમાં આગળ વધવાનું ચાલુ કરે છે ત્યારથી સંસારના બંધનો ઢીલા પડવા માંડે છે. છેવટે તે કર્મબંધનથી રહિત થઈ નિરાબાધ પદ પામે છે. अणोवसंखा - अनुपसङ्ख्या (स्त्री.) (અજ્ઞાન, અવિદ્યા, સત્યજ્ઞાનનો અભાવ) જે ભૌતિક સુખ સામગ્રીઓ પાછળ આપણે સારપણું માનીને રચ્યા-પચ્યા રહીએ છીએ તે આપણું અજ્ઞાન છે. તેમાં ખરેખર સુખ નથી કિંતુ તે દુઃખ નોતરવાનો ઉપાયમાત્ર છે. કેમ કે એક સરખી ભૌતિક વસ્તુમાં કોઈને આનંદ આવે છે તો કોઈને નથી આવતો તથા ક્યારેક આનંદ આવે છે તો ક્યારેક તે જ વસ્તુ દુઃખરૂપ બને છે. જ્યારે સાચું સુખ અને અનહદ આનંદ તો આપણા આત્મામાં જ છે. જરૂર છે તેને ઊજાળવાની. મોવહિય - અનુપધિ (ત્રિ.) દ્રવ્ય અને ભાવથી ઉપધિરહિત, પરિગ્રહરહિત 2. સરળ, નિષ્કપટી) ઉપધિએટલે કે સામગ્રી. મમતા કે મૂછના કારણે આવશ્યકતાથી વધુ રાખવામાં આવેલી ઉપધિ એ ઉપાધિરૂપ બને છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચતુર્થ અધ્યયનમાં દ્રવ્યથી સુવર્ણાદિક વસ્તુઓ તથા ભાવથી માયાદિ દોષોને ઉપધિ સ્વરૂપ જણાવ્યાં છે. જે તેનો જાણભેદુ છે તે કુશળ પુરુષ માયાની જંજાળમાંથી અવશ્ય છૂટી જાય છે. अणोसहिपत्त - अनौषधिप्राप्त (त्रि.) (ઔષધના બળને નહીં પ્રાપ્ત કરેલું, ઔષધિબળરહિત) હાલમાં એલોપથી, આયુર્વેદ, હોમીયોપથી, નેચરોપથી, એક્યુપંચર આદિ વિવિધ પદ્ધતિઓથી સારવાર કરવામાં આવે છે. ઔષધિનું સેવન શરીરમાં રહેલી વિકૃતિઓ દૂર કરી વ્યક્તિને સ્વસ્થ કરે છે. તેમ સદ્ધર્મરૂપી ઔષધ ક્રોધાદિ દોષોના કારણે આત્મામાં ઉદ્દભવેલી વિકૃતિઓને દૂર કરી આત્માને નિર્મલ બનાવી સ્વભાવમાં પુનઃ સ્થાપિત કરે છે. મલિય - મનુષિત (ત્રિ.) (નિવાસ નહીં કરેલું 2. અવ્યવસ્થિત) अणोहंतर - अनोघन्तर (पुं.) (સંસારને પાર કરવામાં અસમર્થ, બે પ્રકારના ઓઘને નહીં તરનાર) સંસારનો પાર પામવામાં અસમર્થ હોય તેને અનોઘન્તર કહેવાય છે. આચારાંગસૂત્રમાં અનોઘન્તરદ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના જણાવ્યા છે. નદી આદિના પુરને પાર કરવામાં અસમર્થ હોય તે દ્રવ્યથી અનોઘત્તર અને આઠ કર્મોના સમૂહને અથવા સંસારને પાર કરવામાં અસમર્થ હોય તેને ભાવથી અનોઘત્તર જણાવેલા છે. સંયમી મુનિ બન્ને પ્રકારના અનોઘન્તરને પાર કરે છે. મોદય - જનપટ્ટ (ત્રિ.). (નિરંકુશ, સ્વચ્છંદાચારી, ગમે તેવું વર્તન કરે છતાં જેને કોઈ રોકનાર ન હોય તે) પૂર્વકાળમાં દરેક વ્યક્તિ ગુરુ, માતા-પિતા કે વડીલોની આજ્ઞામાં રહીને પરસ્પર ભાઈચારા, સ્નેહ, સન્માન, સહકાર આપતાં આનંદપૂર્વક જીવનને માણતા હતા. જ્યારે આજે વાતે વાતે પશ્ચિમનું અનુકરણ કરી પોતાને બુદ્ધિજીવી ગણાવતા લોકો દરેક રીતે સ્વચ્છેદિતાના હિમાયતી બન્યા છે. તેઓ બિચારા ખરેખર આજ્ઞામાં રહેવાની આર્ય પરંપરાનો મર્મ સમજ્યા જ નથી. अणोहारेमाण - अनवधारयत् (त्रि.) (નહીં જાણતો, બોધ નહીં પામતો) 358