________________ अणुभाव - अनुभाव (पुं.) (કર્મપ્રકૃતિનો તીવ્ર મંદ રસરૂપે અનુભવ કરવો તે 2. શક્તિ, સામર્થ્ય, પ્રભાવ 3. સુખ) આચારાંગસૂત્રમાં લખેલું છે કે, જીવ પોતાના મન-વચન-કાયાના વ્યાપાર વડે પૂર્વબદ્ધ પ્રકૃતિ-સ્થિતિ અને પ્રદેશરૂપ શુભાશુભ કર્મોને તેમાં પડેલા રસાનુસાર તીવ્રતાએ કે મંદતાએ અનુભવ કરે છે અને આ પ્રભાવ એકમાત્ર કર્મસત્તાનો જ છે. अणुभावकम्म - अनुभागकर्मन् (न.) (વિપાક-રસરૂપે ભોગવાતું કમ) માવા - અનુમાવજ (ત્રિ.) (બોધક, સૂચક) દીક્ષા લેવાને ઉદ્યમવંત બનેલા જંબુકમાર જયારે સ્નાનાગારમાંથી નાહીને બહાર આવ્યા ત્યારે તેમના માથાના વાળમાંથી પાણી નીકળતું હતું. તે પ્રસંગનું વર્ણન કરતાં અત્યંત બોધસૂચક ઉભેક્ષા કરતા ગ્રંથકારે લખ્યું છે કે, “શું અમારે પણ જંબૂકુમારથી અલગ થવું પડશે? જંબુકમારે બધાને સાથે લીધા તો પછી અમને કેમ નહીં?' તેના વિરહમાં માથાના વાળ જાણે કે રડી રહ્યાં હતાં. મurમાસUT - અનુમાષUT (ન.) (અનુવાદ કરવો, કહેલી વાતને કહેવી, ગુરુના હ્રસ્વ-દીર્ઘ બોલ્યા અનુસાર બોલવું તે) વ્યાખ્યાનાદિમાં ગુરુ ભગવંતના કથન થઇ રહ્યા પછી શિષ્ય તેમણે કહેલી વાતોની પુષ્ટિ કરનારા તેવા જ શબ્દોમાં કે અન્ય કોઈ શબ્દોમાં અનુવાદરૂપે લોક આગળ કહેવી જોઈએ. પરંતુ તેમ કરતી વખતે ગુરુનો અવર્ણવાદ ન થાય તેનું ધ્યાન રાખવું કેમ કે ગુરુનો અવર્ણવાદ કરનારા શિષ્યને ગુરુ દ્રોહ કર્યાનો દોષ લાગે છે. અમાસUT (1) સુદ્ધ - અનુમાષUT (1) શુદ્ધ (જ.) (ગુરુએ ઉચ્ચારેલા શબ્દોને ધીરેથી શુદ્ધોચ્ચારણરૂપ ભાવવિશુદ્ધિનો એક ભેદ) આચારાંગસૂત્રની ચૂર્ણિના છઠ્ઠા અધ્યયનમાં કહેવું છે કે, ગુરુનું વચન બોલાઈ ગયા પછી ગુરુની સન્મુખ રહીને બે હાથની અંજલિ પૂર્વક અક્ષરપદ અને વ્યંજનથી શુદ્ધ તે જ વચનને બોલવા તે અનુભાષણશુદ્ધ કથન જાણવું. अणुभूइ - अनुभूति (स्त्री.) (અનુભવ, સંવેદન, અનુભૂતિ) યોગસાર ગ્રંથમાં કહેલું છે કે, હે આત્મનુ! તું સ્વયંના આત્માને તારા આત્મા વડે જાણ અર્થાતુ આત્માનુભૂતિ કર વળી પોતાના આત્માની આ અનુભૂતિ સ્વયંના આત્મા સિવાય થઈ શકે તેમ નથી. કારણ કે પોતાના આત્માનું સંવેદન તે જ આત્મા વિના અન્ય બીજો કોઈ આત્મા કરી શકે તેમ નથી. આથી પ્રતિદિન થોડોક સમય આત્મધ્યાન માટે દરેકે કાઢવો જોઇએ. ગુમડું - અનુમતિ (સ્ત્રી.) (આજ્ઞા, અનુમતિ, સંમતિ, અનુમોદન) જેનાથી અન્ય બીજાનું નુકશાન થતું હોય તેવી કોઇપણ સાવદ્ય પ્રવૃત્તિની અનુમતિ જૈનધર્મ આપતો નથી. પરમાત્માએ જીવન જીવવા માટે અત્યંત નિર્દોષ અને પરસ્પર હિતકારક પ્રવૃત્તિઓ બતાવી છે. શ્રમણ માટે પંચમહાવ્રતાદિ અને શ્રમણોપાસક ગૃહસ્થ માટે બાવ્રતોનું પાલન કહેલું છે, જેના દ્વારા સાધુ અને ગૃહસ્થ વિના કષ્ટ સંતોષપૂર્ણ જીવન વ્યતીત કરી શકે છે. अणुमइया - अनुमतिका (स्त्री.) (ઉજ્જયિનીના રાજા દેવલસુતની પત્ની અનુરક્તલોચનાની તે નામની દાસી) અણુમUIT - અનુમાન (2.) (અનુમોદન) જિનશાસનમાં કરણ, કરાવણ અને અનુમોદન એ ત્રણેયને સમાન માનવામાં આવ્યા છે. કાર્ય કરવામાં અને કરાવવામાં જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ તે કાર્યની અનુમોદનામાં પણ પ્રાપ્ત થાય છે. પછી તે સુકૃત હોય કે દુષ્કૃત. 327