________________ ભવ્યાત્મા જગતમાં જિનશાસનની પ્રભાવના કરે છે. તેમાં મહાનતા શિષ્યની નહીં તેને ઘડનાર ગુરુની છે. अणित्थंथसंठाणसंठिय - अनित्थंस्थसंस्थानसंस्थित (त्रि.) (અનિયત સંસ્થાનવાળું, વિલક્ષણ-અલૌકિક સંસ્થાનવાળું, સિદ્ધ ભગવંતોના સંસ્થાને રહેનાર-સિદ્ધ) જ્યાં સુધી મોક્ષ નથી થયો ત્યાં સુધી જાતજાતના અને ભાતભાતના શરીરના પ્રશસ્ત અપ્રશસ્ત આકારો અને સંસ્થાનો કહેલા છે. પરંતુ સર્વકર્મોથી મુક્ત બનીને સિદ્ધશિલામાં ગયા પછી કોઈ જ આકૃતિ નથી રહેતી. સિદ્ધભગવંતોને અનિયત સંસ્થાન યાને અલૌકિક સંસ્થાનવાળા કહ્યા છે. એટલે કે તેઓ નિરાકાર છે. अणित्थंथसंठाणा- अनित्थंस्थसंस्थाना (स्त्री.) (અનિયતાકારવાળી અરૂપીણી સત્તા) છા (ય) - નિા (સ્ત્રી.) (અજ્ઞાનતાથી કરેલી હિંસા, અનાભોગવાળી હિંસા 2, ચિત્તની વિકલતા 3. અનિર્ધારણ, અચોક્કસ, બેખબરપણું) પિંડનિક્તિ ગ્રંથમાં કહેલું છે કે, નરકાદિ ઘોરદુઃખનું મુખ્યકારણ જીવહિંસા છે. જે જ્ઞાનથી રહિત છે તેવા અનભિન્ન જીવે અજાણપણે કરેલી હિંસાને અનિદા કહેવાય છે. અજ્ઞાનતાથી કરેલી હિંસા પણ ભયંકર કર્મબંધ તો કરાવે જ છે. ફરક માત્ર એટલો જ છે કે જાણવા છતાં પણ ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હિંસા અજ્ઞાનપૂર્વકની હિંસાથી કંઈ ગણો વધારે કર્મબંધ કરાવે છે. માિ (ય) [ - નિઃાન (ત્રિ.) (નિયાણારહિત, પ્રાર્થનારહિત, ભાવીફળની આશંસારહિત, સાવઘાનુષ્ઠાનરહિત અનાશ્રવ) જિનશાસનમાં નિયાણાને પ્રશસ્ત સ્થાન આપવામાં આવેલું નથી. કારણ કે નિયાણું કરવાથી તમારી તપ આદિ આરાધનાઓ જે કર્મક્ષય દ્વારા શાશ્વત સુખ આપનારી છે તે દૂષિત થાય છે. જે આરાધનાઓમાં મોક્ષ જેવું સર્વોત્તમ ફળ આપવાની ક્ષમતા હોવા છતાં નિયાણાથી એટલે ઐહિકફળની આશંસાથી તે અશાશ્વત અને તુચ્છ ફળ જેટલી જ સીમિત થઇ જાય છે. મળવા (હ) પામ્ય - નિલાનમૂત (ત્રિ.) (સાવઘાનુષ્ઠાન અનાશ્રવભૂત અને કમપાદાનથી રહિત અનિદાનરૂપ જ્ઞાનાદિ 2. જેમાં નિયાણું-આશંસા નથી તે) ષોડશક ગ્રંથમાં બે પ્રકારના અનુષ્ઠાન બતાવવામાં આવેલા છે. 1. શુદ્ધ અનુષ્ઠાન 2. અશુદ્ધ અનુષ્ઠાન. જે અનુષ્ઠાન કોઈપણ I ભૌતિકફળની આકાંક્ષા-ઇચ્છાથી કરવામાં આવે તે અનુષ્ઠાન અશુદ્ધ કહેવાય છે. અને જે અનુષ્ઠાન દુન્યવી પ્રકારની કોઇપણ અપેક્ષા વગર એકમાત્ર કર્મક્ષયની ભાવનાથી કરવામાં આવે તે શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. અને આવું અનુષ્ઠાન જ સાધકને ઈષ્ટસિદ્ધિ-મોક્ષ આપનારું બને છે. શિવા (થ) પાયા - મનિલાનતા (શ્રી.) (નિયાણું ન કરનારનો ભાવ, ફલેચ્છા રહિતપણું, નરેન્દ્ર કે દેવેન્દ્રાદિની પદવીની ઇચ્છા ન કરવી તે) પષ્મી, ચોમાસી અને સંવત્સરીમાં બોલાતા અતિચારમાં એક વાક્ય આવે છે કે દેવ દેવેન્દ્ર ચક્રવર્તી તણી ઋદ્ધિ વાંછી” અર્થાત વેપારીની જેમ આરાધનાના બદલામાં સાંસારિક ભોગ સુખોની ઇચ્છા કરવી તે અતિચાર બને છે. જેને ખરેખર હૃદયથી પરમાત્મા પ્રત્યે અહોભાવ અને સમર્પણ ભાવ છે તે આત્માની દરેક ક્રિયા નિયાણારહિત હોય છે. વિટ્ટ - નિgિ(ત્રિ.) (પૂર્વે નહીં બતાડેલું 2. નહીં ઉપદેશેલું 4. આજ્ઞા ન કરેલું) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને જાણનારા તેમજ ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા અને વળી શાસ્ત્રોનું ઐદંપર્ય સુધીનું જ્ઞાન ધરાવનારા ગીતાર્થ સાધુ ઉત્સુત્ર પ્રરૂપણાના પરિણામોને જાણતા હોવાથી ક્યારેય પણ શાસ્ત્રોમાં નહીં ઉપદેશેલા કે નહીં બતાડેલા પદાર્થોનું કથન નથી કરતા. ગત - નિર્વેશ (પુ.) (અપ્રમાણ, અસ્વીકાર, અમાન્ય કરવું તે). સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ જ્યારે આબુ દેલવાડાના મંદિર જોવા આવ્યા ત્યારે મંદિર જોયા 283